Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી પૂર્વે 'રાજકીય હવાલા કાંડ'નો પર્દાફાશ:પનીરના વેપારીના નામે દિલ્હીથી આંગડિયા પેઢી મારફતે ₹90 લાખ સુરત મોકલાયા; પૂર્વ મંત્રીનો PA સીસીટીવીમાં કેદ

    4 days ago

    સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે શહેરના રાજકારણમાં એક મસમોટા હવાલા કાંડના ઘટસ્ફોટે સનસનાટી મચાવી દીધી છે. મહીધરપુરા વિસ્તારમાં આવેલી અરવિંદભાઈ હિરેનભાઈ આંગડિયા પેઢી મારફતે છેલ્લા ચાર મહિનામાં આશરે સવા કરોડ રૂપિયા જેટલી માતબર રકમ દિલ્હીથી સુરત મોકલવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ સમગ્ર પોલિટિક્સ હવાલા કાંડનો માસ્ટર માઈન્ડ દિલ્હીનો હિમાંશુ પાહુજા હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, હિમાંશુ પોતે આમ આદમી પાર્ટીનો નેતા હોવા છતાં આંગડિયા પેઢીમાં પોતાની ઓળખ એક 'પનીરના વેપારી' તરીકે આપતો હતો. આ પૈસા સુરતમાં દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો PA રહી ચૂકેલો આકાશ મિશ્રા દ્વારા મેળવવામાં આવતા હતો, જેના સીસીટીવી પુરાવા હવે પોલીસના હાથમાં છે. આંગડિયા સંચાલકની કબૂલાત મહીધરપુરાની અરવિંદભાઈ હિરેનભાઈ આંગડિયા પેઢીના સંચાલક અલ્પેશ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ખુલાસો કરતા કહ્યું કે, દિલ્હીથી હિમાંશુ નામની વ્યક્તિ દ્વારા છેલ્લા ત્રણ-ચાર મહિનાથી નિયમિત રીતે પેમેન્ટ મોકલવામાં આવતું હતું. હિમાંશુ આંગડિયા પેઢીમાં પોતાની ઓળખ એક મોટા પનીરના વેપારી તરીકે આપતો હતો, પરંતુ આ નાણાંનો અસલી હેતુ રહસ્યમય હતો. આ રોકડ રકમ લેવા માટે પૂર્વ મંત્રીનો PA આકાશ મિશ્રા પોતે દર મહિને આંગડિયા પેઢી પર આવતો હતો. અલ્પેશભાઈના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં અંદાજે 80થી 90 લાખ રૂપિયા આ રીતે મોકલવામાં આવ્યા છે, જેની છેલ્લી ડિલિવરી 10મી તારીખે લેવામાં આવી હતી. હાલમાં પોલીસે આંગડિયા પેઢીના રેકોર્ડ્સ અને એન્ટ્રીઓની તપાસ હાથ ધરી છે. પનીર વેપારીના સ્વાંગમાં હિમાંશુનો માસ્ટર પ્લાન તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, દિલ્હીમાં બેઠેલો હિમાંશુ પાહુજા આ આંગડિયા પેઢીનો રેગ્યુલર કસ્ટમર હતો. આંગડિયા પેઢીના સંચાલક અલ્પેશભાઈના જણાવ્યા અનુસાર, હિમાંશુએ તેમને વિશ્વાસમાં લીધા હતા કે દિલ્હીમાં તેની પનીર બનાવવાની મોટી ફેક્ટરી અને દુકાન છે. આ વેપારના બહાને તે નિયમિત અંતરે સુરત પેમેન્ટ મોકલતો હતો. જોકે, પડદા પાછળની સત્યતા કંઈક અલગ જ હતી. પનીરના વેપારના નામે મોકલવામાં આવતા આ લાખો રૂપિયા વાસ્તવમાં ચૂંટણીલક્ષી પ્રચાર અને અન્ય ગુપ્ત રાજકીય ગતિવિધિઓ માટે વપરાતા હોવાની પ્રબળ આશંકા છે. અજય તિવારી નામનો અન્ય એક કાર્યકર પણ સામેલ આ હવાલા કાંડમાં સુરતનું કનેક્શન પીપલોદ વિસ્તાર સાથે જોડાયેલું છે. દિલ્હીથી મોકલવામાં આવેલા નાણાં મેળવવા માટે આકાશ મિશ્રા નામનો યુવક આંગડિયા પેઢી પર આવતો હતો. નોંધનીય છે કે, આકાશ મિશ્રા દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો PA રહી ચૂક્યો છે. આકાશ છેલ્લા ચાર મહિનામાં અનેકવાર આંગડિયા પેઢી પર રૂબરૂ આવીને લાખોની રોકડ રકમ લઈ ગયો હતો. તેની સાથે અજય તિવારી નામનો અન્ય એક સક્રિય કાર્યકર પણ સામેલ હતો. આ બંને યુવકો મૂળ પરપ્રાંતીય છે, પરંતુ વર્ષોથી સુરતમાં સ્થાયી થઈ રાજકીય રીતે સક્રિય છે. સીસીટીવી ફૂટેજમાં કેદ થયો 'કાળો કારોબાર' આ સમગ્ર મામલામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે 10 એપ્રિલના સીસીટીવી ફૂટેજ વાઇરલ થયા. આ ફૂટેજમાં આકાશ મિશ્રા અને અજય તિવારી આંગડિયા પેઢીમાંથી નાણાં રિસિવ કરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. પોલીસ તપાસમાં આંગડિયા પેઢીના માલિકે કબૂલાત કરી છે કે છેલ્લા ત્રણ-ચાર મહિનામાં આશરે 8થી 90 લાખ રૂપિયા આકાશ મિશ્રાને હેન્ડઓવર કરવામાં આવ્યા છે. પોલીસ હવે આ સીસીટીવી ફૂટેજ અને આંગડિયા પેઢીના ચોપડાઓના આધારે તપાસનો વ્યાપ વધારી રહી છે. ચૂંટણી પૂર્વે ફંડિંગનો ખેલ: ક્યાં વપરાયા આટલા પૈસા? ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ ફંડિંગ ખાસ કરીને આગામી ચૂંટણીઓના પ્રચાર-પ્રસાર અને કાર્યકર્તાઓના નેટવર્કને મજબૂત કરવા માટે મોકલવામાં આવ્યું હતું. સવાલ એ ઊભો થાય છે કે, જો આ વ્યવહાર કાયદેસરનો હતો, તો તેને હવાલા અને આંગડિયા મારફતે કેમ કરવામાં આવ્યો? શા માટે હિમાંશુએ પોતાની ઓળખ છુપાવી પનીરનો વેપારી બનવું પડ્યું? પોલીસની કડક પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સ મહીધરપુરા પોલીસ અને અન્ય એજન્સીઓએ આંગડિયા પેઢીના સંચાલક અલ્પેશભાઈ પટેલની સઘન પૂછપરછ કરી છે. પોલીસે નામની એન્ટ્રીઓ, દિલ્હી ઓફિસ સાથે થયેલા સંપર્કો અને વ્યવહારના સમયગાળાની સંપૂર્ણ વિગતો એકત્ર કરી છે. આ ઉપરાંત, આકાશ મિશ્રા અને હિમાંશુ પાહુજાના મોબાઈલ લોકેશન અને કોલ ડિટેઈલ્સનું ટેકનિકલ સર્વેલન્સ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. પોલીસને આશંકા છે કે માત્ર એક જ નહીં, પરંતુ અન્ય આંગડિયા પેઢીઓ મારફતે પણ કરોડો રૂપિયા સુરતની ધરતી પર ઠાલવવામાં આવ્યા હોઈ શકે છે. આગામી દિવસોમાં મોટા માથાના નામ ખુલવાની શક્યતા આ હવાલા કાંડ માત્ર આકાશ મિશ્રા કે હિમાંશુ સુધી સીમિત નથી. પોલીસ માની રહી છે કે આ એક મોટા સિન્ડિકેટનો ભાગ છે. દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલા આ નેટવર્કમાં અનેક 'સફેદપોશ' ચહેરાઓ સામેલ હોવાની પૂરેપૂરી શક્યતા છે. જેમ જેમ તપાસ આગળ વધશે, તેમ તેમ આ ફંડિંગના અસલી લાભાર્થીઓ અને રાજકીય આકાઓના નામ બેનકાબ થશે. સુરત પોલીસ હવે ઇન્કમ ટેક્સ વિભાગને પણ આ મામલે જાણ કરે તેવી શક્યતા છે, જેથી નાણાકીય ગેરરીતિઓની ઊંડી તપાસ થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી, 16નાં મોત:પૂરઝડપે દોડતી બસનું ટાયર ફાટ્યું, ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો, બસમાંથી ઉછળી લોકો બહાર પડ્યા; રસ્તા પર લાશોના ઢગલા
    Next Article
    રાઈડ્સ ધારકોનો વિરોધ, પોલીસ સામે દબંગાઈના આક્ષેપો:ભવનાથમાં રસ્તો રોકી મહિલાઓએ વિરોધ કર્યો, નાની રાઈડ્સ ચલાવવાની મંજૂરી આપવા માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment