Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કમલાબાગ પોલીસે ઇલેક્ટ્રિક સામાન ચોરીનો ભેદ ઉકેલ્યો:ગણતરીના કલાકોમાં ₹82 હજારથી વધુનો મુદ્દામાલ કબજે, ગુનામાં સામેલ કિશોરના વાલીને બોલાવી કાયદાકીય કાર્યવાહી

    9 hours ago

    પોરબંદરની કમલાબાગ પોલીસે વાડીપ્લોટ વિસ્તારમાં થયેલી ઇલેક્ટ્રિક સામાનની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે રૂ. 82,338ની કિંમતનો ચોરાયેલો મુદ્દામાલ કબજે કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક કિશોર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા માટે વિશેષ ઝુંબેશ ચાલી રહી છે. આ અંતર્ગત, નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા અને કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે. રામના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ સક્રિય હતી. તપાસ દરમિયાન, સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ એન. ટી. ભટ્ટ, પોલીસ કોન્સ્ટેબલ સાજન રામશીભાઈ અને વિજય ખીમાભાઈને હ્યુમન સોર્સ મારફતે બાતમી મળી હતી. બાતમી મુજબ, પોરબંદર ચોપાટી ખાતે મહાનગરપાલિકાના પાર્ટી પ્લોટ વિસ્તારમાં આવેલા પડતર મકાનની બાજુમાં બે શખ્સો ઇલેક્ટ્રિક સામાનની હેરફેર કરી રહ્યા હતા. આ બાતમીના આધારે, પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યાં બે શખ્સો પાસેથી મોટી માત્રામાં ઇલેક્ટ્રિક સામાન મળી આવ્યો હતો. પોલીસે સામાન અંગે આધાર-પુરાવા માંગતા, બંને કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. પૂછપરછ દરમિયાન, તેમણે બે દિવસ અગાઉ વાડીપ્લોટ વિસ્તારમાં રાજા ઓઇલ મીલ સામે આવેલા મકાનમાંથી આ સામાન ચોરી કર્યો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપી પવન કાળુભાઈ વઢીયાર (ઉંમર 25, રહે. ચોપાટી નગરપાલિકાના પાર્ટી પ્લોટ સામે ફૂટપાથ ઉપર, પોરબંદર)ની ધરપકડ કરી હતી. તેની પાસેથી ચોરીમાં ગયેલો રૂ. 82,338નો ઇલેક્ટ્રિક સામાન, કોપર વાયર, એમસીબી અને સ્વીચ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. અન્ય એક આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર હોવાથી, તેના વાલીને સ્થળ પર બોલાવી જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. કમલાબાગ પોલીસની સતર્કતા, ઝડપી તપાસ અને અસરકારક સર્વેલન્સના કારણે ચોરીનો ભેદ ટૂંકા સમયમાં ઉકેલાયો છે. આ કામગીરીથી ચોરીમાં ગયેલો કિંમતી મુદ્દામાલ પણ પરત મેળવવામાં સફળતા મળી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ:આરોપી તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠિયા સસ્પેન્શન સમયમાં જ વયનિવૃત્ત થતા તમામ નિવૃત્તિ લાભો અટકાવી દેવાયા
    Next Article
    પુલ જોખમી હોવાથી રેલવે તંત્રએ મહાપાલિકાને પુનર્બાંધકામ જરૂરી જણાવ્યું:મુંબઈનાં ચાર જોખમકારક પુલનું આઈઆઈટી દ્વારા ઓડિટ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment