Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચુડામાંથી ગેરકાયદેસર પિસ્ટલ સાથે એક શખ્સ ઝડપાયો:સુરેન્દ્રનગર SOGએ ચોર તળાવ પાસેથી આરોપીને પકડ્યો

    10 hours ago

    સુરેન્દ્રનગર SOG શાખાએ ચુડાના કોરડા-સમઢીયાળા રોડ પરથી ગેરકાયદેસર પિસ્ટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી ચોર તળાવ પાસેથી કરવામાં આવી હતી. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ હથિયારધારાના ગુનાઓ અટકાવવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એચ. શિંગરખીયાના માર્ગદર્શન હેઠળ SOG કર્મચારીઓ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કાનાભાઈ સાંબડ, પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ગોહિલ અને સુરેશભાઈ ખરગીયાને સંયુક્ત બાતમી મળી હતી. બાતમીના આધારે કોરડા-સમઢીયાળા રોડ પર આવેલા ચોર તળાવ પાસેથી કોરડા ગામના હરપાલસિંહ મનુભાઈ મસાણીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની અંગઝડતીમાંથી ₹20,000ની કિંમતની ગેરકાયદેસર પિસ્ટલ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન હરપાલસિંહે જણાવ્યું કે તેણે આ પિસ્ટલ મોજીદડ ગામના જયરાજસિંહ દીપાભાઈ મોરી પાસેથી મેળવી હતી. આ બંને આરોપીઓ વિરુદ્ધ ચુડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1)(a) અને 25(1-B)a હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પી.આઈ. બી.એચ. શિંગરખીયા, પી.એસ.આઈ. ઝેડ.એલ. ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ કાનાભાઈ સાંબડ, પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ગોહિલ, અનિરુદ્ધસિંહ ઝાલા, સુરેશભાઈ ખરગીયા, બિરેન્દ્રસિંહ પરમાર, વિજયસિંહ રથવી, ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ નિતિનભાઈ ગોહિલ સહિતના સ્ટાફ જોડાયો હતો.
    Click here to Read More
    Previous Article
    સંજાણમાં ‘હર ઘર તિરંગા’ યાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા:ધારાસભ્ય રમણલાલ પાટકરની આગેવાનીમાં દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યું
    Next Article
    70 ‘ભૂતિયા’ PTC કોલેજોમાં એડમિશનનો આરોપ:યુવરાજસિંહનો મોટો દાવો, ‘NCTEએ વર્ષો પહેલાં માન્યતા રદ કરી છતાં વિદ્યાર્થીઓ ફાળવાયા’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment