Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુબઈમાં લાખોના પગારવાળી ડ્રાઈવરની નોકરી લેવામાં નડિયાદના યુવકો લૂંટાયા:એજન્ટે અમદાવાદથી મોકલ્યા, વિદેશ પહોંચતા જ પાસપોર્ટ જપ્ત; ગેસ્ટહાઉસમાં બે મહિના ગોંધી રાખ્યા

    10 hours ago

    વિદેશમાં ડ્રાઈવરની નોકરી અપાવવાના લોભમાં લાખો રૂપિયા પડાવીને યુવકો સાથે છેતરપિંડી કરનાર ગેંગ સામે નડિયાદમાં ફરિયાદ નોંધાઈ છે. દુબઈમાં બાઈક રાઈડર તરીકે બે વર્ષના વર્ક વિઝા, મોટો પગાર, ફ્રી રહેવા-જમવા અને ટુ વ્હીલર લાયસન્સ આપવાની લાલચ આપી ‘ફાઇવટેક ઇન્ટરનેશનલ સર્વિસ’ કંપનીના આરોપીઓએ યુવકોના મૂળ પાસપોર્ટ જપ્ત કરી લીધા હતા અને ત્યાં પહોંચ્યા પછી કોઈ નોકરી આપ્યા વગર વધુ પૈસાની માંગણી કરી હતી. આ કેસમાં નડિયાદના 22 વર્ષીય સ્મિતરાજસિંહ ઝાલા સહિત બે યુવકોને 2.74 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા હતા. જેથી છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વર્ક વિઝા અને નોકરીમાં એક લાખથી વધુનો પગાર ઓફર કરાયો નડિયાદ ખાતે રહેતો 22 વર્ષીય સ્મિતરાજસિંહ ઝાલા છેતરપિંડીનો ભોગ બન્યો છે. સ્મિતરાજસિંહ ઝાલા પ્રાઇવેટ કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. જુલાઈ, 2025ના સોશિયલ મીડિયા ફેસબુકમાં ઇન્ટરનેશનલ કંપનીની એક એડ જોઈ હતી. જેમાં દુબઈ ખાતે નોકરી આપવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી. જેમાં બે વર્ષના વર્ક વિઝા, એક લાખથી વધુનો પગાર, રહેવાનું અને જમવાનું ફ્રી તેમજ UAEનું ટુ વ્હીલરનું લાયસન્સ પણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ ફરિયાદીએ જાહેરાત વિશે તેના મિત્ર કરણ સોલંકીએ વાત કરી હતી. પાસપોર્ટ જમા કરાવ્યા બાદ 30 દિવસમાં વિઝા આપવાની લાલચ આપી જેથી ફરિયાદી અને તેનો મિત્ર નવરંગપુરામાં આવેલી ફાઇવટેક ઇન્ટરનેશનલ ઓફિસ ખાતે રુબરુ આવ્યા હતા. જ્યાં હાજર રાહુલ ગુપ્તાએ તેની ઓળખ કંપનીના મેનેજર તરીકે આપી હતી. જ્યાં રાહુલ ગુપ્તાએ દુબઈ ખાતે બાઈક રાઇડર તરીકે જોબ કરવાની, બે વર્ષના વર્ક વિઝા ઉપર દુબઇ જવાની અને માસિક 5500 દિરહામ સેલેરી અને રહેવાનું અને જમવાનું ફ્રી આપવાની લાલચ આપી હતી. પાસપોર્ટ જમા કરાવ્યા બાદ 30 દિવસમાં વિઝા આપવાની લાલચ આપતા ફરિયાદી અને તેના મિત્રએ તૈયારી દર્શાવી હતી. એક વ્યક્તિ દીઠ 1.25 લાખ ચૂકવવા પણ રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું. જેથી યુવકોએ વિશ્વાસમાં આવીને તૈયારી દર્શાવતા રાહુલ ગુપ્તાએ જયપુરમાં આવેલી રિઝનલ હેડ ઓફિસમાં કૈલાસ મીણા સાથે વાત કરાવી હતી. હમઝા નામના વ્યક્તિએ બંને યુવકોના પાસપોર્ટ લઈ લીધા હતા જે બાદ ફરિયાદી અને તેના મિત્રએ વર્ક વિઝા પર દુબઈ જવાનું નક્કી કરી ઓરિજિનલ પાસપોર્ટ જમા કરાવી ફોર્મ પર કરી હતી. જે બાદ થોડા દિવસ વિઝા આવી ગયા હોવાનું કહી PDF મોકલી આપી પૈસા પડાવ્યા હતા. રાહુલ ગુપ્તા અમદાવાદથી દુબઇ પણ યુવકોને લઈ ગયો હતો. જ્યાં હમઝા નામના વ્યક્તિએ બંને યુવકોના પાસપોર્ટ લઈ લીધા હતા. જે બાદ કરાર પર જબરદસ્તી સહી કરાવીને ગેસ્ટ હાઉસમાં રાખીને જમવાનું પણ આપ્યું નહોતું. દુબઇમાં લાવીને 6 મહિના સુધી કોઈને પણ કામ ન અપાયું યુવકોને જ્યાં રાખવામાં આવ્યા હતા ત્યાં ભારતમાં અને બીજા દેશના લોકો પણ હતા. જ્યારે યુવકોએ તેમની સાથે વાતચીત કરી તો સામે આવ્યું હતું કે, દુબઇમાં લાવીને 6 મહિના સુધી કોઈને પણ કામ અપાતા નથી તેમજ જાહેરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની વાત કરવામાં આવી હતી, તે પણ કોઈને આપવામાં આવ્યું નહોતું. જે લોકો ત્યાં રહેતા હતા તેમણે એક જ દિવસ જમવાનું આપવામાં આવતું હતું. જે બાદ ફરિયાદી અને તેના મિત્રએ રીજનલ ઓફિસનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી તો ત્યાંથી પણ તેમને ઉડાવ જવાબ મળ્યો હતો. વિઝા પૂર્ણ થતા વ્હાઇટ પાસપોર્ટ કઢાવી ઇમરજન્સી સર્ટીફિકેટ મેળવી ભારત પરત આવ્યા જેથી ફરિયાદી અને તેના મિત્રએ ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કર્યો હતો. કંપનીના માણસોએ પાસપોર્ટ ન આપતા બે મહિના સુધી ફરિયાદી અને તેનો મિત્ર દુબઈમાં રોકાયા હતા. જે બાદ વિઝા પૂર્ણ થતા વ્હાઇટ પાસપોર્ટ કઢાવી ઇમરજન્સી સર્ટીફિકેટ મેળવી ભારત પરત આવ્યા હતા. જે બાદ છેતરપિંડી થઈ હોવાની રાહુલ ગુપ્તા, કૈલાસ મીણા અને ફાઇવટેક ઇન્ટરનેશનલ કંપની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    IPL 2026 Live Score, MI vs KKR LIVE Cricket Score: Toss and playing XI coming up from Mumbai
    Next Article
    બનાસકાંઠા જીવનજરૂરી ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:જિલ્લા વહીવટી તંત્રની સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા ખાસ અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment