Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર કોર્ટનો મોટો ચુકાદો:₹9.18 લાખના ડ્રગ્સ સાથે ઝડપાયેલા કુંભારવાડાના 4 પેડલરોને 20-20 વર્ષની સખત કેદ

    2 weeks ago

    ભાવનગરના સ્પેશિયલ જજ (NDPS) અને પાંચમી એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ડ્રગ્સ માફિયાઓ સામે લાલઆંખ કરી એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સવા બે વર્ષ પૂર્વે મુંબઈના ડોંગરી વિસ્તારમાંથી લાખો રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ (MD) લાવી ભાવનગરમાં ઘુસાડવાનો પ્રયાસ કરનાર કુંભારવાડાના ચાર રીઢા શખસોને અદાલતે ગુનેગાર ઠેરવીને 20-20 વર્ષની સખત કેદની સજા અને એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વેળાવદર-ભાલ પંથકમાંથી SOGએ દબોચ્યા હતા ઘટનાની વિગત એવી છે કે, ગત 10 માર્ચ, 2024ના રોજ ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને ચોક્કસ બાતમી મળી હતી કે કુંભારવાડા વિસ્તારના ચાર શખસો બલેનો કારમાં મુંબઈથી ડ્રગ્સનો મોટો જથ્થો લઈને ભાવનગર તરફ આવી રહ્યા છે. બાતમીના આધારે એસઓજીની ટીમે વેળાવદર ભાલ પંથકના જુના માઢીયા ગામ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી શંકાસ્પદ બલેનો કાર (નંબર: GJ-04-EJ-2462) ને કોર્ડન કરી પોલીસે તેમાં સવાર ચારેય શખસોને દબોચી લીધા હતા. કારમાંથી મળ્યું હતું ₹9.18 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ પોલીસે બલેનો કારની સઘન તલાશી લેતા તેમાંથી વજન 91.800 ગ્રામ નાર્કોટીક્સ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત ₹9,18,000 આંકવામાં આવી હતી. એસઓજીના તત્કાલીન પીએસઆઈ સી.એચ. મકવાણાએ ફરિયાદી બનીને વેળાવદર ભાલ પોલીસ મથકમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે ડ્રગ્સ, બલેનો કાર અને રોકડ રકમ મળી કુલ ₹16,34,070નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા ખુલાસો થયો હતો કે, પકડાયેલા આરોપીઓ મુંબઈના ડોંગરી વિસ્તારના મોહમ્મદ અલી રોડ પર રહેતા મહેફુઝ અને તોહરાબ નામના શખસો પાસેથી આ ડ્રગ્સનો જથ્થો મેળવીને ભાવનગર લાવ્યા હતા. કોર્ટે ફટકારેલી સજા અને દંડની વિગત આ કેસ ભાવનગરના સ્પેશિયલ જજ (NDPS) અને પાંચમા એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જે.જી. દામોદરાની અદાલતમાં ચાલવા પર આવ્યો હતો. સરકારી વકીલ જે.એ. પંડ્યા અને ધ્રુવ એ. મહેતાની ધારદાર દલીલો, મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે નીચે મુજબના ચાર આરોપીઓને તકસીરવાન ઠેરવ્યા હતા: કોર્ટે ચારેય આરોપીઓને 20-20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત તમામ આરોપીઓને એક લાખનો દંડ પણ કર્યો છે. જો આરોપીઓ દંડની રકમ ભરવામાં કસૂર કરશે, તો તેમણે વધુ બે વર્ષની સખત કેદની સજા ભોગવવી પડશે. ગુનામાં વપરાયેલી બલેનો કાર ‘રાજ્યસાત’ કરવાનો હુકમ ચુકાદા દરમિયાન નામદાર કોર્ટે મોટો આદેશ આપતા જણાવ્યું કે, ડ્રગ્સની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી બલેનો કારને જપ્ત કરીને ‘રાજ્યસાત’ (સરકાર હસ્તક) કરવામાં આવે. જો આ કાર અગાઉ વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવી હોય, તો તેના રજિસ્ટર્ડ ઓનરે આ કાર NCB (નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો) અમદાવાદ ઝોનલ ઓફિસ સમક્ષ રજૂ કરવી પડશે. કોર્ટે ભાવનગર SOG ને પણ આ કાર કબજે કરી રાજ્યસાત કરવાની પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. કોર્ટના આ ઐતિહાસિક ચુકાદાથી ડ્રગ્સના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં અશાંતધારો બન્યો ‘માથાનો દુખાવો’:2 વર્ષ સુધી ફાઈલો લટકાવતા વકીલો લાલઘૂમ, કલેક્ટર-CPને આવેદન આપી પૂછ્યું- ‘શું ધ્રુવીકરણ માત્ર કોટ વિસ્તાર પૂરતું જ છે?’
    Next Article
    વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં BPL સિઝન 2નો પ્રારંભ:પ્રથમ મેચમાં એલેમ્બિક વોરિયર્સેની પૃથ્વી પેન્થર્સ સામે 19 રને જીત, નિનાદ રાઠવાને અણનમ 56 રનની ઇનિંગ્સ બદલ 'બેસ્ટ સ્ટ્રાઈકર'નો એવોર્ડ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment