Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારનેરા ડુંગર પર હજારો ભક્તો ઉમટ્યા:પ્રથમ નોરતે વલસાડના ઐતિહાસિક ડુંગર પર કુળદેવી ચામુંડા અને મહાકાળી માતાના દર્શન માટે ભીડ

    7 hours ago

    વલસાડ તાલુકાના ઐતિહાસિક પારનેરા ડુંગર પર આસો નવરાત્રીના પહેલા દિવસથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. રવિવારે નવરાત્રી શરૂ થતાં જ વલસાડ શહેર, ગામડાઓ અને જિલ્લા બહારથી હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. આસો નવરાત્રીના પહેલા રવિવારે વહેલી સવારે 4 વાગ્યાથી જ ભક્તો પારનેરા ડુંગર પર આવવા લાગ્યા હતા. સવારની 6:20 અને 8:00 વાગ્યાની આરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બપોરની ગરમીમાં પણ ભક્તોનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. વલસાડ ઉપરાંત વાપી, મુંબઈ અને સુરત જેવા મોટા શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો કુળદેવીના દર્શન કરવા આવ્યા હતા. પારનેરા ડુંગર પર ત્રિમુખી સ્વરૂપે બિરાજમાન ચંડી ચામુંડા માતાજી અને પથ્થરની ગુફામાં સ્વયંભૂ પ્રગટ મહાકાળી માતાનું મંદિર છે, જે અનેક પરિવારોની કુળદેવી છે. સ્થાનિક ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું કે ડુંગર પર વિકાસ માટે સાડા ત્રણ કરોડ રૂપિયાની યોજના મંજૂર થઈ છે, જેનું ટેન્ડરિંગ પૂરું થઈ ગયું છે. અગાઉ પણ સવા બે કરોડ રૂપિયાના વિકાસ કામો પૂરા થયા છે. પારનેરા મંદિર ટ્રસ્ટના તેજશ કનોજિયાએ ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને સારી વ્યવસ્થા ગોઠવવાની વાત કરી.
    Click here to Read More
    Previous Article
    રૂપિયાની લેતીદેતીમાં માર માર્યો:જમાલપુરમાં 14 લાખની વસુલાત માટે વેપારીનું અપહરણ કરી 8 શખ્સોએ તલવાર અને દંડાથી હુમલો કર્યો
    Next Article
    How Finland Became the Happiest Country in the World

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment