Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જડતર કામના બહાને સી.જી. રોડના જ્વેલર સાથે ₹87.81 લાખની ઠગાઈ:નવા વાડજના સોની દંપતી સહિત 3 વેપારી દાગીના પચાવી રાતોરાત દુકાન ખાલી કરી ફરાર

    8 hours ago

    અમદાવાદના પંચવટી સી.જી. રોડ પર જ્વેલરીનો શોરૂમ ધરાવતા વેપારીનો વિશ્વાસ જીતીને નવા વાડજ વિસ્તારમાં એસ.એસ. ઓર્નામેન્ટ્સ નામની દુકાન ચલાવતા ત્રણ ઠગોએ રૂ. 87.81 લાખની કિંમતના 646.470 ગ્રામ વજનના 17 સોનાના દાગીના પચાવી પાડ્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. જડતર કામ કરવાના બહાને દાગીના મેળવ્યા બાદ સોની દંપતી અને તેમનો ભાગીદાર રાતોરાત ભાડાની દુકાન ખાલી કરીને ફરાર થઈ ગયા છે. આ મામલે પીડિત વેપારીએ વાડજ પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પ્રારંભમાં વિશ્વાસ કેળવ્યા બાદ 17 સોનાના સેટ ચાઉં કરી ગયા પ્રહલાદનગરમાં રહેતા અને સી.જી. રોડ પર 'લબ્ધી ઓર્નામેન્ટ્સ' ધરાવતા સંજય શાહે પોતાના દાગીનામાં જડતર કામ કરાવવા માટે નવા વાડજના દિપેન અશોકભાઈ સોની, તેમના પત્ની ખુશ્બુ સોની અને ભાગીદાર પાર્થ જીગ્નેશભાઈ સોનીનો સંપર્ક કર્યો હતો. ડિસેમ્બર 2025માં પ્રથમ 3 સેટનું કામ સમયસર પૂરું કરીને આરોપીઓએ વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ 22 ડિસેમ્બર 2025ના રોજ સંજયભાઈએ ₹87.81 લાખની કિંમતના 17 સોનાના સેટ અને બુટ્ટી જડતર માટે આપ્યા હતા, જેની પહોંચ ખુશ્બુ સોનીએ આપી હતી. દુકાન અને ઘર ખાલી કરી આરોપીઓ રફુચક્કર થયા 24 ડિસેમ્બર, 2025ના રોજ કારીગરે દાગીના પરત માગતાં દિપેને રાત્રે 10 વાગ્યે આવવાનું કહ્યું હતું, પરંતુ ત્યારબાદ તેના સહિત ત્રણેયના મોબાઈલ નંબર સ્વીચ ઓફ થઈ ગયા હતા. બીજે દિવસે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે આરોપીઓ આગલી રાત્રે જ ભાડાની દુકાન ખાલી કરીને ભાગી ગયા હતા. ન્યુ રાણીપ ખાતેના તેમના રહેઠાણે તપાસ કરતાં ઘર પણ બંધ મળી આવ્યું હતું. આખરે પોતાની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ થઈ હોવાનું જણાતાં સંજયભાઈએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની સઘન તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગટરમાં ખાબકેલી બાળકીની 20 કલાકથી કોઈ ભાળ નહીં:સાબરમતી નદી અને ગટરના મેનહોલમાં ફાયર બ્રિગેડની શોધખોળ, ડ્રેનેજના ઢાંકણા નાખવાની પણ કામગીરી
    Next Article
    રૂપિયાની લેતીદેતીમાં માર માર્યો:જમાલપુરમાં 14 લાખની વસુલાત માટે વેપારીનું અપહરણ કરી 8 શખ્સોએ તલવાર અને દંડાથી હુમલો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment