Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં રિક્ષામાંથી ₹3.90 લાખની ચોરી:પેટલાદ ગેંગના બે સાગરીતો CCTV આધારે ઝડપાયા

    8 hours ago

    આણંદ શહેરમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી રૂપિયા 3.90 લાખની ચોરી કરનાર પેટલાદની ગેંગના બે સાગરીતોને આણંદ ટાઉન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીઓ પાસેથી રોકડ રકમ પણ કબજે કરી છે. આ ઘટના આણંદ પોસ્ટ ઓફિસ રોડ પર બની હતી. ફરિયાદી રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠા હતા ત્યારે કેટલાક ઇસમોએ તેમની નજર ચૂકવી ખિસ્સામાંથી રૂપિયા 3,90,000ની રોકડ ચોરી લીધી હતી. આ અંગે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 303(2) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલના માર્ગદર્શન હેઠળ આણંદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ. કંડોરીયા અને સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ એસ.બી. ઝાલાએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. એએસઆઈ ધીરજસિંહ લક્ષ્મણસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ રુદ્રપાલસિંહ ઉપેન્દ્રસિંહની ટીમે શહેરના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. પોલીસને ખાનગી બાતમીદારો પાસેથી મળેલી સચોટ માહિતીના આધારે ચોરીમાં સંડોવાયેલા બે આરોપીઓ શાહરુખ ઉર્ફે એમ.ડી. આબાદમીયા મલેક અને મોહસીન ઉર્ફે લોટી મહંમદભાઈ ઇસ્માઇલભાઈ વ્હોરાને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીઓ પેટલાદના રહેવાસી છે. પોલીસે તેમની પાસેથી રૂપિયા 10,000 રોકડા કબજે કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી શાહરુખ ઉર્ફે એમ.ડી. મલેક અગાઉ પેટલાદ ટાઉન, તારાપુર, આણંદ ટાઉન અને નડીયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી અને જુગાર ધારા હેઠળના આઠ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. જ્યારે મોહસીન ઉર્ફે લોટી વ્હોરા સામે પણ નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે. આ સફળ કામગીરી આણંદ ટાઉન પોલીસની ટીમે સંયુક્ત રીતે કરી હતી.
    Click here to Read More
    Previous Article
    હારીજ-માંડવીમાંથી બોગસ તબીબ ઝડપાયા:ડિગ્રી વગર એલોપેથીક પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટર ઝડપાયા; SOG પોલીસે રેડ પાડી મુદ્દામાલ સાથે ઝડપી લીધા
    Next Article
    Singapore की कहानी से भारत क्या-क्या सीख सकता है? | Lee Kuan Yew

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment