Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં સ્ટ્રીટલાઈટના ₹93 લાખથી વધુના કામો મંજૂર:ગામતળ અને આઉટગ્રોથ વિસ્તારમાં થશે નવીન વીજળીકરણ; ઊંઝા ત્રણ રસ્તાથી રશિયન નગર સુધી લાઈટો લાગશે

    11 hours ago

    પાટણ શહેરમાં નાગરિકોની સુવિધા અને માર્ગો પર રોશની વધારવા પાટણ નગરપાલિકાની સ્ટ્રીટલાઈટ સમિતિ દ્વારા ₹93 લાખથી વધુના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે. ગામતળ અને આઉટગ્રોથ (ઓજી) વિસ્તારમાં નવીન વીજળીકરણ, મિની હાઈમાસ્ક તેમજ મુખ્ય માર્ગના ડિવાઈડર પર લાઈટો લગાવવાની યોજના છે. આ કામગીરીથી શહેરના માર્ગો રાત્રિના સમયે વધુ સુરક્ષિત અને પ્રકાશમય બનશે. ₹8.42 લાખના ખર્ચે પ્રાથમિક વીજળીકરણ સ્ટ્રીટલાઈટ સમિતિના ચેરમેન વિજયાબેન બારોટના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિવિધ વિસ્તારોની જરૂરિયાતોને આધારે નિર્ણયો લેવાયા હતા. પાટણ નગરપાલિકાના ગામતળ હદ વિસ્તાર અને ઓજી વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ અંદાજે ₹8.42 લાખના ખર્ચે નવીન વીજળીકરણ હાથ ધરાશે. આ આયોજનથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોને રાત્રિના સમયે પૂરતો પ્રકાશ મળી રહેશે. જાહેર સ્થળોએ ₹52 લાખના મિની હાઈમાસ્ક શહેરના મુખ્ય જંક્શનો, ચોક અને જાહેર સ્થળોએ વધુ સારો પ્રકાશ પૂરો પાડવાના હેતુથી અગત્યનો નિર્ણય લેવાયો છે. ગામતળ અને ઓજી વિસ્તારોમાં મિની હાઈમાસ્ક ઊભા કરીને વીજળીકરણ કરવા માટે ₹52 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં શહેરના મુખ્ય રસ્તાઓ અને જાહેર સ્થળો પર પ્રકાશની વ્યવસ્થામાં સુધારો થશે. ડિવાઈડર પર લાઈટો માટે ₹33 લાખ પાટણના મુખ્ય વાહનવ્યવહાર ધરાવતા ઊંઝા ત્રણ રસ્તાથી રશિયન નગર સોસાયટી સુધીના માર્ગ પર નવીન સ્ટ્રીટલાઈટો લગાવાશે. જી.આઈ. પોલ આધારિત આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ₹31.20 લાખથી ₹33 લાખ સુધીનો ખર્ચ થશે. આ રોડ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોની સુરક્ષા માટે આ વ્યવસ્થા અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. સ્થાનિક રજૂઆતોને મળી સર્વાનુમત મંજૂરી સ્ટ્રીટલાઈટ સમિતિના ચેરમેને જણાવ્યુ હતું કે જનપ્રતિનિધિઓ, સભાસદો અને સ્થાનિક રહીશો તરફથી લાઈટો અંગે મળેલી રજૂઆતો પર ચર્ચા કરવામાં આવી હતી. નાગરિકોની સુવિધાને પ્રાથમિકતા આપીને તમામ અરજીઓને કમિટીમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે. આ નિર્ણયોથી સમગ્ર શહેરના વીજળીકરણ માળખાને મોટો લાભ મળશે.
    Click here to Read More
    Previous Article
    ભુજના કોટડામાં ₹3.55 કરોડના નવા પુલનું ખાતમુહૂર્ત કરાયું:રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં વિધિ સંપન્ન
    Next Article
    ‘સાહસ પ્રીમિયમ’નું 900 કિલો ઘી નકલી નીકળ્યું:રૂ.300માં કિલો વેચતા, આ ભેળસેળ કરીને લોકોને ઝેર પધરાવતા; 1 મહિનાથી કારખાનું ધમધમતું, નકલી આ રીતે ઓળખો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment