Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તરસાલીમાં સોસાયટી પાછળ ચાલતા જુગારધામ પર દરોડો:₹80,750ની રોકડ સાથે 3 જુગારી ઝડપાયા, ફરાર આરોપીઓની શોધખોળ

    9 hours ago

    વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે તરસાલી વિસ્તારમાં દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા 3 જુગારીને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી હજારો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તરસાલી આર.કે. પુરમ સોસાયટી પાછળ ચાલતો હતો જુગાર પ્રાપ્ત વિગતો અનુસાર, મકરપુરા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે તરસાલી વિસ્તારમાં આવેલી આર.કે. પુરમ સોસાયટી પાછળના ખુલ્લા ભાગમાં કેટલાક શખ્સો એકઠા થઈને જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તુરંત જ કાફલા સાથે ઘટનાસ્થળે રેડ કરી હતી. પોલીસને જોઈને જુગારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી, જોકે પોલીસે કોર્ડન કરીને સ્થળ પરથી 3 આરોપીની ધરપકડ કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ વિવિધ સ્થળોએ લોકોને પૈસાની લાલચ આપીને જુગાર રમાડતા હતા અને તેના દ્વારા મોટી કમાણી કરતા હતા. પોલીસ દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી જુગારના સાધનો (પાના) તેમજ ₹80,750ની રોકડ રકમ કબજે કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓના નામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન મકરપુરા પોલીસે આ મામલે પકડાયેલા ત્રણેય શખ્સો સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, દરોડા દરમિયાન પોલીસને ચકમો આપીને નાસી છૂટેલા અન્ય આરોપીઓને પણ ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    હવે ગુજરાતથી આફ્રિકન દેશમાં થશે EVની નિકાસ:મલાવીના હાઈ કમિશનર વડોદરાની મુલાકાતે, ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને બિરદાવી, ઇલેક્ટ્રિક વ્હીકલ માટેના MOU થશે
    Next Article
    જામનગરમાં જૈન સમાજ દ્વારા કરૂણા આયંબિલ અનુષ્ઠાન:ધર્મના નામે થતી પશુ હિંસા રોકવા અને સદબુદ્ધિ માટે આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment