Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીના બિસ્માર રોડ માટે ₹9.50 કરોડ મંજૂર:નવરંગપુરા-ઉપરિયાળા-પોરડા-મોટી મજેઠી રોડનું નવીનીકરણ થશે

    15 hours ago

    પાટડી તાલુકાના નવરંગપુરા-ઉપરિયાળા-પોરડા-મોટી મજેઠી રોડને રૂ. 9.50 કરોડના ખર્ચે નવીનીકરણ કરવાની મંજૂરી મળી છે. આ રોડના મેટલીંગ, ડામરકામ, પ્રોટેક્શન વોલ અને રોડ ફર્નિશીંગના કામ માટે રૂ. 950 લાખની રકમ ફાળવવામાં આવી છે. આ રોડ પાછલા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હતો, જેના કારણે નવરંગપુરા, ઉપરિયાળા, પોરડા અને મોટી મજેઠી ગામોના લોકોને તથા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ઉપરિયાળા ગામ જૈન સમાજનું એક મહત્વનું તીર્થસ્થાન હોવાથી અહીં શ્રદ્ધાળુઓની અવરજવર પણ વધુ રહે છે. બિસ્માર રસ્તાને કારણે સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આ બાબતે સ્થાનિક ધારાસભ્ય પી. કે. પરમારને પણ રાજકીય આગેવાનો દ્વારા રજૂઆતો કરાઈ હતી. ધારાસભ્ય પી. કે. પરમારની રાજ્ય સરકાર સમક્ષની રજૂઆત બાદ આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરીથી આ વિસ્તારની વર્ષો જૂની બિસ્માર રસ્તાની સમસ્યાનો સુખદ અંત આવશે અને આગામી દિવસોમાં રોડ નિર્માણનું કાર્ય શરૂ થશે.
    Click here to Read More
    Previous Article
    ગઢડા પોલીસની પેટ્રોલ પંપ-એલપીજી ગેસ એજન્સીના સંચાલકો સાથે બેઠક:પેટ્રોલ-ગેસ સંગ્રહખોરી રોકવા ખાસ સૂચનાઓ આપી, જરૂરી માર્ગદર્શન આપ્યું
    Next Article
    વેરાવળમાં ખાદ્ય તેલમાં ભેળસેળની ફરિયાદ:SOG અને ફૂડ વિભાગે સંયુક્ત તપાસ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment