Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું જેલમાંથી છૂટી ગયો, તમને જાનથી મારી નાખીશ':માણેકવાડીમાં જૂની ફરિયાદની અદાવત રાખી યુવકને પડોશમાં રહેતા બે શખ્સે અપશબ્દો બોલી ધમકી આપી

    2 दिन पहले

    ભાવનગર શહેરના જૂની માણેકવાડી વિસ્તારમાં અગાઉ નોંધાવેલી ફરિયાદની અદાવત રાખી પડોશમાં રહેતા બે શખ્સોએ એક યુવકને જાહેરમાં અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. 9 નવેમ્બર, 2026ની રાત્રે બનેલી આ ઘટના અંગે યુવકે ગંગાજળિયા પોલીસ મથકમાં બંને શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જૂની ફરિયાદની અદાવત રાખી યુવકને ધમકી આપી જૂની માણેકવાડી પાસે આવેલા એકતા એપાર્ટમેન્ટમાં રહેતા અને મજૂરી કામ કરતા 32 વર્ષીય સાજીદભાઈ યુસુફભાઈ રાઠોડ-સિપાઈએ તેમના પડોશી સફુ મુસ્તાકભાઈ સૈયદ (સકુ સૈયદ) અને લખન કલાભાઈ રાઠોડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, સાજીદભાઈના ભાઈ શાહનવાઝે અગાઉ આ બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. 'હું જેલમાંથી છૂટી ગયો, તમને જાનથી મારી નાખીશ' આ બાબતની દાઝ રાખી 9 નવેમ્બર, 2026ના રોજ રાત્રિના આશરે 12:04 વાગ્યે બંને આરોપીઓ સાજીદભાઈના ઘર સામેના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે જાહેરમાં અપશબ્દો બોલી, 'હું જેલમાંથી છૂટી ગયો છું, તમારાથી થાય તે કરી લેજો, હું તમને જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી હતી અને ત્યારબાદ ત્યાંથી નાસી છૂટ્યા હતા. સીસીટીવી કેમેરાના આધારે તપાસ, બંને સામે ફરિયાદ નોંધાઈ આ સમગ્ર ઘટના ફરિયાદીના ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ગંગાજળિયા પોલીસે આ મામલે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 296(b), 351(3) અને 54 હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમૂલ દૂધના ભાવમાં લિટર દીઠ ₹2થી 4નો વધારો:દુધમાંથી બનતી મીઠાઈ-પનીર સહિતની વસ્તુઓમાં ભાવ વધારો થઈ શકે
    Next Article
    Nvidia CEO's Daughter Knew About China 'Spy' Affair? Viral Video Sparks Debate

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment