Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂપિયાની લેતીદેતીમાં માર માર્યો:જમાલપુરમાં 14 લાખની વસુલાત માટે વેપારીનું અપહરણ કરી 8 શખ્સોએ તલવાર અને દંડાથી હુમલો કર્યો

    7 hours ago

    દાણીલીમડામાં રહેતા વેપારીનું રૂ. 27 હજારના લેણા સામે રૂ. 14 લાખ માંગી 8 શખ્સોએ અપહરણ કરીને તલવાર અને દંડાથી હુમલો કર્યો હતો. આ અંગે વેપારીએ 8 શખ્સો સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દાણીલીમડા વિસ્તારમાં રહેતા સાજિદભાઈ સોજતવાલા કાપડ પ્રિન્ટિંગનો ધંધો કરે છે. ગત 9 ઓક્ટોબરે રાત્રે પોતાની ફેક્ટરી સિમરન ફેશન પરથી એક્ટિવા લઈને પથ્થરવાળી મસ્જિદ ખાતે એક બેસણામાં જઈ રહ્યા હતા. તે દરમિયાન રોહાન ઉર્ફે રોમાન ઝુલફીકાર શેખ નામનો શખ્સ તેમની પાસે આવ્યો હતો અને સામે એક ભાઈ બોલાવે છે તેમ કહી તેમને સાથે લઈ ગયો હતો. ત્યાં ઊભેલી બ્લુ કલરની ફોર-વ્હીલર ગાડીમાંથી ઉતરેલા અજાણ્યા શખ્સોએ સાજિદભાઈનું અપહરણ કરીને ગાડીમાં બેસાડી દીધા હતા. અજાણ્યા શખ્સે તલવારથી હુમલો કર્યો ત્યાર બાદ તેનો મોબાઈલ લઈ માર માર્યો હતો. જ્યાંથી સાજિદભાઈને ગોળલીમડામાં આવેલી અલ્માસ શેખની ટાયગર પોઈન્ટ નામના સ્થળે લઈ જવામાં આવ્યા અને ત્યાં અલ્માસ શેખે સાજિદભાઈને કહ્યું કે, તારે મનીષ મુંજાણીને સીલાઈ કામના રૂ.14 લાખ આપવાના નીકળે છે તે આપી દેજે, નહીં તો તને જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. સાજિદભાઈએ કહ્યું કે મારે મનીષભાઈને માત્ર રૂ.27 હજાર આપવાના થાય છે. ત્યારે અલ્માસે ઉશ્કેરાઈને ગાળો આપી બેઝબોલનો દંડાથી માર માર્યો હતો. આટલું જ નહીં અજાણ્યા શખ્સે તલવારથી હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાસ્થળે બહાર ઊભેલા મનીષ મુંજાણીએ અંદર આવી સાજિદભાઈને લાફા ઝીંકીને પૈસા નહીં આપે તો પગ તોડી નાખીશ તેવી ધમકી આપી હતી. દરમિયાન સાજિદભાઈના નાના ભાઈઓ અસ્ફાક અને મોહશીન ત્યાં આવી પહોંચતા તમામ આરોપીઓ ભાગી ગયા હતા. તેમજ વેપારીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અંગે સાજિદભાઈએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં મનીષ મુંજાણી, અલ્માસ શેખ, અલ્માસની બીજી પત્ની, રોહાન તથા અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    જડતર કામના બહાને સી.જી. રોડના જ્વેલર સાથે ₹87.81 લાખની ઠગાઈ:નવા વાડજના સોની દંપતી સહિત 3 વેપારી દાગીના પચાવી રાતોરાત દુકાન ખાલી કરી ફરાર
    Next Article
    પારનેરા ડુંગર પર હજારો ભક્તો ઉમટ્યા:પ્રથમ નોરતે વલસાડના ઐતિહાસિક ડુંગર પર કુળદેવી ચામુંડા અને મહાકાળી માતાના દર્શન માટે ભીડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment