Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડા પોલીસની પેટ્રોલ પંપ-એલપીજી ગેસ એજન્સીના સંચાલકો સાથે બેઠક:પેટ્રોલ-ગેસ સંગ્રહખોરી રોકવા ખાસ સૂચનાઓ આપી, જરૂરી માર્ગદર્શન આપ્યું

    14 hours ago

    અમેરિકા-ઈઝરાઈલ અને ઈરાન વચ્ચેના તણાવપૂર્ણ માહોલને ધ્યાનમાં રાખીને ગઢડા પોલીસે સતર્કતા દાખવી છે. ગઢડા પોલીસ સ્ટેશન ખાતે શહેરના પેટ્રોલ પંપ અને એલપીજી ગેસ એજન્સીના સંચાલકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગઢડા પીઆઈ ડી.બી. પલાસે સંચાલકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખાસ કરીને ખોટી અફવાઓ ન ફેલાય તેની તકેદારી રાખવા અને પેટ્રોલ-ડિઝલ તેમજ એલપીજી ગેસનો સંગ્રહ ન થાય તે માટે ધ્યાન રાખવા સૂચના આપી હતી. પીઆઈ પલાસે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો કોઈ સંગ્રહખોરી કરતો ઝડપાશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સામાન્ય લોકોને પેટ્રોલ, ડિઝલ અને એલપીજી ગેસ સરળતાથી મળી રહે તે માટે સંચાલકોને સહકાર આપવા પણ અપીલ કરી હતી. આ બેઠકમાં પીઆઈ ડી.બી. પલાસ, પીએસઆઈ જી.જે. ગોહિલ અને શહેરના વિવિધ પેટ્રોલ પંપ તેમજ ગેસ એજન્સીના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બિઝનેસ લોન કરાવી આપવાના વચન આપી ઠગાઈ:6.25 કરોડ રૂપિયાની લોન અપાવવાના બહાને વડોદરામાં વેપારી પાસેથી 12 લાખ રૂપિયાની છેતરપિંડી, ફાઇનાન્સ કંપનીના સંચાલકો સામે ફરિયાદ
    Next Article
    પાટડીના બિસ્માર રોડ માટે ₹9.50 કરોડ મંજૂર:નવરંગપુરા-ઉપરિયાળા-પોરડા-મોટી મજેઠી રોડનું નવીનીકરણ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment