Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના વેસુમાં જાણીતા યુરોલોજિસ્ટ ડૉક્ટરની કરતૂત:ડાયમંડ બિઝનેસમેનની ₹8.60 કરોડની 10 દુકાનો પચાવી પાડી, ₹2 કરોડનું ભાડું ચાંઉ કરી એટ્રોસિટીની ધમકી આપતાં ડો. સુબોધ કાંબલેની ધરપકડ

    7 hours ago

    સુરતના પોશ વિસ્તાર ગણાતા વેસુમાં મુંબઈના ડાયમંડ બિઝનેસમેનની કરોડો રૂપિયાની કિંમતી દુકાનો હોસ્પિટલ ચલાવવાના બહાને ભાડે રાખી બાદમાં પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો છે. જાણીતા યુરોલોજિસ્ટ ડોક્ટર સુબોધ રામચંદ્ર કાંબલેએ હોસ્પિટલના નામે ₹2 કરોડથી વધુનું ભાડું ન ચૂકવી મિલકત પર ગેરકાયદે કબજો જમાવી રાખ્યો હતો અને ભાડું માંગવા ગયેલા મૂળ માલિકને એટ્રોસિટીના ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. આ ચકચારી મામલે કલેક્ટર કમિટી અને પોલીસ કમિશનરની સત્તાવાર મંજૂરી મળતાં જ વેસુ પોલીસે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી ડોક્ટરની ધરપકડ કરી લીધી છે. વ્હાઈટ હાઉસ બિલ્ડિંગમાં 15 વર્ષ માટે લીઝ એગ્રીમેન્ટ મુંબઈના કંબલા હિલ વિસ્તારમાં રહેતા અને જાણીતા ડાયમંડ બિઝનેસમેન 51 વર્ષીય સંજયભાઈ શાહે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓએ વર્ષ 2018માં વેસુ-ભરથાણા ખાતે આવેલી વ્હાઈટ હાઉસ નામની ઔદ્યોગિક ઇમારતમાં પહેલા માળે 6 દુકાનો અને ત્રીજા માળે 4 દુકાનો મળી કુલ 7,178 ચોરસ ફૂટની કિંમતી મિલકત ખરીદી હતી, જેની વર્તમાન બજાર કિંમત આશરે ₹8.60 કરોડ થાય છે. આ પ્રોપર્ટી તેમણે તા. 15/12/2022ના રોજ આપ્રિકોર્પ હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ્ડ ડિરેક્ટર ડોક્ટર સુબોધ રામચંદ્ર કાંબલે (રહે. વાસ્તુ લક્ઝરીયા, ડુમસ રોડ, સુરત)ને અદ્યતન હોસ્પિટલ શરૂ કરવાના હેતુસર 15 વર્ષ માટે લીઝ પર આપી હતી, જે અંગે સબ-રજીસ્ટ્રાર કચેરીમાં વિધિવત્ રજિસ્ટર્ડ દસ્તાવેજ પણ કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર-2023 પછી એકપણ રૂપિયો ન ચૂકવ્યો, ₹2 કરોડનું ભાડું ચડી ગયું રજિસ્ટર્ડ કરાર મુજબ આરોપી ડોક્ટરે દર મહિનાની 1 થી 10 તારીખ વચ્ચે નિયમિત ₹3,58,900 માસિક ભાડું ચૂકવવાનું હતું અને દર વર્ષે તેમાં 5% નો વાર્ષિક વધારો નક્કી કરાયો હતો. કરારમાં સ્પષ્ટ શરત હતી કે જો સતત 2 મહિના સુધી ભાડું નહીં ચૂકવાય તો લીઝ કરાર આપોઆપ રદ બાતલ ગણાશે. આરોપીએ શરૂઆતના કેટલાક મહિના નિયમિત ભાડું આપ્યું હતું, પરંતુ સપ્ટેમ્બર-2023 બાદ અચાનક ભાડું આપવાનું સદંતર બંધ કરી દીધું હતું. માલિકે વારંવાર ટેલિફોનિક અને રૂબરૂ ઉઘરાણી કરવા છતાં ડોક્ટર માત્ર વાયદાઓ જ કરતો રહ્યો હતો. પરિણામે ઓક્ટોબર-2023 થી ઓગસ્ટ-2026 સુધીનું વ્યાજ અને જીએસટી સહિત કુલ ₹2,00,99,388 જેટલું તોતિંગ ભાડું બાકી નીકળવા છતાં તેણે એક નવો રૂપિયો પણ ચૂકવ્યો નહોતો. ભાડું માંગતાં જ વેપારીને એટ્રોસિટી કેસમાં ફસાવવાની ધમકી આપી કરારની સ્પષ્ટ જોગવાઈ મુજબ 2 મહિનાથી વધુ સમયનું ભાડું ચડી જતાં લીઝ આપોઆપ રદ થઈ ચૂકી હોવાથી અને વકીલ મારફતે કાનૂની નોટિસ પાઠવવા છતાં આરોપી ડોક્ટર સુબોધ કાંબલેએ દુકાનોનો ગેરકાયદે કબજો ખાલી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, વેપારી જ્યારે પોતાની કરોડોની મિલકતનો કબજો પરત લેવા અને ભાડાની પઠાણી ઉઘરાણી કરવા ગયા ત્યારે ડોક્ટરે તેમને જાહેરમાં અપમાનિત કરી તેમની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ખોટો કેસ દાખલ કરાવી જેલભેગા કરવાની અને સામાજિક રીતે બદનામ કરવાની ખુલ્લી ધાકધમકી આપી હતી. કલેક્ટરની સ્પેશિયલ કમિટીની મંજૂરી બાદ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો મિલકત પચાવી પાડવાના ગુનાહિત ઈરાદાથી આખું ષડયંત્ર રચાયું હોવાની ખાતરી થતાં માલિક સંજયભાઈ શાહે સુરત જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા લેખિત અરજી કરી હતી. કલેક્ટરની અધ્યક્ષતાવાળી સમિતિમાં અરજીની ગહન ચકાસણી બાદ કેસ સાચો જણાતાં અને પોલીસ કમિશનરની સત્તાવાર મંજૂરી મળતાં જ વેસુ પોલીસે આરોપી ડોક્ટર સુબોધ કાંબલે વિરુદ્ધ BNS તેમજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સમગ્ર કેસની ઊંડાણપૂર્વકની તપાસ ઉચ્ચ કક્ષાએ એસીપી વિજય મલ્હોત્રાને સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદીઓ ખાસ વાંચજો:ગણેશ વિસર્જને બપોરે 1 વાગ્યાથી રિવરફ્રન્ટ સહિતના મુખ્ય માર્ગો બંધ, પોલીસ કમિશનરે જાહેર કર્યા વૈકલ્પિક રૂટ્સ અને નો-પાર્કિંગ ઝોન
    Next Article
    હજારો વાહનચાલકો હાલાકી ભોગવશે:રાજકોટનો હરિહર ચોક ખુલ્યો ત્યાં હવે કસ્તુરબા રોડ બંધ થશે ! વૈકલ્પિક માર્ગો જાહેર; રાજકોટ જિલ્લામાં ડેમ સાઈડ પર ઓછો વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment