Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં અશાંતધારો બન્યો ‘માથાનો દુખાવો’:2 વર્ષ સુધી ફાઈલો લટકાવતા વકીલો લાલઘૂમ, કલેક્ટર-CPને આવેદન આપી પૂછ્યું- ‘શું ધ્રુવીકરણ માત્ર કોટ વિસ્તાર પૂરતું જ છે?’

    2 weeks ago

    સુરત શહેરમાં અશાંતધારા હેઠળની અરજીઓ મંજૂર કરવામાં આવી રહેલા અસાધારણ વિલંબ અને વહીવટી શિથિલતાને પગલે સ્થાનિક વકીલોમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે. આ ગંભીર મુદ્દે આજે સુરતના ધારાશાસ્ત્રીઓના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે સુરત કલેક્ટર અને પોલીસ કમિશનરની રૂબરૂ મુલાકાત લઈને આવેદનપત્ર પાઠવ્યું હતું. વકીલોએ આક્ષેપ કર્યો હતો કે, કાયદાકીય જોગવાઈઓ અને પૂરતા પુરાવા હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા અરજીઓનો નિકાલ કરવામાં ઈરાદાપૂર્વક મોડું કરવામાં આવી રહ્યું છે, જેના કારણે સામાન્ય અરજદારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. શું ધ્રુવીકરણ માત્ર કોટ વિસ્તાર પૂરતું જ સીમિત છે? રજૂઆત દરમિયાન વકીલોએ પોલીસની કામગીરી અને નિયતો સામે સીધા તીખા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્રોશ સાથે પૂછ્યું હતું કે, શું પોલીસ કોઈ ચોક્કસ રાજકીય નેતાના ઈશારે અને દબાણ હેઠળ કામ કરી રહી છે? વકીલોના જણાવ્યા અનુસાર 10-10 સ્થાનિક સાક્ષીઓના હકારાત્મક નિવેદનો હોવા છતાં પોલીસ દ્વારા ખોટા નેગેટિવ અભિપ્રાયો આપવામાં આવી રહ્યા છે. જ્યારે આ નકારાત્મક વલણ પાછળનું કારણ પૂછવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા 'ધ્રુવીકરણ'ની શક્યતાઓનું બહાનું આગળ ધરવામાં આવે છે. વકીલોએ સવાલ કર્યો હતો કે, શું ધ્રુવીકરણ માત્ર કોટ વિસ્તાર પૂરતું જ સીમિત છે? અને જો તેમ હોય, તો પોલીસે તેના ચોક્કસ માપદંડો જાહેર કરવા જોઈએ. 400થી વધુ હકારાત્મક ફાઈલો દબાવી રાખ્યાનો ગંભીર આક્ષેપ કલેક્ટર સમક્ષ કરાયેલી રજૂઆતમાં વકીલોએ એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, જે ફાઈલોમાં તમામ તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને હકારાત્મક અભિપ્રાય છે, તેવી આશરે 400 જેટલી ફાઈલોને સક્ષમ અધિકારીઓ દ્વારા દબાવી રાખવામાં આવી છે. નિયમ મુજબ જે અરજીઓનો નિકાલ માત્ર 10 દિવસની અંદર કરવાનો હોય છે, તેને પોલીસ અને વહીવટી તંત્ર 2-2 વર્ષ સુધી લટકાવી રાખે છે. વકીલોએ આ તમામ 400 ફાઈલો સત્વરે જાહેર કરીને તેને તાત્કાલિક મંજૂરી આપવાની ઉગ્ર માંગ કરી છે. પોલીસ સ્ટેશનોના ઉડાઉ જવાબો અને કમિશનરની નિષ્ક્રિયતા અરજીઓના વિલંબ અંગે જ્યારે વકીલો કે અરજદારો સંબંધિત પોલીસ સ્ટેશનોમાં તપાસ કરવા જાય છે, ત્યારે ત્યાંના અધિકારીઓ દ્વારા અત્યંત બેજવાબદાર જવાબો આપવામાં આવે છે. વકીલોના જણાવ્યા મુજબ, પોલીસ કર્મચારીઓ "સાહેબ નાઈટ ડ્યુટીમાં છે", "સાહેબ હાઈકોર્ટમાં ગયા છે" અથવા "પછી જોઈ લઈશું" કહીને વાતને ટાળી દે છે. એટલું જ નહીં, સ્ટેશનના અધિકારીઓ એવું પણ કહે છે કે આ તમામ અરજીઓ પોલીસ કમિશનરના કહેવા મુજબ જ ધ્રુવીકરણની આશંકા સબબ રદ કરવામાં આવી રહી છે, છતાં કમિશનર કક્ષાએથી આવા અધિકારીઓ સામે કોઈ શિક્ષાત્મક પગલાં લેવાતા નથી. આ રજૂઆતમાં સુરત બાર એસોસિએશનના પ્રમુખ ઉદય પટેલ, બીસીજીના સભ્ય પ્રીતિ જોષી, મીતા પંચાલ અને કેયુર મોદી સહિતના અગ્રણી વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના વડીયામાં શ્વાને બાળકને ફાડી ખાંધો:25 દિવસમાં 4 બાળકો પર જીવલેણ હુમલો થયો, ગામમાં ફફડાટ ફેલાયો
    Next Article
    ભાવનગર કોર્ટનો મોટો ચુકાદો:₹9.18 લાખના ડ્રગ્સ સાથે ઝડપાયેલા કુંભારવાડાના 4 પેડલરોને 20-20 વર્ષની સખત કેદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment