Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડસ યુનિવર્સિટીમાં નશામુક્ત ભારત અભિયાન હેઠળ શપથવિધિ અને સ્પર્ધા:ગાંધીનગર પ્રોહિબિશન વિભાગ અને SOGના સહયોગથી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

    9 hours ago

    ઇન્ડસ યુનિવર્સિટીમાં ગાંધીનગર પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ વિભાગ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના સહયોગથી "નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાન" કાર્યક્રમ યોજાયો હતો. એન.એસ.એસ વિભાગ દ્વારા શપથવિધિ, ચિત્ર સ્પર્ધા અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો. તેમણે પોતાના ચિત્રો દ્વારા નશામુક્ત સમાજ, વ્યસનમુક્ત જીવન અને યુવાનોમાં જાગૃતિના સંદેશા આપ્યા હતા. શ્રીમતી રિંકલ ચૌધરી (PSI, પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ વિભાગ, ગાંધીનગર) અને શ્રી વી. જે. રાઠોડ (PSI, SOG) હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને નશાની ખરાબ અસરોથી દૂર રહેવા અને સમાજમાં નશામુક્તિ માટે જાગૃતિ ફેલાવવામાં સક્રિય યોગદાન આપવા પ્રેરિત કર્યા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને હાજર ફેકલ્ટીએ નશામુક્ત ભારત બનાવવા માટે શપથ લીધા. ઇન્ડસ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ રાધિકા ભંડારી અને મેનેજમેન્ટે આયોજકોને અભિનંદન આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દીવાન-બલ્લુભાઈની 8 શાળાઓનો 'Just Win!' રમતોત્સવ યોજાયો:19 રમતોમાં 1,695 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, કાંકરિયા કેમ્પસ ચેમ્પિયન બન્યું
    Next Article
    બોટાદમાં ત્રણ વર્ષના પ્રેમસંબંધને કાયદેસર કરાયો:મહિલા પોલીસ અને PBSCએ માતા-પુત્રનું ભવિષ્ય સુરક્ષિત કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment