Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૈસાની ઉઘરાણી મામલે કાર ચાલકે આતંક મચાવ્યો,VIDEO:ટુ-વ્હીલરો પર કાર ચડાવી દેતા 3થી 4 લોકો જમીન પર પટકાયા, ટોળાને કચડવાનો પ્રયાસ, જૂનાગઢ પોલીસ એક્શનમાં

    3 days ago

    જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં પૈસાની ઉઘરાણી બાબતે થયેલી માથાકૂટમાં એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. જોશીપરાના શાંતેશ્વર રોડ પર રૂપિયાની લેતી-દેતી મામલે એક ઘરની સામે 15 બાઈક પાર્ક કરીને 10થી 15 લોકોનું ટોળું દરવાજે ઊભું હતું અને ઉગ્ર ચર્ચા ચાલતી હતી. આ દરમિયાન ઘર પાસે આટલું મોટું ટોળું જોઈને એક શખસે મારની બીકે ઘર સામે પાર્ક કરેલા 10 જેટલા બાઈક ઉપર પોતાની કાર ચડાવી દીધી હતી. એકસાથે 5થી વધુ વાહનો પર કાર ચડાવી ​આ ઘટના એટલી ભયાનક હતી કે કાર ચાલકે એકવાર ગાડી બાઈકો પર ચડાવ્યા બાદ ફરીથી કાર રિવર્સ લઈને બીજી વખત પણ ત્યાં ઊભેલા લોકો પર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ એક બાઈક પર કાર ચડાવીને થોડે સુધી ઢસડ્યું હતું. જ્યારે રિવર્સમાં લોકો પર કાર ચડાવવનો પ્રયાસ કર્યો ત્યારે પણ એક બાઈકને ઢસડ્યું હતું. ઘરની બહાર લોકો પર કાર ચડાવવાનો પ્રયાસ કાર ચાલકની આ હરકતને કારણે ત્યાં હાજર લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને આસપાસ ઉભેલા 7થી 8 લોકોનો જીવ માંડ-માંડ બચ્યો હતો. એટલે કે ટુ-વ્હીલર પાસે ઉભેલા બેથી ત્રણ લોકો કારની ટુવ્હીલરોને ટક્કરથી નીચે પટકાય છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો છે. ​વીડિયોને ધ્યાનમાં લઈ પોલીસ એક્શનમાં આ ચકચારી મામલો પોલીસના ધ્યાને આવતા જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ડી. બી. ડાંગર સહિતના સ્ટાફે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ઘટનામાં સામેલ બંને પક્ષોમાંથી કોઈ પણ પક્ષ દ્વારા પોલીસ સ્ટેશનમાં કોઈ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી નથી. જાહેરમાં ભયજનક કૃત્યને લઈ કાર્યવાહી પરંતુ જાહેરમાં આ પ્રકારનું ભયજનક કૃત્ય કરવું એ મોટો ગુનો બને છે. આથી, વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને ગુનો કરનારા તત્વો સામે સ્વેચ્છાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કલ્યાણામાં સદ્દભાવ ટ્રસ્ટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપી:ચોપડા, સ્કૂલ બેગ સહિતની કીટનું વિતરણ કરાયું
    Next Article
    અટિકા ફાટક પાસે પોલીસ પુત્રને છરી બતાવી લૂંટી લીધો:એકલા મુસાફરને રિક્ષામાં બેસાડી ગળેટુંપો આપી છરી બતાવી લૂંટ ચલાવતા, ત્રણની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment