Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા મનપાની કચરાગાડીમાં કચરાને બદલે નીકળ્યો દેશી દારુ!:ડિવાઈડર કૂદી સામેથી આવતી કારને મારી જોરદાર ટક્કર, એક્સિડન્ટ બાદ ડ્રાઈવર રોડ પર બેભાન

    16 hours ago

    સંસ્કારી નગરી વડોદરામાં રવિવારની સવારે એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. શહેરના ગોત્રી-સેવાસી રોડ પર વડોદરા મહાનગરપાલિકા (VMC) ની ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરતી એક ગાડીએ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે સામેથી આવી રહેલી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જોકે, અકસ્માત બાદ જ્યારે સ્થાનિકો અને પોલીસે તપાસ કરી ત્યારે પાલિકાની આ કચરાગાડીમાંથી કચરાને બદલે દેશી દારૂની પોટલી મળી આવતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. ડિવાઈડર કૂદીને સામેથી આવતી કારને મારી જોરદાર ટક્કર મળતી વિગતો મુજબ, ગોત્રીથી સેવાસી જવાના મુખ્ય માર્ગ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ પાસે VMCની ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરતી ગાડીના ચાલકે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. સ્પીડમાં આવી રહેલી કચરાગાડી અચાનક રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચઢી ગઈ હતી અને રોંગ સાઈડમાં જઈ સામેથી આવી રહેલી એક કાર સાથે ધડાકાભેર ભટકાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગના કુચ્ચેકુચ્ચા ઉડી ગયા હતા અને કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માતમાં કારચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત કારચાલકને લોહીલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ માર્ગ પર ચક્કાજામ અને દારૂનો પર્દાફાશ રવિવારની રજાના દિવસે વ્યસ્ત ગણાતા આ મુખ્ય માર્ગ પર અકસ્માતને પગલે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગોત્રી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ક્રેનની મદદથી વાહનો બાજુ પર ખસેડી ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસ જ્યારે અકસ્માતગ્રસ્ત VMCના વાહનની તપાસ કરી રહી હતી, ત્યારે ગાડીની અંદરથી દેશી દારૂની પોટલી મળી આવી હતી. ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પાલિકાના સરકારી ગણાતા વાહનમાંથી દારૂ મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાની ફોર્સનું PoKમાં અંધાધૂંધ ફાયરિંગ:લોકો જીવ બચાવવા ભાગ્યા, અનેક ગંભીર રીતે ઘાયલ; પાક સરકાર વિરુદ્ધ 40,000 પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા
    Next Article
    કેનેડામાં ક્રિપ્ટો-શેરબજારમાં રોકાણના નામે 1 કરોડની છેતરપિંડી:રાજકોટમાં ભાડૂઆત માતા-પુત્રે ઠગતા યુવાનનો આપઘાત, સોનુ-વાહન ગિરવે મૂકી લોન લીધી પણ વળતર ન મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment