Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રીને લઈને વડોદરા SOGનું સઘન ચેકિંગ:વડોદરા શહેરમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડનું સાથે સેન્ટ્રલ રેલવે સ્ટેશન અને યુનાઇટેડ વે ઓફ બરોડાના સહિતના ગરબા ગ્રાઉન્ડમાં તપાસ કરી

    17 hours ago

    વડોદરા શહેરમાં નવરાત્રીના તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાના હોવાથી નાગરિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી વડોદરા શહેર SOG દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. SOGની ટીમે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે વડોદરા સેન્ટ્રલ રેલવે સ્ટેશન તેમજ નવરાત્રીના તહેવારને અનુલક્ષીને મોટી જનમેદની એકત્રિત થતી જગ્યાઓ અને ગરબા ગ્રાઉન્ડમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. આગામી દિવસોમાં નવરાત્રી દરમિયાન મોલ, શોપિંગ સેન્ટર, બાગ-બગીચા, હોસ્પિટલ, સિનેમાઘરો તેમજ નાના-મોટા ગરબા ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર વધવાની છે. જેને પગલે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચનાથી લોકોની સુરક્ષા અને સલામતી માટે આવા સ્થળોએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. SOGના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જે ચુડાસમાના માર્ગદર્શન હેઠળ SOG પોલીસ દ્વારા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો સાથે વડોદરા સેન્ટ્રલ રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્ટેશન પરિસર, પ્રવેશ-નિર્ગમ સ્થળો અને પાર્કિંગની જગ્યાઓ તેમજ પાર્ક કરેલા શંકાસ્પદ વાહનો તથા આસપાસના વિસ્તારોમાં પડેલી સામાનની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત યુનાઇટેડ-વે ગરબા ગ્રાઉન્ડ, વાઈબ્રન્ટ નવરાત્રી ગરબા ગ્રાઉન્ડ, સારા ફાઉન્ડેશન ગરબા ગ્રાઉન્ડ અને બીટા ગરબા ગ્રાઉન્ડ ઉપર પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવરજવર અને ગરબા મહોત્સવને ધ્યાનમાં રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગરબા ગ્રાઉન્ડ તથા આસપાસના પાર્કિંગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. વડોદરા શહેર પોલીસ દ્વારા નવરાત્રી દરમિયાન નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સતત તકેદારી રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કેબિનેટ મંત્રી મોઢવાડિયા બાઇક ચલાવી યાત્રામાં જોડાયા:પાલનપુરથી વડગામ 'સેવા સંકલ્પ' યાત્રાનું ભવ્ય સ્વાગત, PM મોદીના 25 વર્ષ સેવા ઉજવણી
    Next Article
    કલા મહાકુંભ ઝોન 3 માં કલામંદિરના 10 વિદ્યાર્થીઓ વિજેતા બન્યા:મોરબીમાં યોજાયેલી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment