Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹.81 હજાર માટે જેલના રોટલા ખાવાનો વારો:ભરણપોષણ ન ચૂકવતા પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા, 9 માસથી ફરાર પતિને પોલીસે દબોચ્યો, સજાથી બચવા ફરાર હતો

    3 days ago

    રાંદેર પોલીસે ભરણપોષણની રકમ ચૂકવવામાં કસૂરવાર ઠરેલા અને કોર્ટના સજાના વોરંટના આધારે નાસતા-ફરતા એક પતિની ધરપકડ કરી લીધી છે. પત્ની દ્વારા કરવામાં આવેલા ભરણપોષણના કેસમાં કોર્ટે આરોપી પતિ વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું હતું, છતાં તે પોલીસની ધરપકડથી બચવા માટે નાસતો-ફરતો હતો. આખરે ચોક્કસ બાતમીના આધારે રાંદેર પોલીસે તેને તેના ઘરેથી જ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધોરણ 12 કોમર્સ ફેઇલ છે આરોપી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી સંજયભાઈ રાજુભાઈ બુધાણી આર્થિક રીતે સામાન્ય છે. આરોપી શૈક્ષણિક રીતે ધોરણ 12 કોમર્સમાં ફેઇલ થયેલો છે અને પોતાનું ગુજરાન ચલાવવા માટે સુરતના જ એક પેટ્રોલ પંપ પર નોકરી કરતો હતો. પત્ની સાથેના ઘરકંકાસ અને વિવાદ બાદ મામલો ફેમિલી કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટ દ્વારા પત્નીના ભરણપોષણ માટે આદેશ કરવામાં આવ્યો હોવા છતાં, આરોપી આ રકમ ચૂકવવામાં આનાકાની કરી રહ્યો હતો અને પોતાની ધરપકડ ટાળવા માટે સતત સ્થળ બદલીને ભાગતો ફરતો હતો. બાતમીના આધારે ઓપરેશન પાર પડાયું રાંદેર પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમીદાર દ્વારા હકીકત મળી હતી કે, રામનગર જુલેલાલ મંદિર પાસે આવેલ 110, સાઇ કૃપા બિલ્ડિંગ, રાંદેર ખાતે કેશોદ ફેમીલી કોર્ટ કેસમાં નાસતો ફરતો આરોપી સંજયભાઇ રાજુભાઇ બુધાણી હાલ પોતાના ઘરે આવ્યો છે અને ત્યાં હાજર છે. આ બાતમી મળતા જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને તાત્કાલિક સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડી આરોપીને કોર્ડન કરીને પકડી પાડ્યો હતો. રૂ. 81,000 ચૂકવવામાં કરી ગફલત આ સમગ્ર કેસની વિગત એવી છે કે, આરોપી સંજય બુધાણી તેની પત્નીને નિયમિત રીતે ભરણ-પોષણની રકમ ચૂકવવામાં જાણીજોઈને ગફલત કરી રહ્યો હતો. તેણે કોર્ટના હુકમની સરેઆમ અવગણના કરી હતી. આરોપીએ છેલ્લા 9 માસથી પત્નીને ચૂકવવાની થતી ભરણ-પોષણની કુલ રકમ રૂપિયા 81,000 ભરી ન હતી. વારંવારની મુદતો અને ચેતવણી છતાં રકમ જમા ન કરાવતા આખરે કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો હતો અને કાયદાનું ભંગ કરનાર પતિ સામે કડક સજાનું વોરંટ જારી કર્યું હતું. કોર્ટે ફટકારી 270 દિવસની સાદી કેદ ફેમિલી કોર્ટ સુરત સમક્ષ ચાલી રહેલી ફોજદારી પરચુરણ અરજીના કામમાં આરોપીની આડોડાઈને પગલે મોટો ચુકાદો આપવામાં આવ્યો હતો. કોર્ટે વચગાળાના હુકમ મુજબ, ચઢેલી ભરણપોષણની રકમ ન ચૂકવવા બદલ પ્રત્યેક માસ દીઠ સાદી કેદની સજા ફટકારી હતી. જે મુજબ આરોપી સંજય બુધાણીને કુલ 270 દિવસની મુદત સુધીની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ સજાથી બચવા માટે જ આરોપી છેલ્લા ઘણા સમયથી કાયદાની નજરોથી ભાગતો ફરતો હતો.
    Click here to Read More
    Previous Article
    આગરાના આકાશ ઇન્સ્ટિટ્યૂટમાં શોર્ટ સર્કિટ, ધૂમાડો નીકળ્યો:100 વિદ્યાર્થીઓ દોડીને બહાર નીકળ્યા, ફાયર વિભાગના અધિકારીઓ કોચિંગની તપાસ કરી
    Next Article
    કલ્યાણામાં સદ્દભાવ ટ્રસ્ટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપી:ચોપડા, સ્કૂલ બેગ સહિતની કીટનું વિતરણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment