Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં ₹8.47 કરોડના કોલવડા તળાવની દુર્દશા:એક વર્ષમાં જ 'અમૃત સરોવર' અને 'ઓક્સિજન પાર્ક' બિસ્માર બન્યું , જાળવણીના અભાવે વૃક્ષો સુકાયા-તળાવમાં લીલ જામી

    8 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અંદાજે રૂ. 8.47 કરોડના જંગી ખર્ચે 'અમૃત સરોવર' અને 'ઓક્સિજન પાર્ક' તરીકે વિકસાવવામાં આવેલું કોલવડા તળાવ તંત્રની ઘોર બેદરકારીને કારણે એક જ વર્ષમાં દયનીય હાલતમાં ફેરવાઈ ગયું છે. વર્ષ 2025માં તૈયાર થયેલા આ પ્રોજેક્ટમાં યોગ્ય જાળવણીના અભાવે ઉછેરવામાં આવેલા વૃક્ષો સુકાવા લાગ્યા છે અને તળાવમાં લીલ તેમજ જંગલી ઘાસનું સામ્રાજ્ય છવાઈ જતાં પ્રજાના નાણાં પાણીમાં જઈ રહ્યા હોવાનો રોષ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે. માવજતના અભાવે મિયાંવાંકી પદ્ધતિથી ઉછેરાયેલા વૃક્ષો સુકાવા લાગ્યા 1,10,000 ચોરસ મીટરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં મિયાંવાંકી પદ્ધતિથી 41,301 ચોરસ મીટર વિસ્તારમાં બદામ, વડ, પીપળો, આંબો, આમળાં, જાંબુ અને જામફળ સહિતના 30,000 જેટલા દેશીકુળના વૃક્ષો ઉછેરવામાં આવ્યા હતા. પરંતુ નિયમિત માવજત અને પાણીના અભાવે આમાંના મોટાભાગના વૃક્ષો હાલ સુકાવા માંડ્યા છે, જ્યારે તંત્રની વધુ વૃક્ષો વાવવાની વાતો માત્ર કાગળ પર જ સાબિત થઈ રહી છે. સફાઈના અભાવે તળાવમાં લીલના થર, કિનારે જંગલી ઘાસ ઉગી નીકળ્યું 182.5 મિલિયન લિટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતા આ તળાવમાં સફાઈના અભાવે ઠેર-ઠેર લીલના જાડા થર જામી ગયા છે અને કિનારે જંગલી ઘાસ તથા ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. પાણીની ગુણવત્તા સુધારવા માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને જળચર છોડ વાવવાના દાવા અધવચ્ચે જ અટકી પડ્યા હોય તેવી સ્થિતિ સર્જાતા સહેલાણીઓ માટે અહીં બેસવું કે હરવું-ફરવું પણ મુશ્કેલ બન્યું છે. પક્ષીઓના કલરવને બદલે ઝેરી જીવજંતુઓનો અડ્ડો બનતા સ્થાનિકોમાં રોષ જ્યાં સાંજના સમયે મોર, પોપટ, કોયલ, ટીટોડી, બતક અને ઘર ચકલીઓનો કલરવ ગુંજતો હતો ત્યાં આજે ગંદકી અને જંગલી વનસ્પતિને કારણે ઝેરી જીવજંતુઓનો અડ્ડો બની રહ્યો છે. કોલવડા, રાંધેજા અને ગાંધીનગરના 10,000થી વધુ રહેવાસીઓ માટે પિકનિક સ્પોટ બનેલા આ સ્થળની તાત્કાલિક સફાઈ અને જાળવણી શરૂ કરવામાં નહીં આવે તો કરોડોનો પ્રોજેક્ટ ફરી વેરાન બની જશે તેવી ભીતિ પ્રકૃતિપ્રેમીઓએ વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર:લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ દિવસ ક્રમશઃ વધારો થશે, ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો
    Next Article
    મહેસાણા SOGના વાહન સાથે રિક્ષા અથડાતા યુવકનું મોત:વડનગર પોલીસે સરકારી ગાડીના ડ્રાઈવરને બદલે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment