Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હજારો વાહનચાલકો હાલાકી ભોગવશે:રાજકોટનો હરિહર ચોક ખુલ્યો ત્યાં હવે કસ્તુરબા રોડ બંધ થશે ! વૈકલ્પિક માર્ગો જાહેર; રાજકોટ જિલ્લામાં ડેમ સાઈડ પર ઓછો વરસાદ

    9 hours ago

    રાજકોટ શહેરના વોર્ડ નંબર 2માં આવેલ કસ્તુરબા રોડ પર "પ્રભુ કૃપા" હોસ્પિટલ પાસે બોક્સ કલવર્ટ બનાવવાનું કામ શરૂ કરવામાં આવનાર છે. આ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી કસ્તુરબા રોડ પર ચૌધરી હાઇસ્કુલ ચોકથી ભાવેશ મેડીકલ (અરવિંદભાઇ મણિયાર હોલ) જવાહર રોડ સુધીનો બંને તરફનો રસ્તો તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામું બહાર પાડી વાહનચાલકોની સુવિધા માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે. જાહેરનામા મુજબ, પારેવડી ચોક તરફથી આવતા વાહનો હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ પરથી જામટાવર રોડ, ધરમ સિનેમા (આર વર્લ્ડ) અને કસ્તુરબા રોડ થઈ બહુમાળી ભવન ચોક તરફ જઈ શકશે અથવા ઓવરબ્રિજ નીચેથી સિવીલ હોસ્પિટલ મેઇન ગેઇટથી ચૌધરી હાઇસ્કુલ ચોક તરફ જઈ શકશે. સિવીલ હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ ઉપરથી ભાવેશ મેડીકલ થઈ જ્યુબેલી ચોક, એસ.બી.આઇ. બેંક, લીંમડા ચોક અને યાજ્ઞિક રોડ તરફ અથવા ઓવરબ્રિજ નીચેથી ચૌધરી હાઇસ્કુલ ચોક થઈ હરીહર ચોક અને લીંમડા ચોક તરફ જઈ શકાશે. તેમજ બહુમાળી ભવન ચોક તરફથી પારેવડી ચોક કે ભાવેશ મેડીકલ તરફ જવા માંગતા વાહનો ધરમ સિનેમા થઈ જામટાવર ચોક ઓવરબ્રિજ પરથી અથવા ચૌધરી હાઇસ્કુલ ચોકથી હોસ્પિટલ ચોક થઈ કોર્ટ તરફથી પારેવડી ચોક તરફ જઈ શકશે. આ જાહેરનામું અગત્યની કટોકટીની સેવાઓ જેવાં કે પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને સરકારી વાહનોને લાગુ પડશે નહીં. ભાદર-1માં માત્ર 25% પાણી, આજી-1 અને ન્યારી-1માં સૌની યોજનાથી પાણી ઠલવાયું રાજકોટ જિલ્લા માટે પીવાના અને સિંચાઈના પાણી માટે મહત્વના એવા મુખ્ય જળાશયોમાં પાણીનો ઓછો જથ્થો નોંધાયો છે. જેમાં જિલ્લાના સૌથી મોટા ભાદર-1 ડેમમાં અત્યારે માત્ર 25 ટકા જ પાણી ઉપલબ્ધ છે. જ્યારે રાજકોટ શહેર માટે મહત્વના ગણાતા આજી-1 ડેમમાં 53 ટકા અને ન્યારી-1 ડેમમાં 50 ટકા જળસંગ્રહ થયો છે. શહેરને પાણીની તંગી ન વર્તાય તે માટે આજી-1 અને ન્યારી-1 માં સૌની યોજના મારફતે નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. સિંચાઈ વિભાગના મદદનીશ ઈજનેર યશ વેગડના જણાવ્યા અનુસાર, રાજકોટ જિલ્લામાં ચાલુ સિઝન દરમિયાન ડેમ સાઇડ પર માત્ર 15થી 16 ઇંચ જેટલો જ વરસાદ પડ્યો છે. જિલ્લામાં આવેલા કુલ નાના-મોટા 27 ડેમો પૈકી આજી-2, આજી-3 અને ન્યારી-2 ડેમ ઓવરફ્લો થયા છે. અન્ય ડેમોની વાત કરીએ તો લાલ પરી ડેમ 100 %, ખોડાપીપર ડેમ 92 % ધોરાજી-ઉપલેટા પાસે આવેલો સિંચાઈ માટેનો ભાદર-2 ડેમ 78 ટકા, અને ફાડ દંગ બેટી ડેમ 62 ટકા ભરાયેલા છે. ગોંડલના વેરી તળાવમાં 40 ટકા પાણીનો જથ્થો છે. આ સિવાય જિલ્લાનાં 15 ડેમોમાં 60 થી 70 ટકા અને બાકીના 9 ડેમોમાં 30 થી 40 ટકા પાણી બચ્યું છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હવે એસી બંધ થતા દર્દીઓની હાલત કફોડી કરોડો રૂપિયાના ખર્ચા કરવા છતાં છાસવારે વિવાદમાં રહેતી રાજકોટની પંડિત દિનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં મેનેજમેન્ટના અભાવે સુવિધાઓ ધૂળધાણી થઈ રહી છે. હાલમાં ચોમાસાની ઋતુમાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં પાંચમાંથી માત્ર એક જ એ.સી.ચાલુ હોવાથી દર્દીઓની હાલત કફોડી થઈ ગઈ છે. ઇમરજન્સી વોર્ડમાં દાખલ દર્દીઓની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. ગરમીથી રાહત મેળવવા માટે દર્દીઓના પરિવારજનોએ જાતે પેપરથી પવન નાખવાની ડ્યુટી નિભાવવી પડી રહી છે. અસહ્ય ગરમી અને ઉકળાટના કારણે દર્દીઓને કપડા કાઢીને સુવાની ફરજ પડી રહી છે. સરકારી હોસ્પિટલમાં સુવિધાઓના નામે માત્ર પોકળ દાવાઓ જ જોવા મળી રહ્યા છે. વહીવટી તંત્રની આવી ઘોર બેદરકારીના કારણે સિવિલમાં આવતા ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વહેલી તકે તમામ એ.સી. રિપેર કરી સુવિધા સુધારવામાં આવે તેવી દર્દીઓ અને તેમના સગાંઓ માંગ કરી રહ્યા છે. રાજકોટ મનપાનાં ટાઉન પ્લાનિંગ વિભાગમાં તપાસ હેઠળના અધિકારીનું નામ છુપાવતા વિવાદ રાજકોટ મહાપાલિકાના જનરલ બોર્ડમાં કોંગ્રેસ દ્વારા ત્રણેય ઝોનમાં પ્રોબેશન પર રહેલા ટાઉન પ્લાનરોની કામગીરી અને ગેરકાયદે બાંધકામો સામે લેવાયેલા પગલાં અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. વિપક્ષી નેતા દીપ્તિબેન સોલંકી તેમજ અન્ય સભ્યોના પ્રશ્નોના લેખિત જવાબમાં તંત્ર દ્વારા વિગતો આપવામાં આવી હતી. તેના અનુસાર ત્રણેય ઝોનમાં ગેરકાયદે બાંધકામો સામે કુલ 550 નોટિસ આપવામાં આવી છે અને 1531 કેસોમાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. આ સિવાય બાંધકામ વિકાસ પરવાનગીની 10990 અરજીઓમાંથી 8333 મંજૂર તથા 2378 નામંજૂર કરાઇ છે, જ્યારે ભોગવટા પરવાનગીની 4589 અરજીઓમાંથી 4497 મંજૂર અને 20 નામંજૂર કરવામાં આવી છે. જવાબમાં એક અધિકારી સામે ખાતાકીય તપાસ ચાલી રહી હોવાનો સ્વીકાર કરાયો છે, પરંતુ તે અધિકારીનું નામ, હોદ્દો કે ચોક્કસ આરોપો જાહેર ન કરીને ઓળખ છુપાવવામાં આવતા શંકાઓ જાગી છે. બીજી તરફ વોર્ડ નં.15ના કોર્પોરેટર મકબુલ દાઉદાણી અને વશરામ સાગઠીયાએ મેયર તથા કમિશનરને પત્ર લખી સોરઠીયાવાડી આવાસ યોજનામાં ડ્રો વગર આવાસ ફાળવણી તેમજ કાલાવડ રોડ કેબલ બ્રિજ કામગીરીમાં બેદરકાર એજન્સી સામે પગલાં ન લેવા અંગે વિગતો માંગી છે. રાજકોટ મહાપાલિકામાં મરણની 4 લાખ નોંધ પોર્ટલ પર તબદીલ કરવાની બાકી રાજકોટ મહાનગરમાં જન્મ-મરણના દાખલા માટે કેન્દ્ર સરકારના સીઆરએસ પોર્ટલ પર કામગીરી શરૂ કરાયા બાદ હજુ પણ લાખો નોંધણીઓ પડતર હોવાના મુદ્દે ગત જનરલ બોર્ડમાં ચર્ચા થઈ હતી. કોંગ્રેસના કોર્પોરેટર દિપ્તીબેન સોલંકીના પ્રશ્નના જવાબમાં મહાપાલિકાએ જણાવ્યું કે શહેરમાં જન્મની તમામ 13.50 લાખ નોંધ પોર્ટલ પર અપલોડ થઈ ગઈ છે, પરંતુ મરણની કુલ 4.35 લાખ નોંધમાંથી 4 લાખ એન્ટ્રીઓ નવા પોર્ટલ પર તબદીલ કરવાની બાકી છે. હાલ માત્ર એક લોગ-ઇનથી કામ થતું હોવાથી દૈનિક માત્ર 450 જેટલી જ એન્ટ્રી શક્ય બને છે, જેના કારણે કામગીરી પૂર્ણ થવામાં બે વર્ષથી વધુ સમય લાગી શકે છે. આ ઉપરાંત બાળકના નામ ઉમેરવાની 1900 અને સંપૂર્ણ નામ સુધારાની 3800 અરજીઓ પ્રક્રિયા હેઠળ છે. મહાપાલિકાની રૂ.50 વાળી બ્લેક એન્ડ વ્હાઇટ કોપી આધાર કાર્ડની કામગીરીમાં માન્ય ન ગણાતા નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રાજકોટ જિલ્લામાં જન્મ-મરણ નોંધણીની પડતર અરજીઓનો મામલતદાર કક્ષાએ નિકાલ કરવા રાજકોટ બારની રજૂઆત રાજકોટ જિલ્લામાં જન્મ-મરણની નોંધણી અંગેની પ્રક્રિયામાં થયેલા ફેરફારને કારણે અરજદારો અને વકીલોને પડી રહેલી મુશ્કેલીના નિવારણ માટે રાજકોટ બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. બાર એસોસિએશને સરકારના નવા નોટિફિકેશન પૂર્વે મામલતદાર કચેરીમાં દાખલ થયેલી અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયેલી અરજીઓનો મામલતદાર કક્ષાએ જ નિકાલ કરવા માંગણી કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, હાલમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ગેઝેટ મુજબ બે વર્ષથી વધુ સમય વીતી ગયેલી જન્મ-મરણ નોંધણીની અરજીઓ કોર્ટમાં અને બે વર્ષથી ઓછા સમયની અરજીઓ મામલતદાર સમક્ષ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. રાજકોટ બારના જણાવ્યા મુજબ, નવા નોટિફિકેશન પૂર્વે અનેક અરજીઓ મામલતદાર સમક્ષ દાખલ થઈ ચૂકી હતી. આવી અરજીઓમાં અખબારમાં જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાવવા સહિતની જરૂરી કાર્યવાહી અને ખર્ચ પણ અરજદારો દ્વારા કરવામાં આવ્યો છે તેમ છતાં કેટલીક અરજીઓ હવે કોર્ટમાં કરવાની રહેશે તેમ જણાવી પરત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતના વેસુમાં જાણીતા યુરોલોજિસ્ટ ડૉક્ટરની કરતૂત:ડાયમંડ બિઝનેસમેનની ₹8.60 કરોડની 10 દુકાનો પચાવી પાડી, ₹2 કરોડનું ભાડું ચાંઉ કરી એટ્રોસિટીની ધમકી આપતાં ડો. સુબોધ કાંબલેની ધરપકડ
    Next Article
    Film Maa Behen लोगों को कैसी लगी? Ravi Kishan कैसे फंस गए? Madhuri Dixit Triptii Dimri | Social List

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment