Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં BPL સિઝન 2નો પ્રારંભ:પ્રથમ મેચમાં એલેમ્બિક વોરિયર્સેની પૃથ્વી પેન્થર્સ સામે 19 રને જીત, નિનાદ રાઠવાને અણનમ 56 રનની ઇનિંગ્સ બદલ 'બેસ્ટ સ્ટ્રાઈકર'નો એવોર્ડ મળ્યો

    2 weeks ago

    બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) સ્ટેડિયમ, કોટાંબી ખાતે બરોડા પ્રીમિયર લીગ (BPL) સીઝન-2ની પ્રથમ મેચ આજે બપોરે 2:30 વાગ્યે એલેમ્બિક વોરિયર્સ અને પૃથ્વી પેન્થર્સ વચ્ચે ઉત્સાહભેર રમાઈ હતી. પૃથ્વી પેન્થર્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચની શરૂઆત રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી, જ્યારે કેન્યા ક્રિકેટના પ્રમુખ ભાવેશ ગોહિલની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મેચ દરમિયાન ખેલાડીઓના શાનદાર પ્રદર્શન સાથે દર્શકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા એલેમ્બિક વોરિયર્સે 20 ઓવરમાં 5 વિકેટે 168 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો હતો. ટીમ તરફથી કેપ્ટન નિનાદ રાઠવાએ જબરદસ્ત ઇનિંગ્સ રમી 28 બોલમાં અણનમ 56 રન ફટકાર્યા હતા, જેમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આયુષ રાજગોરે 27 અને અનંત ભારદ્વાજે 25 રનનું યોગદાન આપ્યું હતું. 169 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પૃથ્વી પેન્થર્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 149 રન જ બનાવી શકી હતી. ટીમ તરફથી પ્રેયાંશ મોવલિયાએ 41 બોલમાં અણનમ 50 રન બનાવી લડાયક ઇનિંગ્સ રમી હતી, જ્યારે નારાયણ કાવડિયાએ 28 અને નિત્ય પંડ્યાએ 22 રન નોંધાવ્યા હતા. એલેમ્બિક વોરિયર્સ તરફથી સફવાન પટેલે જબરદસ્ત બોલિંગ કરતાં 4 ઓવરમાં માત્ર 25 રન આપી 5 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. તેમના આ સર્વાંગી પ્રદર્શન બદલ તેમને 'મેન ઓફ ધ મેચ', 'બેસ્ટ બોલર' તેમજ 'ગ્રીન ડોટ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે નિનાદ રાઠવાને તેમની અણનમ 56 રનની ઇનિંગ્સ બદલ 'બેસ્ટ સ્ટ્રાઈકર' એવોર્ડ મળ્યો હતો. અંતે એલેમ્બિક વોરિયર્સે 19 રને વિજય મેળવી BPL સીઝન-2માં વિજયી શરૂઆત કરી હતી. સમગ્ર મેચ દરમિયાન સ્ટેડિયમમાં ઉપસ્થિત ક્રિકેટપ્રેમીઓએ ખેલાડીઓને ઉત્સાહભેર વધાવી અનોખો માહોલ સર્જ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર કોર્ટનો મોટો ચુકાદો:₹9.18 લાખના ડ્રગ્સ સાથે ઝડપાયેલા કુંભારવાડાના 4 પેડલરોને 20-20 વર્ષની સખત કેદ
    Next Article
    નિવૃત્ત મહિલા કર્મચારી સાથે રૂ. 50 હજારની છેતરપિંડી:રેલવે DRMના નામે સાયબર ઠગાઈ, વલસાડમાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment