Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નફામાંથી જરુરીયાતમંદ છાત્રોની ફી ભરવી:પાલનપુરમાં દીકરીઓએ કોલેજમાં રૂ.100થી શરૂ કરેલી મંડળીએ અઢી વર્ષમાં 16 લાખનો નફો કર્યો

    2 days ago

    પાલનપુરની કોલેજમાં અઢી વર્ષ અગાઉ દીકરીઓએ બે દિવસના ફનફેર દરમિયાન નાસ્તો વેચ્યો હતો. જેમાંથી રૂપિયા 92 હજારનો નફો મળ્યો હતો. આથી તેમણે કોલેજમાં જ રૂ.100નું ભંડોળ ઉઘરાવી દીકરીઓની શાખ અને પુરવઠા ગ્રાહક સહકારી મંડળી લિ.ની રચના કરી હતી. જેમાં 16 લાખનો નફો મેળવ્યો છે. પાલનપુરની સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ માત્ર રૂ.100ના નાનકડા ભંડોળથી શરૂ કરેલી સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓની શાખ અને પુરવઠા ગ્રાહક સહકારી મંડળી લિ. આજે આત્મનિર્ભરતા અને નેતૃત્વનું ઉદાહરણ પુરૂ પાડી રહી છે. આ અંગે મંડળીના ચેરમેન અને ટી. વાય. બી. કોમની છાત્રા ઝલકબેન સાળવીએ જણાવ્યું હતું કે, મંડળીની સફર ફન ફેરથી શરૂ થઈ હતી. કોલેજની કેન્ટીંગ બે દિવસ બંધ રાખી જ્યાં દીકરીઓએ ઘરેથી નાસ્તા માટે કાચો માલ લાવી કોલેજમાં જાતે જ ધુઘરા, પાણીપુરી, સેવ ખમણી, ભુંગળા, ભેલ, કચોરી, સમોસા, પાલક પકોડા અને મસાલા છાશ વેચી હતી. જેમાં બે જ દિવસમાં રૂપિયા 92,184નો નફો મેળવ્યો હતો. જે પછી 100 દીકરીઓ પાસેથી રૂ.100 પ્રમાણે ભંડોળ એકત્ર કરી રૂપિયા 10,000 નફામાં ઉમેરી સપ્ટેમ્બર 2023માં મંડળીનુંરજીસ્ટ્રેશન કર્યુ હતું. ત્યારપછી સિઝન મુજબ વેપારની વ્યૂહરચના બનાવી હતી. જેમાં ચોમાસામાં છત્રીઓનું વેચાણ, તહેવારોમાં રક્ષાબંધને રાખડીઓ અને દિવાળી પર મીઠાઈ- ફરસાણનું વેચાણ, ફૂલસ્કેપ ચોપડા અને સ્ટેશનરી કિટ્સનું રાહત દરે વેચાણ કરી અઢી વર્ષમાં મંડળીએ રૂ.16 લાખથી વધુનો ચોખ્ખો નફો કમાઈને સમગ્ર ગુજરાતમાં સહકારિતાનું નવું મોડેલ ઊભું કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    પાલિકા વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા વધારવા નવા બોરનું ખાતમુહૂર્ત:પાલનપુરમાં ભૂગર્ભ જળ રિચાર્જ માટે રૂ.42 લાખના ખર્ચે 9 વોટર રિચાર્જ સ્ટ્રક્ચર બનશે
    Next Article
    જહાજના એન્જિન રૂમમાં પાણી ઘૂસતાં કટોકટી સર્જાઈ:બાયડના યુવાને પ્રશાંત મહાસાગરમાં ડૂબતાં 18 ક્રૂ મેમ્બરને ઉગાર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment