Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુલ જોખમી હોવાથી રેલવે તંત્રએ મહાપાલિકાને પુનર્બાંધકામ જરૂરી જણાવ્યું:મુંબઈનાં ચાર જોખમકારક પુલનું આઈઆઈટી દ્વારા ઓડિટ કરાશે

    14 hours ago

    રેલવે પ્રશાસને જોખમકારક જાહેર કરેલા મુંબઈના ચાર રાહદારી પુલનું સ્ટ્રકચરલ ઓડિટ કરવામાં આવશે. એના માટે આઈઆઈટી મુંબઈની નિયુક્તી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એના માટે 12 લાખ રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ કરવામાં આવશે. મહાપાલિકાના પુલ વિભાગ મારફત મુંબઈના વિવિધ ફ્લાયઓવર, રાહદારી પુલ, નાળા પરના પુલ અને અંડરગ્રાઉન્ડ માર્ગની દેખભાળ અને બાંધકામ કરવામાં આવે છે. રેલવે હદના રાહદારી પુલની બાબતમાં મહાપાલિકા અને રેલવે પ્રશાસન વચ્ચે અડધા અડધા ખર્ચના ધોરણે કામ કરવામાં આવે છે. સંબંધિત ચાર રાહદારી પુલ જોખમકારક અવસ્થામાં હોવાથી એનું પુનર્બાંધકામ કરવાની જરૂર હોવાનું રેલવે પ્રશાસને મહાપાલિકાને જણાવ્યું છે. અતિરિક્ત આયુક્ત (પ્રકલ્પ)ની અધ્યક્ષતા હેઠળ 21 એપ્રિલ 2026ના થયેલી બેઠકમાં આ પુલનું સ્ટ્રકચરલ ઓડિટ આઈઆઈટી મુંબઈ મારફત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો. એ અનુસાર મસ્જિદ બંદર ખાતે ભંડારી રાહદારી પુલ, મસ્જિદ રાહદારી પુલ, તેમ જ માટુંગા-ધારાવી પરિસરના બે રાહદારી પુલનું પરીક્ષણ કરવામાં આવશે. મહાપાલિકાના જણાવ્યા અનુસાર આ કામ માટે ઈ-ટેંડર પ્રક્રિયા અમલમાં મૂકવાના બદલે મુંબઈ મહાપાલિકા અધિનિયમ 1888ની કલમ 72(3) અંતર્ગત ટેંડર પ્રક્રિયામાં સવલત આપવાની માગણી પણ સ્થાયી સમિતી પાસે કરવામાં આવી છે. આ કામ માટેનો ખર્ચ મહાપાલિકાના પુલ વિભાગની બજેટ જોગવાઈમાંથી કરવામાં આવશે. સ્ટ્રકચરલ ઓડિટનો અંતિમ અહેવાલ એક જ વખત રજૂ કરવામાં આવશે એમ પ્રશાસને સ્પષ્ટ કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    કમલાબાગ પોલીસે ઇલેક્ટ્રિક સામાન ચોરીનો ભેદ ઉકેલ્યો:ગણતરીના કલાકોમાં ₹82 હજારથી વધુનો મુદ્દામાલ કબજે, ગુનામાં સામેલ કિશોરના વાલીને બોલાવી કાયદાકીય કાર્યવાહી
    Next Article
    बिजनौर से मुजफ्फरनगर मेरठ का रास्ता फिर से हो गया था बंदनदियां उफान पर गांव का शहरों से संपर्क टूटा

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment