Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹800ના કિલો ભજીયા પચી ગયા પણ ડીંડોલીના ખાડા ન પુરાયા:સ્માર્ટ સિટી સુરતમાં 'વિકાસ' ખાડામાં સૂતો, 5 મહિનાથી પ્રજા ત્રાહિમામ; લોકો લાકડા મૂકીને ચેતવણી આપવા મજબૂર

    1 day ago

    એક તરફ સુરતને દેશના અગ્રણી 'સ્માર્ટ સિટી' તરીકે રજૂ કરીને વિકાસના મોટા-મોટા દાવા કરવામાં આવે છે પરંતુ, બીજી તરફ જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર બયાન કરી રહી છે. સુરતના ડીંડોલી-ભેસ્તાન મુખ્ય માર્ગ પર પાલિકા તંત્રની બેદરકારીના કારણે છેલ્લા 5 મહિનાથી રસ્તો મસમોટા ખાડા અને જોખમી ભૂવામાં ફેરવાઈ ગયો છે. સ્થાનિક રહીશો દ્વારા અનેક લેખિત, મૌખિક અને ઓનલાઈન ફરિયાદો કરવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પેટનું પાણી પણ હલતું નથી, જેને પગલે નાગરિકોમાં ઉગ્ર રોષ ભભૂકી ઊઠ્યો છે. 500 મીટર સુધી રસ્તો ધોવાઈ ગયો, સુરક્ષા માટે તંત્રને બદલે લોકોએ લાકડાં મૂક્યાં ભેસ્તાન અને ડીંડોલીને જોડતા માર્ગ પર આવેલી મહેક રેસિડેન્સી, લુમ્બિની રેસિડેન્સી, અંબિકા વિલા, મંગલમૂર્તિ સોસાયટી તેમજ પ્રજ્ઞેશ વર્લ્ડ સહિતની સોસાયટીઓને જોડતો 500 મીટર જેટલો મેઈન રોડ વરસાદ અને સતત ઉપેક્ષાના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. રોડની વચ્ચોવચ એક મસમોટો ઊંડો ભૂવો પડી ગયો હોવા છતાં સુરક્ષાના ભાગરૂપે બેરિકેડ્સ લગાવવાની તસ્દી પણ પાલિકા તંત્રએ લીધી નથી. અંતે કોઈ નિર્દોષ વાહનચાલક ખાડામાં ખાબકીને જીવ ન ગુમાવે તે માટે સ્થાનિકોએ જાતે જ રસ્તા વચ્ચે લાકડાં અને પથ્થરો ગોઠવીને અન્ય નાગરિકોને સાવચેત રહેવા ચેતવણી આપવી પડી રહી છે. નો-એન્ટ્રી છતાં બેફામ દોડતા ભારે વાહનોથી અકસ્માતોની હારમાળા આ વિસ્તારમાં રહેણાંક સોસાયટીઓ હોવાને કારણે નો-એન્ટ્રી લાગૂ હોવા છતાં દિવસ-રાત બેરોકટોક પૂરપાટ ઝડપે દોડતા ભારે ડમ્પરો અને પાણીના ટેન્કરો પસાર થઈ રહ્યા છે. ભારે વાહનોની સતત અવરજવરના કારણે આ બિસ્માર રસ્તાની સ્થિતિ વધુ દયનીય બની ગઈ છે. ખાસ કરીને રાત્રિના અંધકારમાં કે સામાન્ય દિવસોમાં પણ પથ્થરો અને ખાડાઓના કારણે ટુ-વ્હીલર વાહનો સ્લીપ થઈ રહ્યા છે. મહિલાઓ, વૃદ્ધો અને યુવાનો અવારનવાર પટકાતાં અનેક લોકોને હાથ-પગમાં ફ્રેક્ચર સહિતની નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચી ચૂકી છે. ‘અધિકારીઓ મુખ્યમંત્રીથી પણ મોટા થઈ ગયા’ સમગ્ર મામલે ત્રસ્ત સ્થાનિક રહીશોએ ઉધના સાઉથ ઝોનની કચેરીમાં વારંવાર ચક્કર કાપ્યા છે અને સુરત મહાનગરપાલિકાના પોર્ટલ તેમજ મુખ્યમંત્રી કાર્યાલય (CMO) પોર્ટલ પર પુરાવા સાથે રજૂઆતો કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સંબંધિત ઝોનના અધિકારીઓને તાત્કાલિક સ્થળ તપાસ કરી નિકાલ કરવા આદેશ આપવામાં આવ્યો હોવા છતાં સ્થાનિક બાબુઓ આ આદેશોને પણ ઘોળીને પી ગયા છે. સ્થાનિક નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે કે, પાલિકાના ભ્રષ્ટ અને નિંભર અધિકારીઓ હવે ખુદ રાજ્યના મુખ્યમંત્રીના આદેશથી પણ ઉપરવટ થઈને કામ કરી રહ્યા છે. નિયમિત વેરો ભરવા છતાં સુવિધા શૂન્ય: સ્થાનિક સ્થાનિક રહીશ આકાશભાઈએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે અમે મનપાને મિલકત વેરો, ગટર, પાણી અને લાઈટના પૂરેપૂરા પૈસા સમયસર ભરીએ છીએ તેમછતાં મહિનાઓથી રસ્તો તૂટેલો છે અને કોઈ સાંભળનાર નથી. દિવાળીના તહેવાર ટાણે બાળકો અને પરિવારો ખરીદી માટે નીકળે ત્યારે આ ખાડાઓમાં દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદારી લેશે. જ્યારે અન્ય સ્થાનિકો વિલાસ માલી અને સાગર નિકમે જણાવ્યું હતું કે, તંત્ર પાસે પ્રજાના પૈસે તાયફા કરવા અને મોંઘા ખર્ચા કરવાના પૈસા છે, પરંતુ પ્રજાના રોડ-રસ્તા સુધારવા એક રૂપિયો ફાળવાતો નથી. મેયરે એસી ચેમ્બરમાં બેસી PA મારફતે મીડિયાને બહાર કઢાવ્યું આ લોકપ્રશ્ને જ્યારે મીડિયા દ્વારા જવાબ માંગવામાં આવ્યો ત્યારે તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ હતી. ઉધના ઝોનના ડેપ્યુટી કમિશનર મીના ગજ્જરે આ મામલે કેમેરા સામે બોલવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને કાર્યપાલક એન્જિનિયર ભૈરવ દેસાઈનો સંપર્ક કરવા કહી પલ્લું ઝાડી લીધું હતું. બીજી તરફ કાર્યપાલક એન્જિનિયર ફોન રિસીવ કરવાનું ટાળીને ઓફિસમાંથી ગાયબ થઈ ગયા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે આ મુદ્દે સુરતના મેયર પાસે પક્ષ જાણવા પહોંચતાં તેઓ એસી ચેમ્બરમાંથી બહાર આવવાને બદલે પોતાના અંગત પીએ મારફતે સિક્યુરિટી ગાર્ડ્સ બોલાવી મીડિયાકર્મીઓને ચેમ્બર બહાર કઢાવવાના પ્રયાસો કરતા જોવા મળ્યા હતા. પ્રજાના ટેક્સના પૈસે ₹800ના ભજીયા ખાવાના પૈસા છે પણ ખાડા પૂરવાના નથી સ્થાનિક નાગરિકો ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે કે, સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો અને પદાધિકારીઓ પાસે બેઠકોમાં કિલોના ₹750થી ₹800ના ભાવના મોંઘાદાટ ભજીયા અને નાસ્તા આરોગવા માટે પૂરતા રૂપિયા અને સમય છે પરંતુ, ટેક્સ ભરતી આમ જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવા, રસ્તા પર પડેલા જોખમી ખાડા પૂરવા કે ભૂવાઓનું સમારકામ કરવા માટે ન તો કોઈ સમય છે કે ન તો કોઈ બજેટ. જો આગામી દિવસોમાં આ રસ્તાનું તાકીદે સમારકામ કરવામાં નહીં આવે તો કોઈ મોટી જાનહાનિ સર્જાશે જેની સંપૂર્ણ જવાબદારી સુરત પાલિકા તંત્રની રહેશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાંથી પોપટ ખોવાયો, શોધી આપનારને 1 લાખનું ઈનામ:શોધવા માટે પારેખ પરિવારે આકાશ-પાતાળ એક કર્યા, મહિલાએ રડતા રડતા કહ્યું- 'લડ્ડુ' મારા દીકરાથી વિશેષ હતો
    Next Article
    ₹30,000નો એક ફટાકડો, મશીનગનની જેમ ધડાધડ 1000 શોર્ટ્સ ફૂટે:દિવાળીના તહેવારને લઈ બજારમાં ફટાકડા ખરીદવા ધૂમ, પાણીમાં ફૂટતા અને આખો રસ્તો બ્લોક કરતા ફાયર ક્રેકર ટ્રેન્ડમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment