Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'શ્રમિકો માટે 5 KGના સિલિન્ડરની વ્યવસ્થા કરાઈ':ગેસ સપ્લાય પર હર્ષ સંઘવીની સમીક્ષા બેઠક, કહ્યું- 'ભૂખ્યા કારીગરોને જમાડવા સુરતમાં 118 કોમ્યુનિટી કિચન કાર્યરત'

    15 hours ago

    મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ સંઘર્ષ અને વૈશ્વિક કટોકટીની પરિસ્થિતિને ધ્યાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સુરતના ICCC સેન્ટર ખાતે સુરત તેમજ અંકલેશ્વર, વાપી, ભરૂચ સહિતની દક્ષિણ ગુજરાતના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે કામદારો, ગેસ સપ્લાયને લગતા પ્રશ્નો બાબતે ઉચ્ચતરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઉદ્યોગ મંડળો અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ગેસ સપ્લાય અને કારીગરોની વ્યવસ્થાઓ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. ઝડપથી PNG કનેકશનો પૂરા પાડવા ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને ટકોર આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજયમાં હાલમાં ગેસ, પેટ્રોલ, ડિઝલ સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો પુરવઠો ઉપલબ્ધ છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ પુરવઠાની સપ્લાય કરવામાં આવી રહી છે. તેઓએ કહ્યું કે, જે સ્થળોએ PNG કનેકશન હોય અને લોકો LPGનો ઉપયોગ કરતા હોય તેઓને ઝડપથી PNG કનેકશનો આપવા માટે ગુજરાત ગેસ કંપનીની અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત ગેસ કંપનીની મેઈન લાઈનોની નજીકના સ્થળોને સત્વરે કનેકશનો પુરા પાડવા જણાવ્યું હતું. સરકારની ગાઈડલાઈન મુજબ ગેસ જથ્થાની સપ્લાયની વિગતો રજુ કરી આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહે ભારત સરકારની ગાઈડલાઈન મુજબ હાલમાં LPG ગેસ જથ્થાની ઘરેલુ, શૈક્ષણિક, હોસ્પિટલ, ઈન્ડસ્ટ્રીઝોને કરવામાં આવતી સપ્લાયની વિગતો રજુ કરી હતી. બેઠકમાં વિવિધ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓએ પોતાની રજુઆતો કરી હતી. બેઠકમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, MSMEના કમિશનર કે. સી. સંપથ, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી તથા વિવિધ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સૌ ઉદ્યોગ મંડળો સાથે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને તેમના ગેસ સપ્લાયના વિષયો હોય કે પછી કારીગરોની બીજી વ્યવસ્થાઓના વિષયો હોય, આ તમામ વિષયો પર ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચાઓ આજની બેઠકમાં કરવામાં આવી છે. કારીગરો માટે 5 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની વ્યવસ્થા ખાસ કરીને દક્ષિણ ગુજરાતના બધા જ ઉદ્યોગ મંડળોને હું આભાર માનવા માંગુ છું કે, પહેલાં 5-7 દિવસ જે કારણ વગરની અફવાઓના કારણે કોઈપણ કારીગરોમાં ડર પેદા ન થાય તે માટે તેમને તમામ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રિયલ કિચનની શરૂઆત કરવામાં આવી હતી અને એ જ ભંડારાઓ દ્વારા તમામ લોકોને ભોજન પણ પીરસવામાં આવી રહ્યું હતું. પાંડેસરા હોય, વાપી હોય કે અંકલેશ્વર હોય કે પછી દહેજ હોય આ બધી જ જગ્યા પર આપણા સૌ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિભિન્ન વ્યવસ્થાઓ માટેની તૈયારીઓ દર્શાવવામાં આવી હતી. તમામ કારીગરો માટે 5 કિલોગ્રામના જે ગેસ સિલિન્ડરની વ્યવસ્થાઓ છે તે પણ પૂરતા પ્રમાણમાં તમામ ક્ષેત્રમાં કરવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નથી. ગેસ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝને કઈ રીતે સપ્લાય મળી રહ્યો છે? ભવિષ્યની અંદર કઈ કઈ રીતે એમને વિભિન્ન પ્રકારે પોતપોતાની ઇન્ડસ્ટ્રીઝની અંદર કોઈ પણ તકલીફ ન પડે તે માટેની આ વ્યવસ્થાઓ બેઠક કરવામાં આવી હતી. કોઈપણ પ્રકારની ભ્રામક વાતોની અંદર કોઈએ આવવાનું નથી તમામ વેપારીઓને પણ ગમે એવી નાની-મોટી જે કંઈ પણ મુશ્કેલી હતી, એ મુશ્કેલીઓ પણ બેઠકમાં જ દૂર કરવામાં આવી અને સાથે સાથે કોઈપણ પ્રકારની ભ્રામક વાતોની અંદર કોઈએ આવવાનું નથી. કોઈ અફવાઓમાં, કોઈપણ વ્યક્તિ તમને કોઈ ખોટા મેસેજ ફોરવર્ડ કરે છે તો સરકારી વિભાગ જોડે તમારે ટેલી કરવાનું છે. કોઈપણ વ્યક્તિ આ પ્રકારની કોઈ માહિતી આવીને માહિતીને સમજ્યા વગર જો એકબીજાને ફોરવર્ડ કરશે, કોઈપણ અફવા ફેલાવવામાં ભાગ બનશે તો તેઓ પર પણ ખૂબ જ ગંભીરતાપૂર્વક ગુનો દાખલ કરવામાં આવશે. કાળાબજારી કરતાં લોકો પર પણ વોચ રાખવામાં આવી રહી છે છેલ્લા અનેક દિવસોમાં ગુજરાતના ખૂણેખૂણેથી કાળાબજારી કરનાર લોકો ઉપર કડક પગલાં ભરવામાં આવ્યા છે અને હાલમાં પણ દરેક જિલ્લાઓમાં અલગ-અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે. આ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપે, આ પ્રકારની અફવા ફેલાવનાર લોકો પર, ગમે તે હોય તેના પર સીધે સીધું એક્શન લઈને એની ઉપર કડક પગલાં ભરવામાં આવે, જેથી કોઈ સામાન્ય નાગરિક એમની અફવાઓનો શિકાર ન બને. અને આ જ પ્રકારે એ અલગ-અલગ ટુકડીઓ દ્વારા આ કાળાબજારી કરતાં લોકો ઉપર પણ વોચ રાખવામાં આવી રહી છે. નાગરિકો જોડે સીધા સંપર્કમાં રહી રહ્યા છે, જેથી કોઈ ગેસની બોટલ હોય, પેટ્રોલ-ડીઝલનો કોઈ જથ્થો હોય કે પછી કોઈપણ પ્રકારની બીજી જીવનજરૂરિયાત વસ્તુઓને કોઈપણ પ્રકારે જો કોઈ કાળાબજારી કરતું હશે તો એની ઉપર ધ્યાન રાખવા માટે તમામ જિલ્લા, તમામ શહેરોમાં અલગ-અલગ વિભાગોની જોડે મળીને એક અલગ-અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે. જેની માત્રને માત્ર કામગીરી આ કાળાબજારીઓ ઉપર ધ્યાન રાખવાનું રહેશે. કોમ્યુનિટી કિચનની મદદથી અન્ય રાજ્યથી આવેલા લોકો માટે ભોજનની વ્યવસ્થા સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીઝ અને સરકાર સાથે મળીને કામગીરી કરી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીઝને સહયોગી તમામ જિલ્લાઓની અંદર જે કલેક્ટર છે, એમની કમિટી છે, એમનો સહયોગ ઇન્ડસ્ટ્રીઝને મળી રહ્યો છે એવું ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જાણકારી આપવામાં આવી અને ખૂબ સારી વાત એ કહેવાય કે, ગુજરાત એ દેશનું રોલ મોડલ છે. આપણા બધા જ વેપારીઓ, બધી જ ઇન્ડસ્ટ્રીઝ, એમને અભિનંદન એટલે આપવા પડે કે સામાન્ય જેવી તકલીફની હજી શરૂઆત થાય તે પહેલાં, તેમને કોમ્યુનિટી કિચન એટલે કે સામાજિક સંસ્થાઓ દ્વારા આપણી જોડે રહીને વર્ષોથી કામ કરતા અને અન્ય રાજ્યથી આવેલા આપણી જ વચ્ચેના આપણા પરિવારો માટે તાત્કાલિક ભોજનની વ્યવસ્થાઓ ચાલુ કરી દેવામાં આવી. આગામી દિવસોના સારા પ્લાનિંગ માટે સંકલન બેઠક યોજાઈ હતી આપણે ખાસ કરીને સુરત અને આસપાસના વિસ્તારોમાં આવા 118 જેટલા કોમ્યુનિટી કિચન ચાલુ કરવામાં આવ્યા છે. ઇન્ડસ્ટ્રિયલ કેન્ટીન છે અને ઇન્ડસ્ટ્રિયલ કેન્ટીનની અંદર ગેસનો પૂરતા પ્રમાણમાં કેવી રીતે જથ્થો મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો ખાસ કરીને આપણા ત્યાં કોઈપણ પ્રકારની તકલીફ હાલમાં પણ નથી અને આવનારા દિવસોમાં પણ કોઈપણ પ્રકારની તકલીફ આ બાબતે નથી પડવાની. જેથી, ઇન્ડસ્ટ્રીઝ પોતપોતાના વર્કર્સ જોડે મળીને આવનારા દિવસોનું પ્લાનિંગ સારી રીતે કરી શકે તે માટેની આ એક સંકલન બેઠક હતી. મીટિંગમાં ખાસ કરીને ગેસ અને ગેસની અછતના મુદ્દાઓ પર ચર્ચા થઈ નિખિલ મદ્રાસી (પ્રમુખ, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, સુરત) એ જણાવ્યું હતું કે, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવી અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથેની મીટિંગમાં ખાસ કરીને ગેસ અને ગેસની અછતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સરકારે લગભગ બધી જ માંગણીઓ સ્વીકારી લીધી છે અને ગરીબ વર્ગને, ખાસ કરીને કારીગર વર્ગ હિજરત નહીં કરી જાય, એ માટેના તમામ પગલાઓ લેવા માટેની ખાતરી આપી છે. અમારી હાજરીની અંદર જ સરકારના તમામ વિભાગોને અને અધિકારીઓને એ સંદર્ભે સૂચના પણ આપી દેવામાં આવી છે. ગેસ ઉપરાંત જેટલા પણ વૈકલ્પિક ઇંધણ ઉપલબ્ધ છે, એ વૈકલ્પિક ઇંધણો કઈ રીતે ઝડપથી ઉદ્યોગને પ્રાપ્ત થઈ શકે તે માટેની સૂચનાઓ પણ અપાઈ છે. ઓવરઓલ જોવા જઈએ તો આ મીટિંગની અંદર આવનારા દિવસોમાં ઉદ્યોગના સંદર્ભના ઘણા બધા પ્રશ્નો ગેસના ચોક્કસ જ સમેટાઈ જશે. અમે જે કેટલાક બીજા પ્રશ્નો રજૂ કર્યા છે, એ અમે આવેદનપત્ર દ્વારા આપી દીધા છે, જેને કારણે આખી જે ઓવરઓલ પરિસ્થિતિ ઊભી થઈ છે, તે ઓવરઓલ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ઉદ્યોગોને શું મદદરૂપ થઈ શકે અને રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને પણ કેટલીક માંગણીઓ અમે મૂકી છે, જેનો પણ હકારાત્મક પ્રતિસાદ અમને સાંપડ્યો છે. કલેકટર અને તમામ સ્ટાફને પણ અહીંયા બોલાવ્યા હતા અશોક જીરાવાલા (વાઈસ પ્રેસિડેન્ટ SGCCI અને પ્રેસિડેન્ટ ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન) એ જણાવ્યું હતું કે, આજે જે ડેપ્યુટી સીએમ સાથે અમારી મુલાકાત હતી, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની તમામ ઈન્ડસ્ટ્રીઝને તેમણે બોલાવ્યા હતા કે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, યુદ્ધની અંદર તમારે શું પ્રોબ્લેમ થઈ રહ્યા છે, ઘરેલુ ઇન્ડસ્ટ્રીઝને શું મુશ્કેલી આવી રહી છે એનું નિરાકરણ કરવા માટે અને એની વાતો સાંભળવા માટે, ખાસ કરીને પીડા સાંભળવા માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને એમની સાથે કલેકટર અને તમામ સ્ટાફને પણ પુરવઠા અધિકારીઓ તમામ ને અહીંયા બોલાવેલા હતા. 5 કિલોના બાટલાઓ છે એ તમારે શ્રમજીવી જે વર્કરો છે એમને પ્રોવાઈડ કરવાની વાત કરી અમારી જે રજૂઆત હતી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ જે આખા દેશની અંદર સૌથી મોટી વધારેમાં વધારે રોજગારી આપતી ઇન્ડસ્ટ્રી એટલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને અત્યારે જે પ્રોબ્લેમ છે એ ખાસ કરીને જ્યારે મજૂરો પલાયન થઈ રહ્યા છે. મતલબ મજૂરો જતા રહી રહ્યા છે એમના પોતાના વતનમાં ગેસને લઈને, એની માટેની ખાસ અમારી રજૂઆત હતી. તો એ રજૂઆતને ડેપ્યુટી CMએ અમારી વાતને સાંભળી છે અને એને નિરાકરણ કરવા માટે ત્યાં ને ત્યાં અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે કે, જે 5 કિલોના બાટલાઓ છે એ તમારે શ્રમજીવી જે વર્કરો છે એમને પ્રોવાઈડ કરવાની વાત કરી છે. કલેક્ટરને પણ કહેવડાવવામાં આવ્યું છે અને બાકીની જે વાત છે ખાસ કરીને અત્યારે જે ઇન્ડસ્ટ્રીઝ મુશ્કેલી અનુભવી રહી છે એમાંથી કેવી રીતે બહાર નીકળવું છે, તો એમણે જ્યાં તકલીફ હશે ત્યાં સરકાર અને અધિકારીઓ તમામે તમામ તમારી સાથે ઉભા રહેશે. કારણ કે જે પરિસ્થિતિ અત્યારે યુદ્ધની છે એની અંદર ધીરે ધીરે થાળે પડતા થોડીક વાર લાગશે, પણ ગભરાવાની જરૂર નથી સરકાર તમારી સાથે છે એવું આશ્વાસન આપ્યું છે અને હું એવું માનું છું કે, જે રીતે વાત થઈ છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક બાટલા મળવાના શરૂ થયા છે. કોઈ જાતનો કૃત્રિમ ભાવવધારો નહીં કરવાની પણ જાહેરાત કરી અમે વાત કરી હતી કાળાબજારની તો કાળાબજારને રોકવા માટેનો પણ એ લોકોએ સખત કાર્યવાહી કરવા માટેનું પણ આહવાન કર્યું છે. ક્યાંય પણ સાંખી લેવામાં નહીં આવે, કોઈ જાતનો કૃત્રિમ ભાવવધારો નહીં કરવાની પણ જાહેરાત કરી છે. હું એવું માનું છું કે આ વાતને લઈને આખી ઇન્ડસ્ટ્રીઝમાં એક આશ્વાસન મળ્યું છે. અને હું એવું માનું છું કે હવે જે બાટલા જે ઘટ હતી, અમે તો એવી વાત કરી હતી કે ઇન્ડસ્ટ્રીયલ જે સબસિડીના બાટલા છે એની જગ્યાએ કદાચ કોમર્શિયલ પણ મળી જશે, પણ 5 કિલોના બાટલા મળે જેથી કરીને એમના ફેમિલીને ઘરે લઈ જઈને પણ રસોઈ બનાવી શકે અને રોકાઈ શકે. 5 કિલોના ગેસના સિલિન્ડર મોટા પ્રમાણમાં છૂટથી મળે એનું પ્લાનિંગ કરી રહ્યો છું જીતુભાઈ વખારિયા (પ્રેસિડેન્ટ, સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન) એ જણાવ્યું હતું કે, આજે ગુજરાત રાજ્યના ઉપમંત્રી અને આપણા સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ આજે ઉદ્યોગોને સામે બોલાવીને એમના પ્રશ્નો પૂછીને ઘણા બધા પ્રશ્નોનો અમને ઓન-ધ-સ્પોટ સપોઝ કે જે કારીગરોને ગેસ નથી મળતો તે એમને પહેલેથી જ કહી દીધું કે હું 5 કિલોના ગેસના સિલિન્ડર મોટા પ્રમાણમાં છૂટથી મળે એનું પ્લાનિંગ કરી રહ્યો છું અને બે-ચાર દિવસમાં, પાંચ દિવસમાં તમને એનું રિઝલ્ટ પરિણામ જોવા મળશે. બીજા ઇન્ડસ્ટ્રીના જે કોલસાના ઇસ્યુ છે, પછી બીજા કોઈ પણ નાના-મોટા ઇસ્યુ છે એ તમામ એમને શાંતિથી સાંભળીને ને સ્પષ્ટ રીતે એમને ત્યાં જ સાથે જ એમના ઉદ્યોગ સેક્રેટરી, એમના ઓફિસના બધા નીચેના સ્ટાફને બોલાવીને ઈમીડિએટ એમને બધાને આ ઇન્સ્ટ્રક્શન આપી દીધેલી છે. અને જે રીતે એમને પ્રશ્નોના હલ કર્યા છે તેથી જે ગઈકાલ સુધી કે આજે સવાર સુધી અમે જે ટેન્શનમાં જીવતા હતા એની જગ્યાએ એમને બિલકુલ ટેન્શન મુક્ત કરીને અમને બધી ખાતરી આપેલી છે. જે ઉદ્યોગોમાં મોટી સમસ્યાઓ હતી એ સમસ્યાના પણ એમને તરત જ સમાધાન બધા બતાવીને તે રસ્તે ચાલવાનું કહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી સિરામિકમાં ગેસના ભાવમાં મોટો તફાવત:એક કંપની ₹88, બીજી ₹52; ઉદ્યોગકારો ચિંતિત
    Next Article
    Iran War Updates LIVE | ટ્રમ્પ અમેરિકામાં જ ફસાયા? વિશ્વ પર ભારે સંકટ? | USA | Saudi Arabia | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment