Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડનગરમાં ઈનોવામાં ₹3.55 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:ડ્રાઈવર ફરાર, વનરાજસિંહ નામનો આરોપી ઝડપાયો; રાજસ્થાનથી દારૂ લાવીને ડિલિવરી સુંઢીયામાં કરવાની હતી

    18 hours ago

    મહેસાણા LCBની ટીમે વડનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખેરાલુ-સુંઢીયા રોડ પર પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂની ગેરકાયદે હેરફેરનો પર્દાફાશ કર્યો છે. 11 ઑગસ્ટની રાત્રે સુંઢીયા ગામ નજીકથી પૂરઝડપે પસાર થઈ રહેલી એક શંકાસ્પદ સફેદ રંગની ઈનોવા ગાડી (GJ-24-AF-3148)નો પોલીસે પીછો કર્યો હતો. પોલીસને જોઈ ગાડીના ચાલકે વાહન સુંઢીયા કેનાલ તરફ ભગાડ્યું હતું. કેનાલથી જાસ્કા-પુંજાપુરા રોડ પર સાંકડા રસ્તા અને અતિ ઝડપના કારણે ઈનોવા ઝાડ સાથે અથડાઈ ગઈ હતી અને પુંજાપુરા ગામના રહેણાંક વિસ્તારમાં અટકી પડી હતી.તયારબાદ ગાડીનો ડ્રાઈવર અંધારા અને એકઠા થયેલા ટોળાનો લાભ લઈને સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. ઈનોવામાંથી 3.55 લાખનો દારૂનો જથ્થો જપ્ત પોલીસે સ્થળ પરથી વાઘેલા વનરાજસિંહ ધીરસિંહ (રહે. સમરાપુર, મૂળ રહે. રામનગર, બનાસકાંઠા) નામના એક શખ્સને ઝડપી લીધો હતો. સુરક્ષાના કારણોસર ગાડીને ક્રેન ની મદદથી વડનગર પોલીસ સ્ટેશન ખાતે લાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી.ઈનોવા ગાડીની તલાશી લેતા તેમાંથી વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂ તથા બિયરના કુલ 1242 ટીન અને બોટલો (કુલ 349.8 લીટર મળી આવી હતી, જેની કિંમત 3,55,175 થાય છે. પોલીસે 15 લાખની કિંમતની ઈનોવા ગાડી સહિત ₹ 18,55,175નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂ રાજસ્થાનથી લાવીને સુંઢીયામાં આપવાનો હતો પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, ગાડીના મૂળ માલિક કેસરીસિંહ ઉર્ફે કેશુભા ચૌહાણ (રહે.સમરાપુર)ના કહેવાથી આ દારૂનો જથ્થો રાજસ્થાનના મેથીપુરાથી લવાયો હતો અને સુંઢીયા ગામના વિજય નામના વ્યક્તિને ડિલિવરી આપવાની હતી. 9 આરોપી સામે ગુનો નોંધાયો આ સમગ્ર મામલે વડનગર પોલીસ સ્ટેશનમાં વનરાજસિંહ વાઘેલા, ગાડીના ડ્રાઈવર અશ્વિનસિંહ ચૌહાણ, કેસરીસિંહ ચૌહાણ, ગુલાબસિંહ વાઘેલા, વાદળસિંહ વાઘેલા, મહેન્દ્ર ઉર્ફે ભુરો, પ્રદિપ મેવાડા, યુવરાજસિંહ અને વિજય સહિત 9 આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એલ.સી.બી. ના પી.એસ.આઈ. એ.એમ. રાઠોડ ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'શરમ કરો-શરમ કરો':પ્રિયંકા ગાંધીએ કાનમાં કંઇક કહેતા ગુજરાતના સાંસદ તપી ગયા, મુખ્યમંત્રીએ સંભળાવી દીધું-કમિશનરને પૂછજો કેટલી તકલીફ પડે છે
    Next Article
    પાક નિષ્ફળ જતા ખેડૂતો મગફળી સળગાવવા મજબૂર:​જૂનાગઢના વંથલી પંથકમાં મેઘરાજા ખેંચાતાં ખેડૂતોની હાલત કફોડી: મગફળીમાં રોગચાળો ફેલાતાં ઊભો મોલ સળગાવવા જગતનો તાત મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment