Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલ્યાણામાં સદ્દભાવ ટ્રસ્ટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપી:ચોપડા, સ્કૂલ બેગ સહિતની કીટનું વિતરણ કરાયું

    3 days ago

    કલ્યાણા: સદ્દભાવ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા ગામના અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કીટમાં ચોપડા, સ્કૂલ બેગ અને અન્ય શિક્ષણલક્ષી સામગ્રીનો સમાવેશ થાય છે. આ સેવાકીય કાર્યમાં ચોપડા અને શિક્ષણલક્ષી કીટ સંસ્થાના તમામ ટ્રસ્ટીઓના સહયોગથી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી હતી. સ્કૂલ બેગનું દાન સ્વર્ગસ્થ પ્રહલાદભાઈ ચૌહાણની સ્મૃતિમાં તેમના પુત્ર મેહુલકુમાર ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટે તેમના આ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વિતરણ કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના તમામ હોદ્દેદારો, ટ્રસ્ટીઓ અને સભ્યો હાજર રહ્યા હતા. તેમણે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરી તેને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ આનંદ ચૌહાણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, "શિક્ષણ એ ગરીબી, ભેદભાવ અને અજ્ઞાન સામેની સૌથી મોટી શક્તિ છે. જીવનમાં કોઈપણ મુશ્કેલી આવે તો પણ અભ્યાસ ક્યારેય છોડશો નહીં. મહેનત, શિસ્ત અને સંસ્કારને જીવનનો આધાર બનાવી આગળ વધો. આજે મળેલી આ નાની શૈક્ષણિક સહાય આવનારા ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક મજબૂત પગલું છે. સમાજને તમારી પાસેથી ઘણી આશાઓ છે. ભણી-ગણીને સમાજ, ગામ અને દેશનું ગૌરવ વધારશો, એ જ અમારી શુભેચ્છા છે." અંતમાં, ટ્રસ્ટ દ્વારા તમામ દાતાઓ, ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, સભ્યો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ભવિષ્યમાં પણ સમાજના શિક્ષણ, સેવા અને વિકાસ માટે આવા લોકહિતના કાર્યો સતત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    ₹.81 હજાર માટે જેલના રોટલા ખાવાનો વારો:ભરણપોષણ ન ચૂકવતા પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા, 9 માસથી ફરાર પતિને પોલીસે દબોચ્યો, સજાથી બચવા ફરાર હતો
    Next Article
    પૈસાની ઉઘરાણી મામલે કાર ચાલકે આતંક મચાવ્યો,VIDEO:ટુ-વ્હીલરો પર કાર ચડાવી દેતા 3થી 4 લોકો જમીન પર પટકાયા, ટોળાને કચડવાનો પ્રયાસ, જૂનાગઢ પોલીસ એક્શનમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment