Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ મનપાના વોર્ડ નં.1ના સરગવાડા ગામે હાલાકી:વિકાસના દાવા પોકળ સાબિત થયા, રસ્તાઓ અતિ બિસ્માર

    1 day ago

    જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 1ના સરગવાડા ગામમાં "કરોડો રૂપિયાના વિકાસ" ના દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત રહ્યા હોવાનું સામે આવ્યું છે. સરકાર દ્વારા વિકાસ કામો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં, અહીંના રહીશો વર્ષોથી પાયાની અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. ભૂગર્ભ ગટરનું કામ શરૂ થયું ત્યારથી રસ્તાઓની હાલત અતિશય બિસ્માર બની ગઈ છે. દોઢ કિલોમીટરનો મુખ્ય માર્ગ ખાડાઓથી ભરાઈ ગયો સરગવાડા ગામથી હાઇવે સુધી જોડતો અંદાજે દોઢ કિલોમીટર લાંબો મુખ્ય રસ્તો અત્યંત દયનીય સ્થિતિમાં છે. આખા રસ્તા પર મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે. ધોરાજી બાયપાસ બન્યા બાદ આ વિસ્તારમાં ડ્રાઇવિંગ ઝોન શરૂ થયો છે અને ભારે વાહનોની સતત અવરજવર વધી છે, જેના કારણે આ માર્ગ સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યો છે. રસ્તા પર ઉડતી ધૂળ અને કાદવ-કીચડના કારણે વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. દર્દીઓને લઈ જવા રિક્ષાવાળાઓ પણ ના પાડે છે છેલ્લા 25 વર્ષથી આ વોર્ડમાં રહેતા સ્થાનિક રહીશ અંશુભાઈ કાપડિયાએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, અહીંની હાલત જોઈને ક્યારેય એવું લાગતું નથી કે આ મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 1 છે. ચૂંટણી ટાણે નેતાઓ માત્ર મીઠી વાતો કરવા આવે છે પરંતુ ત્યારબાદ કોઈ ડોકિયું કરવા પણ આવતું નથી. ગામમાંથી જો કોઈ બીમાર દર્દીને જૂનાગઢ હોસ્પિટલ લઈ જવો હોય તો રિક્ષાવાળાઓ પણ ખાડાઓને કારણે ભાડું આવવાની ના પાડી દે છે. ચોમાસામાં ટુ-વ્હીલર પર દર્દીને લઈ જવું જીવલેણ અને જોખમી બની રહે છે. તેમણે માંગ કરી છે કે વહેલી તકે રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવે, અન્યથા તેઓ કલેક્ટર અને ગાંધીનગર સુધી લેખિત રજૂઆત કરવા તૈયાર છે. "વેરા લઈએ છે પણ સુવિધા ઝીરો" રિક્ષા એસોસિએશનના પ્રમુખ સતીષભાઈ રબારીએ જણાવ્યું હતું કે, સરગવાડા વિસ્તાર મનપામાં ભળ્યાને બે દાયકાથી (20 વર્ષથી) વધુ સમય વીતી ગયો છે, છતાં અહીં કોઈ નોંધપાત્ર વિકાસ થયો નથી. લોકો પાસેથી રોડ ટેક્સ અને તમામ વેરા નિયમિત વસૂલવામાં આવે છે, છતાં રસ્તાઓની હાલત અતિશય દયનીય છે. કોઈપણ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્રએ તાત્કાલિક જાગીને રસ્તાનું કામ શરૂ કરવું જોઈએ. "અમને ગ્રામ પંચાયત પાછી આપો..." અન્ય એક સ્થાનિક પિયુષ બોરીચાએ ઉમેર્યું હતું કે ખાડાઓના કારણે નાના બાળકોને શાળાએ જવામાં અને નોકરી-ધંધાર્થે જતા લોકોને રોજ ભારે મુશ્કેલી પડે છે. જૂનાગઢ મનપા માત્ર કાગળ પર ખાડાનગરી સમાન છે. જો મનપા આ વિસ્તારને રોડ-રસ્તા અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી ન પાડી શકતી હોય, તો સરગવાડા ગામને ફરીથી 'ગ્રામ પંચાયત' નો દરજ્જો પાછો આપી દેવો જોઈએ જેથી ગામના લોકો પોતાના વિકાસના કાર્યો જાતે જ કરી શકે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીના જાહેર સેવામાં 25 વર્ષ પૂર્ણ:લુણાવાડામાં 'સેવા જ્યોતિ યાત્રા' કાર્યક્રમ યોજાયો, મંત્રી પી.સી. બરંડા હાજર રહ્યા
    Next Article
    કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરનું નિધન:અમરેલીમાં અંતિમયાત્રા નીકળી, રાજકીય ક્ષેત્ર ઉપરાંત વિવિધ સહકારી સંસ્થાઓમાં પણ સેવા આપી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment