Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘સાહસ પ્રીમિયમ’નું 900 કિલો ઘી નકલી નીકળ્યું:રૂ.300માં કિલો વેચતા, આ ભેળસેળ કરીને લોકોને ઝેર પધરાવતા; 1 મહિનાથી કારખાનું ધમધમતું, નકલી આ રીતે ઓળખો

    13 hours ago

    તહેવારોની સિઝન નજીક આવતા જ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરતના ઉત્રાણમાંથી ગત 11 ઓક્ટોબર જપ્ત કરવામાં આવેલો 900 કિલો ઘીનો જથ્થો આખરે લેબોરેટરી ટેસ્ટમાં નકલી નીકળ્યો છે. માત્ર 300 રૂપિયે કિલોના સસ્તા ભાવે 'સાહસ શુદ્ધ ગાયનું ઘી' નામે આ ડુપ્લીકેટ ઘી વેચાઈ રહ્યું હતું. મિલ્ક ફેટની જગ્યાએ વેજીટેબલ ફેટની ભેળસેળ થતી હતી. મનપાના ફૂડ વિભાગે જપ્ત કરેલા ‘Saahas PREMIUM COW Ghee’ 900 કિલો નકલી ઘીનો જથ્થો હવે કાયદેસરની પ્રક્રિયા બાદ નાશ કરવામાં આવશે. 1 મહિનાથી ચાલતા આ ગોરખધંધાનો રિપોર્ટ આવતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ રીતે નકલી ઘી બનાવતા જુઓ ઉત્રાણમાં ફૂડ વિભાગ અને પોલીસની સંયુક્ત રેડ સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગને મળેલી બાતમીના આધારે ગત 11 ઓક્ટોબર ઉત્રાણ ખાતે આવેલી એક સંસ્થામાં દરોડા પાડવામાં આવ્યા હતા. ‘સાહસ પ્રીમિયમ કાઉ ઘી’ના નામે ચાલતા નકલી ઘીના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે, જ્યાં માત્ર 40 ગ્રામ ફ્લેવરનો ઉપયોગ કરીને 1500 કિલો જેટલું ડુપ્લિકેટ ગાયનું શુદ્ધ ઘી બનાવી દેવાતું હતું. આ કામગીરી દરમિયાન સ્થળ પરથી રૂ. 1,15,500ની કિંમતના ‘PROTO VANASPATI’ ડાલ્ડા ઘીના 35 બોક્સ, રૂ. 97,408નું ‘Vitalifr Refined Soyabean Oil’ (32 ડબ્બા), રૂ. 4,74,520 ની કિંમતનો 795 કિલો લૂઝ ઘીનો જથ્થો, રૂ. 5,40,000 નું 900 કિલો ‘Saahas PREMIUM COW Ghee’, રૂ. 6,000 ના 300 પાઉચ (35 ml) તેમજ ઘી બનાવવા માટે વપરાતા મશીનો અને સાધન-સામગ્રી જપ્ત કરવામાં આવ્યા છે. દિલ્હીથી ખાસ ફલેવર મંગાવીને નાખતા અસલી ગાયના ઘી જેવી સુગંધ લાવવા ખાસ ફ્લેવર નાખતા હતા, જે દિલ્હીની ‘શક્તિ ટ્રેડિંગ’માંથી ઓનલાઈન મંગાવતા હતા. આ ફ્લેવરની 5 લિટરની બોટલના 5 હજાર ઓનલાઈન જ ચુકવતા હતા. ડાલડા ઘી અને સોયાબીન તેલના મિશ્રણમાં ઘી જેવી સુગંધ લાવવા માત્ર 40 ગ્રામ જ ફ્લેવર નાખતા હતા, જેનાથી 1500 કિલો ઘીનો જથ્થો તૈયાર થઈ જતો હતો. ત્યારબાદ મશીનરીથી પેકિંગ કરી બજારમાં વેચતા હતા. પોલીસે સન્ની કલ્પેશ મોદી, કિશન મનોજ મોદી અને કલ્પેશ સુંદરલાલ મોદી (તમામ રહે. લેક વ્યૂ રેસિડેન્સી, કોસાડ લેક ગાર્ડન સામે, અમરોલી, મૂળ રહે. ડીસા, જી. બનાસકાંઠા)ની અટકાયત કરી છે. ટેસ્ટિંગમાં રિપોર્ટમાં નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ પોલીસને સાથે રાખીને કરાયેલી આ સંયુક્ત કાર્યવાહીમાં 'સાહસ શુદ્ધ ગાયનું ઘી' નામે ચાલતા કારખાનામાં સઘન તપાસ કરવામાં આવી હતી અને સ્થળ પરથી જ 900 કિલો જથ્થો જપ્ત કરાયો હતો. આ લેવાયેલા નમૂના લેબોરેટરી ટેસ્ટિંગમાં મોકલાતા તે સબ-સ્ટાન્ડર્ડ (હલકી ગુણવત્તાવાળા) અને નકલી હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે. ઘીમાં વેજીટેબલ ફેટની ભેળસેળ, સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા ઘીના નમૂનાના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટમાં બીટા-સીટોસ્ટેરોલની હાજરી જણાઈ આવી છે. જે સ્પષ્ટ કરે છે કે આરોપીઓ દ્વારા મિલ્ક ફેટની અંદર સસ્તા વેજીટેબલ ફેટની ભેળસેળ કરવામાં આવતી હતી. નિષ્ણાતોના મતે, મિલ્ક ફેટની સરખામણીમાં વેજીટેબલ ફેટની ન્યુટ્રીશન વેલ્યુ ખૂબ જ ઓછી હોય છે. શુદ્ધ ઘી ખાવાથી શરીરને જે પોષણ મળવું જોઈએ તે આ નકલી ઘીમાંથી મળતું નથી અને લાંબા ગાળે તે શરીરને મોટું નુકસાન કરે છે. માત્ર 300 રૂપિયામાં થતું હતું વેચાણ ભેળસેળિયાઓ દ્વારા બજારભાવ કરતા ઘણા સસ્તા દરે આ નકલી ઘીનું વેચાણ કરવામાં આવતું હતું. આ લોકો ઉત્રાણ અને તેની આસપાસના વિસ્તારોમાં માત્ર 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આ ડુપ્લીકેટ ઘી વેચતા હતા. સસ્તા ભાવની લાલચમાં અનેક પરિવારો આ ઘી ખરીદીને પોતાના સ્વાસ્થ્ય સાથે અજાણતા જ ખિલવાડ કરી રહ્યા હતા. 900 કિલો ઘી નકલી સાબિત થતા ગ્રાહકો પણ હવે ચોંકી ઉઠ્યા છે. તહેવારોનો લાભ લેવા 1 મહિનાથી કારખાનું ચાલતું હતું ઉત્રાણમાં આ નકલી ઘીનું ઉત્પાદન છેલ્લા 1 મહિનાથી ધમધમી રહ્યું હતું. જેની પાછળનો મુખ્ય હેતુ આગામી તહેવારોની સિઝન હોવાનું મનાઈ રહ્યું છે. મોટા તહેવારોમાં મીઠાઈઓ અને અન્ય વાનગીઓ બનાવવા માટે ઘીનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ જાહેર જનતા દ્વારા કરવામાં આવતો હોય છે. બજારમાં ઘીની વધતી માગનો ગેરલાભ ઉઠાવવા અને મોટો નફો રળવા માટે જ ભેળસેળિયાઓએ 1 મહિના પહેલા આ કાવતરું શરૂ કર્યું હતું. એડજ્યુડીકેટીંગ ઓફિસર સમક્ષ ફરિયાદ અને કડક કાર્યવાહી આ સમગ્ર કૌભાંડમાં સામેલ તત્વો સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કડક કાર્યવાહીનો દૌર શરૂ કરાયો છે. ઘી બનાવનારાઓ સામે ફૂડ સેફટી એક્ટ તેમજ પોલીસ દ્વારા સીઆરપીસી (CRPC) એક્ટ હેઠળ પણ પેરેલલ ગુનો નોંધીને આગળની કડક કાર્યવાહી ચાલી રહી છે. નકલી ઘીથી 4 મોટા નુકસાન
    Click here to Read More
    Previous Article
    પાટણમાં સ્ટ્રીટલાઈટના ₹93 લાખથી વધુના કામો મંજૂર:ગામતળ અને આઉટગ્રોથ વિસ્તારમાં થશે નવીન વીજળીકરણ; ઊંઝા ત્રણ રસ્તાથી રશિયન નગર સુધી લાઈટો લાગશે
    Next Article
    "India No Longer Just A Market For Global Companies": Pernod Ricard Executive At NDTV World Summit 2026

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment