Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની અદાલતનો મહત્વનો ચુકાદો:ચેક રિટર્નનાં કેસમાં ઈન્ફીનીટી એકઝીમના ભાગીદારોને બે-બે વર્ષની સજા, રૂ. 17,06,608નું વળતર ચૂકવવા આદેશ

    11 hours ago

    રાજકોટની અદાલતે ચેક રિટર્ન કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં વાંકાનેરનાં ભલ ગામે રોલિંગ મિલમાં વપરાતા ઇંગોટનું પ્રોડક્શન કરતી જી.એમ. સ્ટીલ નામની ભાગીદારી પેઢીના ભાગીદાર શાબ્બીરહુસેન ઘોણીયા સાથે થયેલા મોટા વેપારી વ્યવહારમાં ચુકવવાની બાકી નીકળતી રકમ અંગેનો ચેક રીટર્ન થતા કેસ નોંધાયો હતો. આ ચર્ચાસ્પદ અને ગંભીર કેસમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની અદાલત દ્વારા ઈન્ફીનીટી એકઝીમ પેઢીના ભાગીદારો દર્શક અશ્વિન ચનીયારા, ઉદયકુમાર વસંતભાઈ શીરા તથા હસ્તી હરીભાઈ બેરાને દોષીત ઠેરવીને બે-બે વર્ષની સજા તેમજ ફરિયાદીને વળતર પેટે રૂ. 17,06,608 એક મહિનાની અંદર ચૂકવી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. નિર્ધારિત સમયમર્યાદામાં વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરવામાં આવે તો વધુ 6 મહિનાની સાદી કેદની સજા ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. આ કેસની વિસ્તૃત હકીકત મુજબ વાંકાનેર તાલુકાના ભલ ગામ ખાતે પોતાની જી.એમ. સ્ટીલ પેઢી ચલાવતા શાબ્બીરહુસેન ઘોણીયા પાસેથી આરોપીઓની પેઢી ઈન્ફીનીટી એકઝીમ દ્વારા મોટા પ્રમાણમાં ઇંગોટની ખરીદી કરવામાં આવી હતી. આ વેપારી વ્યવહાર અન્વયે કુલ રૂ. 1,33,38,500 નું લેણું થતું હતું. જેમાંથી બાકી રહેતી રકમની ચૂકવવા આરોપીઓ દ્વારા જુદા-જુદા બેંક ચેકો ઈસ્યુ કરી આપવામાં આવ્યા હતા. પરંતુ તે ચેકો બેંકમાંથી અપૂરતા ફંડના કારણે રીટર્ન પરત ફર્યા હતા. આ મામલે ફરિયાદી દ્વારા નિયમ અનુસાર આરોપીઓને કાનૂની નોટિસો મોકલવા છતાં પણ આરોપીઓ દ્વારા કોઈપણ પ્રકારની રકમ પરત ચૂકવવામાં આવી ન હતી. આથી ફરિયાદી દ્વારા નાણાકીય લેણાંની વસૂલાત માટે અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ચેક રીટર્નનો ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કેસની કાર્યવાહી દરમિયાન આરોપીઓ તરફથી સમયાંતરે રૂ. 10,00,000 જેટલી રકમ ફરિયાદી પેઢીના ખાતામાં જમા કરાવવામાં આવી હતી, પરંતુ બાકી રહેતી રૂ. 17,06,608 ની રકમ માટે કેસને કોન્ટેસ્ટ કરી આગળ ચલાવવામાં આવ્યો હતો. અદાલતમાં કેસની સુનાવણી દરમિયાન આરોપી પક્ષ દ્વારા પોતાના બચાવમાં વિવિધ દલીલો કરવામાં આવી હતી અને ફરિયાદીના પુરાવાનું ખંડન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપીઓ તરફથી રજૂઆતમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ નિર્દોષ છે અને ફરિયાદીના પુરાવાઓ શંકાસ્પદ છે. જો કે, ફરિયાદી પક્ષના વકીલ દ્વારા રજૂ કરાયેલા મજબૂત દસ્તાવેજી પુરાવાઓ અને કાયદાકીય દલીલો સામે આરોપી પક્ષ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો હતો. ફરિયાદીના વકીલોએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે જ્યારે ચેક આપ્યાનો તથા ચેક ઉપર પોતાની સહી હોવાનો કોઈ ઇન્કાર કરવામાં આવ્યો ન હોય ત્યારે કાયદાકીય રીતે ફરિયાદી ચેકના યથાનુક્રમે ધારણકર્તા બને છે અને તેની તરફેણમાં વિશેષ અનુમાન કરવું પડે છે. વેપારી વ્યવહારો હંમેશા વિશ્વાસ અને ભરોસાની ધરી ઉપર ચાલતા હોય છે, પરંતુ જ્યારે આવા કેસોમાં આરોપીઓ દ્વારા ભરોસો તોડવામાં આવે ત્યારે વેપારમાં ભરોસો શબ્દ માત્ર કાગળ ઉપર જ રહી જાય છે. આ સંજોગોમાં ન્યાયની પવિત્રતા જાળવી રાખવા માટે આરોપીઓને કાયદાકીય જોગવાઈ મુજબ મહત્તમ સજા કરવી અત્યંત આવશ્યક છે. સાથે નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ વિવિધ હાઈકોર્ટોના અગાઉના મહત્વપૂર્ણ ચુકાદાઓ પણ ટાંકવામાં આવ્યા હતા. અદાલત દ્વારા રેકર્ડ ઉપર ઉપલબ્ધ થયેલા તમામ મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. ફેક્ટ્યુઅલ બેકગ્રાઉન્ડ, ઇસ્યુ ફોર ડિટર્મિનેશન, રેલવન્ટ લીગલ પોઝિશન અને પુરાવાઓના વિશ્લેષણને ધ્યાને લેતા સ્પષ્ટ સાબિત થયું કે ફરિયાદી પક્ષે પોતાના સોગંદ પરના અને દસ્તાવેજી પુરાવાથી કેસ શંકાથી પર પુરવાર કરેલો છે. આરોપીઓ દ્વારા દેવાની ચૂકવણી માટે જ ચેકો ઈસ્યુ કરવામાં આવ્યા હતા અને તે ચેકો રીટર્ન થયા બાદ તેમજ નોટિસ આપ્યા છતાં પણ નાણાં ચૂકવવામાં આવ્યા ન હતા. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના તમામ આવશ્યક તત્વો આ કેસમાં પૂરવાર થતા હોવાથી અદાલતે ઈન્ફીનીટી એકઝીમ પેઢીના ભાગીદારો દર્શક અશ્વિન ચનીયારા, ઉદયકુમાર વસંતભાઈ શીરા અને હસ્તી હરીભાઈ બેરા નાઓને કસૂરવાર ઠેરવીને બે-બે વર્ષની જેલની સજા અને રૂ. 17,06,608 વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. તેમજ વળતર ચૂકવવામાં કસૂરવાર થાય તો વધારે 6 માસની સજા ફટકારવા આદેશ કર્યો હતો. આ સમગ્ર કેસમાં સફળતા મેળવવા માટે ફરિયાદી શાબ્બીરહુસેન ઘોણીયા તરફથી જાણીતા એડવોકેટોની મોટી ટીમ રોકાઇ હતી.
    Click here to Read More
    Previous Article
    ચીન અરુણાચલને ગળી જશે?:ITBP ચીફ સ્ફોટક સિક્રેટ બોલી ગયા, રાતોરાત વીડિયો ગાયબ, મોદી નકશો જાહેર કરે એવી માગ, સરકારની અગ્નિપરીક્ષા
    Next Article
    કલોલ કોર્ટનો ગૌહત્યા વિરુદ્ધ ઐતિહાસિક ચુકાદો:જામળામાં ગાયોની નિર્મમ હત્યા કરનાર ત્રણ કસાઈઓને આજીવન કેદ સાથે ₹9 લાખનો દંડ, 277 કિલો માંસ પકડાયું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment