Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠા જીવનજરૂરી ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:જિલ્લા વહીવટી તંત્રની સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા ખાસ અપીલ

    11 hours ago

    બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ જાહેરાત કરી છે કે જિલ્લામાં તમામ આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો અને સતત પુરવઠો ઉપલબ્ધ છે. તંત્રએ નાગરિકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. પેટ્રોલ-ડીઝલ, એલપીજી ગેસ, પીએનજી (પાઇપ્ડ નેચરલ ગેસ), ખાદ્ય અનાજ અને ખાતર સહિતની તમામ જરૂરી વસ્તુઓનો પૂરતો જથ્થો જિલ્લામાં ઉપલબ્ધ છે. હાલ કોઈ પ્રકારની અછત નથી. જિલ્લા વહીવટી તંત્ર પુરવઠા વ્યવસ્થા સુચારૂ રહે તે માટે તમામ સપ્લાય ચેઇન પર સતત નજર રાખી રહ્યું છે. સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને સ્ટોક, વિતરણ અને કિંમતોની નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે, જેથી જનતાને કોઈ તકલીફ ન પડે. જરૂર પડ્યે તાત્કાલિક પગલાં પણ લેવાય છે. નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ખોટી અફવાઓ, ભ્રામક માહિતી કે ફેક ન્યૂઝ પર વિશ્વાસ ન કરે. અફવાઓને કારણે ગભરાટ ન ફેલાય તે માટે સૌએ જવાબદારીપૂર્વક વર્તવું જરૂરી છે. ગભરાટમાં ખરીદી જેવી પરિસ્થિતિ ટાળવા માટે નાગરિકોને માત્ર પોતાની જરૂરિયાત મુજબ જ વસ્તુઓ ખરીદવા અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા વિનંતી કરાઈ છે. વહીવટી તંત્ર દ્વારા વેપારીઓ અને પુરવઠા સાથે સંકળાયેલા તમામ એકમોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ કોઈપણ પ્રકારની સંગ્રહખોરી, કાળાબજારી કે નિર્ધારિત ભાવ કરતાં વધુ કિંમતે વેચાણ ન કરે. આવા ગેરકાયદેસર કૃત્યો કરનારા સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ ઉપરાંત, નાગરિકોને કોઈપણ ફરિયાદ, સૂચન કે માહિતી આપવા માટે જિલ્લા કક્ષાએ કાર્યરત કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. જિલ્લા વહીવટી તંત્ર જનહિતને પ્રથમ પ્રાથમિકતા આપીને દરેક પરિસ્થિતિમાં જનતાને જરૂરી સહાયતા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    દુબઈમાં લાખોના પગારવાળી ડ્રાઈવરની નોકરી લેવામાં નડિયાદના યુવકો લૂંટાયા:એજન્ટે અમદાવાદથી મોકલ્યા, વિદેશ પહોંચતા જ પાસપોર્ટ જપ્ત; ગેસ્ટહાઉસમાં બે મહિના ગોંધી રાખ્યા
    Next Article
    મોરબી સિરામિકમાં ગેસના ભાવમાં મોટો તફાવત:એક કંપની ₹88, બીજી ₹52; ઉદ્યોગકારો ચિંતિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment