Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે ગુજરાતથી આફ્રિકન દેશમાં થશે EVની નિકાસ:મલાવીના હાઈ કમિશનર વડોદરાની મુલાકાતે, ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને બિરદાવી, ઇલેક્ટ્રિક વ્હીકલ માટેના MOU થશે

    10 hours ago

    ભારત સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ની પહેલને વૈશ્વિક સ્તરે વધુ એક મોટી સફળતા મળી છે. ગુજરાતના વડોદરાથી હવે આફ્રિકન દેશ રિપબ્લિક ઓફ મલાવીમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ની નિકાસ કરવામાં આવશે. આ ઐતિહાસિક ભાગીદારીના ભાગરૂપે મલાવીના હાઇ કમિશનર હિઝ એક્સેલન્સી લિયોનાર્ડ સેન્ઝા મેગેંઝીએ 29 મેએ વડોદરાની વિશેષ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વડોદરા નજીક પોર ખાતે આવેલી અગ્રણી ઇવી કંપની ‘મરક્યુરી ઇવી ટેક’ની વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને કંપનીની ઉત્પાદન ક્ષમતા તેમજ અત્યાધુનિક ટેકનોલોજીની પ્રશંસા કરી હતી. ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ, મલાવીમાં ઇકો-ફ્રેન્ડલી વાહનોની ભારે માગ વધતા વૈશ્વિક પ્રદૂષણ અને ઈંધણના આસમાને પહોંચતા ભાવો વચ્ચે ઇલેક્ટ્રિક વાહનો સમગ્ર વિશ્વમાં પર્યાવરણમૈત્રી અને આર્થિક વિકલ્પ તરીકે ઉભરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ગ્રીન મોબિલિટી'ના વિઝનને સાકાર કરતી ગુજરાતની મરક્યુરી ઇવી ટેક હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની મજબૂત ઓળખ બનાવી રહી છે. વડોદરાના પ્લાન્ટની મુલાકાત દરમિયાન મલાવીના હાઇ કમિશનરે કંપની દ્વારા ઉત્પાદિત વિવિધ સેગમેન્ટના ઇલેક્ટ્રિક વાહનોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે વાહનોની ડિઝાઇન, ગુણવત્તા અને બેટરી ટેકનોલોજીને બિરદાવતાં આશા વ્યક્ત કરી હતી કે, મલાવીના બજારમાં આવા આધુનિક અને ઇકો-ફ્રેન્ડલી વાહનોની ખૂબ મોટી માંગ છે, જે આગામી સમયમાં બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જશે. આ પ્રસંગને વડોદરા અને ગુજરાત ઉપરાંત સમગ્ર દેશ માટે ગૌરવ સમાન ગણાવવામાં આવી રહ્યો છે. નિકાસ માટે MOUની પ્રક્રિયા અંતિમ ચરણમાં: જયેશ ઠક્કર આ વૈશ્વિક ઉપલબ્ધિ અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં મરક્યુરી ઇવી ટેકના ચેરમેન જયેશ ઠક્કરે જણાવ્યું હતું કે, મલાવી સરકાર સાથે ઇલેક્ટ્રિક વાહનોની નિકાસ કરવા માટેની સત્તાવાર એમઓયુની પ્રક્રિયા હાલ અંતિમ ચરણમાં ચાલી રહી છે. આગામી ટૂંક જ સમયમાં વડોદરાથી મેડ-ઇન-ઇન્ડિયા ઇલેક્ટ્રિક વાહનોનો પહેલો કન્સાફઇન્મેન્ટ મલાવી મોકલવામાં આવશે. ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આ આંતરરાષ્ટ્રીય ઓર્ડર મળવો એ માત્ર અમારી કંપની માટે જ નહીં, પરંતુ ભારતના ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે પણ ખૂબ જ ગર્વની બાબત છે.
    Click here to Read More
    Previous Article
    કર્ણાટકમાં આજે ધારાસભ્ય દળની બેઠક:શિવકુમારને નેતા તરીકે પસંદ કરી શકાય છે; 1 જૂને શપથ શક્ય; CM સિદ્ધારમૈયાએ રાજીનામું આપી દીધું
    Next Article
    તરસાલીમાં સોસાયટી પાછળ ચાલતા જુગારધામ પર દરોડો:₹80,750ની રોકડ સાથે 3 જુગારી ઝડપાયા, ફરાર આરોપીઓની શોધખોળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment