Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના વોર્ડ 11માં વિકાસકાર્યોનો પ્રારંભ:નવા સી.સી. રોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું

    5 days ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 11માં સી.સી. રોડના વિકાસકાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર લાઈનની કામગીરી પૂર્ણ થયા બાદ આ રોડ નિર્માણ હાથ ધરાયું છે. આ અંતર્ગત કંકુ પાર્ક-2, સાયગલ દુકાન સામેની બે ગલીઓ, ખાડિયા વિસ્તારની ગલી (વઢવાણ) અને બે જીન વચ્ચેનો માર્ગ લગડી જીન (વઢવાણ) ખાતે નવા સી.સી. રોડના કામોનું ખાતમુહૂર્ત કંકુ પાર્ક 2 ખાતે યોજાયું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર જે. કે. જાદવ, મેયર રાકેશકુમાર રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી સહિત અન્ય પદાધિકારીઓ અને સ્થાનિક સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 11ના નાગરિકોને વધુ સારી માર્ગ સુવિધા, ગટર વ્યવસ્થા અને પાણી પુરવઠાની સુવિધા મળે તે માટે મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. જ્યાં પાણી અને ગટર લાઈનની કામગીરી પૂર્ણ થઈ છે, ત્યાં તાત્કાલિક ધોરણે રોડના કામો પૂર્ણ કરાશે. સ્થાનિક રહેવાસીઓએ લાંબા સમયથી બાકી રહેલા રોડના કામો શરૂ થતાં આનંદ વ્યક્ત કર્યો હતો અને મહાનગરપાલિકાના વિકાસકાર્યોને આવકાર્યા હતા. આગામી સમયમાં પણ વોર્ડ નંબર 11ના જરૂરિયાતવાળા વિસ્તારોમાં રોડ, ગટર અને પાણી પુરવઠા સંબંધિત વિકાસકાર્યો ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રાજકોટમાં:કડવા પાટીદાર અગ્રણી મૌલેશ ઉકાણી સાથે બંધબારણે બેઠક, 'કમલમ'માં કાર્યકરો સાથે સંવાદ અને સ્વ. જનક કોટકનાં પરિવારને સાંત્વના પાઠવી
    Next Article
    આ મહિનાના અંત સુધીમાં પાણીની સમસ્યા હળવી થવાની શક્યતા:આજવા સરોવરમાં પોન્ટુન ઇન્સ્ટોલ કરાયું, પ્રથમ તબક્કામાં 75 અને ડિસેમ્બર સુધીમાં 50 MLD પાણી મળી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment