Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત્ત મહિલા કર્મચારી સાથે રૂ. 50 હજારની છેતરપિંડી:રેલવે DRMના નામે સાયબર ઠગાઈ, વલસાડમાં ફરિયાદ

    2 सप्ताह पहले

    વલસાડમાં રેલવેના ઉચ્ચ અધિકારી (DRM) હોવાનો ઢોંગ કરીને એક નિવૃત્ત મહિલા કર્મચારી સાથે રૂ. 50,000ની સાયબર છેતરપિંડી થઈ છે. પેન્શન અપડેટ કરવાના બહાને ઠગોએ મહિલાના મોબાઈલમાં APK ફાઈલ ડાઉનલોડ કરાવી તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હતા. આ મામલે વલસાડ રૂરલ પોલીસ મથકે અજાણ્યા ઠગ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, વલસાડના પારનેરા પારડી સ્થિત ઓમ રેસિડેન્સીમાં રહેતા 61 વર્ષીય માલતીબેન જયપાલસિંહ સિંહ જૂન-2025માં રેલવેમાંથી નિવૃત્ત થયા હતા. ગત 14 એપ્રિલે તેમના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે હિન્દીમાં પોતાની ઓળખ 'રેલવે DRM' તરીકે આપીને પેન્શન અપડેટ કરવા માટે એટીએમ કાર્ડ નંબર માંગ્યો હતો. જોકે, માલતીબેને નંબર આપવાનો ઇનકાર કરીને ફોન કાપી નાખ્યો હતો. થોડી જ વારમાં તે ઠગે ફરીથી ફોન કરીને વોટ્સએપ પર એક APK ફાઈલ મોકલી હોવાનું જણાવ્યું. તેણે ફાઈલ ઓપન કરવા દબાણ કર્યું અને ધમકી આપી કે જો ફાઈલ ઓપન નહીં થાય તો પેન્શન જમા નહીં થાય. આ ભયથી માલતીબેને તે ફાઈલ ડાઉનલોડ કરીને પોતાની વિગતો ભરી દીધી હતી. આ APK ફાઈલ દ્વારા ઠગે તેમનો ફોન હેક કરી લીધો હતો. ગત 4 મેના રોજ માલતીબેન તેમના દીકરા સાથે એસબીઆઈ (SBI) બેંકમાં પાસબુકમાં એન્ટ્રી કરાવવા ગયા ત્યારે તેમને છેતરપિંડીનો ખ્યાલ આવ્યો. તેમના બે અલગ-અલગ ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ રૂ. 50,000 ઉપડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. માલતીબેને તાત્કાલિક સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ નાણાં આઈડીએફસી (IDFC) બેંકના એક ખાતામાં ટ્રાન્સફર થયા છે. વલસાડ રૂરલ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આઈટી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં BPL સિઝન 2નો પ્રારંભ:પ્રથમ મેચમાં એલેમ્બિક વોરિયર્સેની પૃથ્વી પેન્થર્સ સામે 19 રને જીત, નિનાદ રાઠવાને અણનમ 56 રનની ઇનિંગ્સ બદલ 'બેસ્ટ સ્ટ્રાઈકર'નો એવોર્ડ મળ્યો
    Next Article
    Mahisagar Car Stunt News | મહીસાગર ભર બપોરે નીકળેલી જાનમાં જાનૈયાઓ ભૂલ્યા ભાન | Marriage | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment