Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમૂલ દૂધના ભાવમાં લિટર દીઠ ₹2થી 4નો વધારો:દુધમાંથી બનતી મીઠાઈ-પનીર સહિતની વસ્તુઓમાં ભાવ વધારો થઈ શકે

    2 days ago

    નવા વર્ષ અને તહેવારોની સિઝનની શરૂઆતમાં જ સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક આકરો બોજ પડ્યો છે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર 2થી 4 સુધીનો તોતિંગ વધારો કરાયો છે. આ વધારા બાદ અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર 4 અને સૌથી વધુ વપરાશ ધરાવતા અમૂલ તાજા દૂધના ભાવમાં પ્રતિ લિટર 2નો વધારો થયો છે. છેલ્લા 6 મહિનામાં દૂધના ભાવમાં બીજીવાર થયેલા આ વધારાથી સામાન્ય પરિવારોના ઘરનું ગણિત ખોરવાઈ ગયું છે. ભાવ વધારા પાછળ ઘાસચારાની તંગી જવાબદારઃ હરેશ પંડિત આ અંગે ગોપી ડેરીના ઓનર હરેશ પંડિતે જણાવ્યું કે, આ વખતે વરસાદ ખેંચાવાના કારણે અથવા ઓછો પડવાના લીધે લીલા તથા સૂકા ઘાસચારાની ભારે તંગી ઊભી થઈ છે. પશુપાલકો અને ખેડૂત પુત્રોને પૂરતું વળતર મળી રહે અને તેમનું જીવનધોરણ ટકી રહે તથા મોંઘવારી સામે તેઓ ખર્ચ પૂરો કરી શકે તે માટે આ ભાવવધારો બન્યો છે. આ ઉપરાંત, સરકાર અને પ્રશાસનના અથાક પ્રયાસોથી ડુપ્લીકેટ દૂધનું ઉત્પાદન અટકવાથી પણ બજારમાં દૂધની ઉપલબ્ધતા અને પ્રોસેસિંગ કોસ્ટ પર અસર પડી છે. પશુઆહારના ઘટકો, ઇંધણ અને પેકેજિંગ મટિરિયલ્સના ખર્ચમાં સતત વધારો થવાને કારણે આ આર્થિક બોજ અંતે ગ્રાહકો સુધી પહોંચ્યો છે. દુધમાંથી બનતી વસ્તુઓ પર ભાવ વધારાની અસર પડશે દૂધના ભાવમાં આવેલા આ ઉછાળાને કારણે દૈનિક વપરાશની ચા, કોફી ઉપરાંત હોટલ-રેસ્ટોરન્ટમાં વપરાતા પનીર, ક્રીમ તથા ડેરી પ્રોડક્ટ્સ પર સીધી અસર પડી છે. વેપારીઓના જણાવ્યા મુજબ, દૂધ મોંઘું થવાથી આગામી દિવસોમાં મીઠાઈઓ અને અન્ય ખાદ્ય બનાવટોના ભાવમાં પણ કંઈક અંશે ફેરફાર જોવા મળી શકે છે. જોકે, આ વધારાનો મોટો હિસ્સો સીધો 36 લાખથી વધુ દૂધ ઉત્પાદક પશુપાલકોના પરિવાર સુધી પહોંચશે.
    Click here to Read More
    Previous Article
    દિવાળીમાં એસટી બસમાં મુસાફરોનો ધસારો:રાજકોટ, મોરબી, સુ.નગરમાં 100 એક્સ્ટ્રા બસ દોડી, 16 નવી બસો આવતા મુસાફરોએ ખાનગી બસોમાં લૂંટાવવું ન પડ્યું
    Next Article
    'હું જેલમાંથી છૂટી ગયો, તમને જાનથી મારી નાખીશ':માણેકવાડીમાં જૂની ફરિયાદની અદાવત રાખી યુવકને પડોશમાં રહેતા બે શખ્સે અપશબ્દો બોલી ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment