Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલોલ કોર્ટનો ગૌહત્યા વિરુદ્ધ ઐતિહાસિક ચુકાદો:જામળામાં ગાયોની નિર્મમ હત્યા કરનાર ત્રણ કસાઈઓને આજીવન કેદ સાથે ₹9 લાખનો દંડ, 277 કિલો માંસ પકડાયું હતું

    12 hours ago

    ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જામળા ગામે ગૌવંશની ઘાતકી કતલ અને ગૌમાંસના ગેરકાયદેસર વેપારના ચકચારી કેસમાં કલોલના ત્રીજા એડિશનલ સેશન્સ જજ બી. આર. રાજપુતની અદાલતે એક ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો સંભળાવ્યો છે. અદાલતે આ કેસમાં સંડોવાયેલા ત્રણ મુખ્ય આરોપીઓને કસૂરવાર ઠેરવી કાયદાકીય જોગવાઈઓ હેઠળ આખરી શ્વાસ સુધીની આજીવન સખત કેદ અને કુલ ₹9 લાખનો આકરો દંડ ફટકાર્યો છે. આ કડક ચુકાદાથી કાયદાકીય વર્તુળો સહિત સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. 277 કિલો ગૌમાંસ, વાહનો અને ઘાતક હથિયારો સાથે 3 આરોપી રંગેહાથ ઝડપાયા હતા આ ચકચારી કેસની વિગત મુજબ, 22 ઓગસ્ટ, 2024ના રોજ કલોલ તાલુકાના જામળા ગામે આવેલ ઢાંકણીવાસ ખાતે આરોપી લાલભાઇ મણીલાલ સેનમાના ઘરે આર્થિક લાભ મેળવવાના ઈરાદે ગેરકાયદેસર રીતે ગાયોનું કતલ કરવામાં આવી રહ્યું હતું. ચોક્કસ બાતમીના આધારે કલોલ તાલુકા પોલીસ ટીમે ઓચિંતો દરોડો પાડીને ઘટનાસ્થળેથી આશરે 277 કિલો ગૌમાંસ (કિંમત ₹55,400) જપ્ત કર્યું હતું. આ ઉપરાંત કતલ માટે વપરાતા તીક્ષ્ણ છરા, કુહાડી, વજનકાંટો, દોરડાં તેમજ પરિવહનમાં વપરાતી લોડિંગ રિક્ષા, પીકઅપ ડાલુ અને એક્ટિવા મળી કુલ ₹3,61,540નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વસીમ સાહબુદ્દીન કુરેશી, મહંમદ રફીક કુરેશી અને અસ્ફાક ઉર્ફે સલમાન અબ્દુલ બહેલીમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. અબોલ પશુઓની ક્રૂર હત્યા કરનારા દયાને પાત્ર નથી: સરકારી વકીલ કલોલ સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલવા પર આવતાં સરકાર પક્ષ તરફથી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર જિગ્નેશ એચ. જોષીએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે આરોપીઓએ કાયદાના નિયમોને નેવે મૂકીને અબોલ ગૌમાતાની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે. આ પ્રકારના કૃત્યો સમાજમાં શાંતિ ડહોળવા ઉપરાંત ધાર્મિક લાગણીઓને પણ ભારે ઠેસ પહોંચાડે છે. સમાજમાં દાખલો બેસે અને આવા અમાનવીય તત્વોમાં કાયદાનો ડર રહે તે માટે આરોપીઓને કોઈપણ પ્રકારની નરમાશ દાખવ્યા વિના કાયદા હેઠળ મહત્તમ સજા ફટકારવી અનિવાર્ય છે. કોર્ટે વેદ-પુરાણો ટાંકી દાખલારૂપ સજા ફટકારી બંને પક્ષોની દલીલો અને પુરાવાઓની ગંભીરતાથી ચકાસણી કર્યા બાદ ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે આરોપીઓએ નિર્દોષ ગાયોના અંગો કાપીને અતિ અમાનવીય ક્રૂરતા આચરી છે. જો આવા ગુનેગારોને દાખલારૂપ સજા કરવામાં ન આવે તો ભવિષ્યમાં પૃથ્વી પરથી ગૌમાતાનું અસ્તિત્વ જ જોખમાઈ જશે. ન્યાયાધીશે પોતાના ચુકાદાની શરૂઆતમાં જ વેદ, પુરાણ અને મનુસ્મૃતિના પવિત્ર શ્લોક "ગાવો વિશ્વસ્ય માતરઃ" નો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને જીવમાત્રનું રક્ષણ કરવું એ ન્યાયી સમાજનું પાયાનું કર્તવ્ય છે. અદાલતે ત્રણેય આરોપીઓ વસીમ સાહબુદ્દીન બાબુ કુરેશી, મહંમદ રફીક મહંમદહનીફ કુરેશી અને અસ્ફાક ઉર્ફે સલમાન અલ્લારદા બહેલીમને દોષિત ઠેરવી આજીવન સખત કેદ અને પ્રત્યેકને દંડ ફટકારી કુલ ₹9 લાખનો દંડ વસૂલવાનો આદેશ આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટની અદાલતનો મહત્વનો ચુકાદો:ચેક રિટર્નનાં કેસમાં ઈન્ફીનીટી એકઝીમના ભાગીદારોને બે-બે વર્ષની સજા, રૂ. 17,06,608નું વળતર ચૂકવવા આદેશ
    Next Article
    મોરબીના રામધન આશ્રમમાં શરદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી:મહંત ભાવેશ્વરી માઁ અને રત્નેશ્વરીદેવીના સાનિધ્યમાં યજ્ઞ, મહાઆરતી અને મહાપ્રસાદ યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment