Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાઈડ્સ ધારકોનો વિરોધ, પોલીસ સામે દબંગાઈના આક્ષેપો:ભવનાથમાં રસ્તો રોકી મહિલાઓએ વિરોધ કર્યો, નાની રાઈડ્સ ચલાવવાની મંજૂરી આપવા માગ

    5 days ago

    ગિરનારની શાંત તળેટીમાં આવેલું ભવનાથ ક્ષેત્ર 19 એપ્રિલની સાંજે ભક્તિના બદલે ભારે અરાજકતા અને સૂત્રોચ્ચારથી ગાજી ઉઠ્યું હતું. રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં રાઈડ્સ પર લાદવામાં આવેલા પ્રતિબંધની સીધી અસર જૂનાગઢના નાના ધંધાર્થીઓ પર પડી છે. છેલ્લા ઘણા સમયથી રોજગારી છીનવાઈ જતાં આર્થિક સંકડામણ અનુભવતા શ્રમિકોએ ભવનાથનો મુખ્ય રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે પોલીસે સ્થળ પર પહોંચી વિરોધકર્તાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અને તમામને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ​પોલીસે દબંગાઈ કરી હોવાનો આક્ષેપ આ વિરોધ દરમિયાન નાના ધંધાર્થીઓએ ભવનાથ પોલીસ પર અત્યંત ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. વિરોધકર્તાઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યારે તેઓ પોતાની રોજીરોટી માટે રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસે માનવીય અભિગમ અપનાવવાને બદલે 'દબંગાઈ' બતાવી હતી. 'રોજીરોટી માંગવી એ કોઈ ગુનો છે' ધંધાર્થીઓના દાવા મુજબ, પોલીસે તેમને ધમકાવતા એવું પૂછ્યું હતું કે, "તમે ક્યારેય પોલીસનો માર ખાધો છે? જો અહીંથી ઊભા નહીં થાવ તો માર ખાવો પડશે. આ વાતથી રોષે ભરાયેલા શ્રમિકોએ પ્રશ્ન કર્યો હતો કે શું પોતાના બાળકો માટે રોજીરોટી માંગવી એ કોઈ ગુનો છે? શું અમે કોઈ ચોરી કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છીએ કે અમને માર મારવાની ધમકી આપવામાં આવે છે? 'પોલીસ જેલમાં નાખવાની બીક બતાવે છે' ધંધાર્થી નીતાબેને જણાવ્યું હતું કે, છેલ્લા બાર મહિનાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જ્યારે તેઓ રજૂઆત કરવા પોલીસ ચોકીએ ગયા ત્યારે તેમને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે આ સરકારી જગ્યા છે અને અહીં ધંધો કરી શકાય નહીં. નીતાબેનનો આક્ષેપ છે કે પોલીસ તેમને જેલમાં નાખવાની બીક બતાવે છે, જ્યારે તેઓ માત્ર ચકરડી અને નાની રાઈડ્સ ચલાવીને સન્માનપૂર્વક જીવવા માંગે છે. ​બીજી તરફ, 15 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા નિલેશભાઈએ જણાવ્યું હતું કે તેમની પાસે કોઈ મોટા વીજળીથી ચાલતા સાધનો નથી. પરંતુ માત્ર બેટરીથી ચાલતી નાની રાઈડ્સ છે જેનાથી કોઈ જાનહાનિ થવાનો ખતરો નથી. તેમ છતાં પોલીસ અને નગરપાલિકા દ્વારા બળજબરીથી તેમનો ધંધો બંધ કરાવી દેવામાં આવ્યો છે. ​પોલીસ ધંધાર્થીઓ સાથે સમજાવટ કરી રવિવારની રજા હોવાથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા, પરંતુ રસ્તો રોકવાના કારણે જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ પાસે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થિતિ વણસતી જોઈ ભવનાથ પોલીસનો કાફલો અને પીઆઈ પોતે મેદાનમાં ઉતરી આવ્યા હતા. લાંબી સમજાવટ અને પોલીસ સાથેની બોલાચાલી બાદ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જો કે વિરોધકર્તાઓની એક જ માંગ છે કે સરકાર અને તંત્ર સુરક્ષાના નિયમો જાળવીને પણ તેમને નાની રાઈડ્સ ચલાવવાની પરવાનગી આપે જેથી તેમના પરિવાર ભૂખે ન મરે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી પૂર્વે 'રાજકીય હવાલા કાંડ'નો પર્દાફાશ:પનીરના વેપારીના નામે દિલ્હીથી આંગડિયા પેઢી મારફતે ₹90 લાખ સુરત મોકલાયા; પૂર્વ મંત્રીનો PA સીસીટીવીમાં કેદ
    Next Article
    મહિલા અનામત બિલને લઇ રિવાબા જાડેજાનું નિવેદન:17 એપ્રિલનો દિવસ નારી શક્તિના સન્માન માટે સુવર્ણ દિવસ બની શક્યો હોત, કોંગ્રેસના વિરોધથી દિવસ મહિલાઓ માટે કાળો દિવસ બન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment