Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી સિરામિકમાં ગેસના ભાવમાં મોટો તફાવત:એક કંપની ₹88, બીજી ₹52; ઉદ્યોગકારો ચિંતિત

    13 hours ago

    મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસ સપ્લાય કરતી બે કંપનીઓના ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. એક કંપની પ્રતિ ક્યુબિક મીટરના 85 થી 88 રૂપિયા વસૂલે છે, જ્યારે બીજી કંપનીનો ભાવ માત્ર 52 રૂપિયા છે. આ ભાવ તફાવતને કારણે ઉદ્યોગકારો ચિંતિત છે અને કારખાના ચાલુ રાખવા અંગે નિર્ણય લઈ શકતા નથી. મોરબી સિરામિક એસોસિએશનના માજી પ્રમુખ કે.જી. કુંડારિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત ગેસ કંપની તેના ગ્રાહકોને 85 થી 88 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરના ભાવે ગેસ પૂરો પાડે છે. તેની સામે, અંદરણા ગામથી હળવદ તરફના રસ્તા પર આવેલા બે સિરામિક કારખાનાઓને અદાણી કંપની દ્વારા 52 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરના ભાવે ગેસ સપ્લાય કરવામાં આવે છે. આ ભાવ તફાવતને કારણે ઉદ્યોગકારોમાં ગુજરાત ગેસ કંપની સાથે MGO (મિનિમમ ગેરંટી ઓફટેક) કરાર કરવા અંગે પ્રશ્નાર્થ ઊભો થયો છે. નીચા ભાવે ગેસ મળતો હોવા છતાં, ગુજરાત ગેસના ઊંચા ભાવને કારણે કરાર કરવામાં અનિચ્છા જોવા મળી રહી છે, જે ઉદ્યોગ માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. અગાઉ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે પ્રોપેન ગેસની સપ્લાય બંધ થતા 650 માંથી 450 થી વધુ કારખાના બંધ થયા હતા. ત્યારબાદ ગુજરાત ગેસના ભાવ વધારા અને કરાર મુજબનો જથ્થો વપરાઈ ગયા બાદ પણ 500 થી વધુ સિરામિક કારખાના બંધ પડ્યા હતા. મોરબી સિરામિક એસોસિએશન દ્વારા આગામી દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરવામાં આવશે. એસોસિએશને ઉદ્યોગકારોને વિનંતી કરી છે કે જ્યાં સુધી સરકાર તરફથી યોગ્ય નિર્ણય અને કંપની તરફથી વાજબી ભાવ ન મળે ત્યાં સુધી ગુજરાત ગેસ કંપની સાથે MGO કરાર ન કરવામાં આવે. આના કારણે ઘણા કારખાના હજુ પણ બંધ રહી શકે છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠા જીવનજરૂરી ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:જિલ્લા વહીવટી તંત્રની સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા ખાસ અપીલ
    Next Article
    'શ્રમિકો માટે 5 KGના સિલિન્ડરની વ્યવસ્થા કરાઈ':ગેસ સપ્લાય પર હર્ષ સંઘવીની સમીક્ષા બેઠક, કહ્યું- 'ભૂખ્યા કારીગરોને જમાડવા સુરતમાં 118 કોમ્યુનિટી કિચન કાર્યરત'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment