Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹30,000નો એક ફટાકડો, મશીનગનની જેમ ધડાધડ 1000 શોર્ટ્સ ફૂટે:દિવાળીના તહેવારને લઈ બજારમાં ફટાકડા ખરીદવા ધૂમ, પાણીમાં ફૂટતા અને આખો રસ્તો બ્લોક કરતા ફાયર ક્રેકર ટ્રેન્ડમાં

    1 day ago

    દિવાળી એટલે રોશની અને આતશબાજીનો તહેવાર. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વૈશ્વિક યુદ્ધની સ્થિતિ, કેમિકલમાં ભાવ વધારો અને શિવાકાશીમાં કાચા માલની અછતને કારણે આ વર્ષે ફટાકડાના ભાવમાં 25થી 30 ટકાનો વધારો નોંધાયો છે તેમ છતાં બજારોમાં નવી વેરાયટીઓ ખરીદવા લોકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે ગુજરાતના ફટાકડા બજારોમાં માત્ર પરંપરાગત કોઠી કે બોમ્બ નહીં, પરંતુ આવા અદભુત, હાઈ-ટેક અને અતરંગી ફટાકડાઓનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. શું તમે ક્યારેય એવો ફટાકડો જોયો છે જેને પાણી ભરેલી ડોલમાં નાખો તો પણ ધડાકાભેર ફૂટે? અથવા એવો 'મેગા મોર' ફટાકડો જે સળગાવો તો તેનો વ્યાપ એટલો મોટો હોય કે આખો રસ્તો બ્લોક થઈ જાય? અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના બજારોમાં ₹10થી લઈને ₹50,000 સુધીના ફટાકડા ખરીદવા લોકોની 4-4 કલાક લાંબી લાઈનો લાગી છે. ચાલો જાણીએ ગુજરાતના અલગ-અલગ શહેરોમાં કયા ફટાકડા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ડબ, પીકોક અને કાર્ટૂન કેરેક્ટરવાળા ફટાકડા અમદાવાદના ફટાકડા બજારની વાત કરીએ તો આ વખતે બજારમાં પરંપરાગત ફટાકડાની સાથે અનેક નવી અને આકર્ષક વેરાયટી જોવા મળી રહી છે, જેમાં ડબ ફટાકડા, પીકોક ફટાકડો (મોર જેવી આકર્ષક ડિઝાઈનમાં રંગબેરંગી રોશની ફેલાવતા ફટકાડા), કાર્ટૂન કેરેક્ટરના ચહેરા ધરાવતા ફટાકડા બાળકો માટે ખાસ આકર્ષણ બની રહ્યું છે. આ ઉપરાંત ઈલેક્ટ્રિક હેલિકોપ્ટર જેવી ડિઝાઈનના ફટાકડા લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. બજારમાં 300થી વધુ પ્રકારની વેરાયટીના ફટાકડા આ સાથે જ અલગ અલગ આકારમાં આવતા ફાઉન્ટેન, કલરફુલ સ્પાર્કલ્સ, અનાર, ચકરી, રોકેટ, પેન્સિલ બોમ્બ અને વિવિધ પ્રકારની લાઇટિંગ ઇફેક્ટવાડા 300થી વધુ પ્રકારના ફટાકડા સારી રેન્જ ઉપલબ્ધ છે. માત્ર ₹10 થી લઈને ₹30 હજાર સુધીના પ્રીમિયમ ફટાકડા મળી રહ્યા છે. તો કેટલાક લોકો પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવા માટે વિવિધ પ્રકારના ફટાકડાના પેકેજ ખરીદી રહ્યા છે. '1000 શોર્ટવાળો ₹30,000 એક ફટાકડો': દીપેન પટેલ ફટકાડના વેપારી દીપેન પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ વખતે સ્ટોલ પર લગભગ 300થી વધુ પ્રકારની વેરાયટી રાખવામાં આવી છે, જેમાં સામાન્ય કિંમતના ફટાકડાથી લઈને મોંઘા અને પ્રીમિયમ કેટેગરીના ફટાકડાનો સમાવેશ થાય છે. માત્ર ₹10થી લઈને ₹30,000 સુધીના ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે. અમારી પાસે ₹30 હજારનો જ એક ફટાકડો છે જેમાં 1000 શોર્ટ આવેલા છે. ખાસ કરીને નવી ડિઝાઈન, બાળકોને આકર્ષે તેવા કાર્ટૂન ફટાકડા, પીકોક વેરાયટી અને ઈલેક્ટ્રિક હેલિકોપ્ટર જેવા ફટાકડાને લઈ ગ્રાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. '₹20થી લઈને ₹10,000 સુધીના ફટાકડાનું વેચાણ': હેમંત ખમાણ અન્ય વેપારી હેમંત ખમાણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ગ્રાહકો હવે માત્ર પરંપરાગત ફટાકડા ખરીદવાને બદલે નવી વેરાયટી અને અલગ પ્રકારની રોશની આપતા ફટાકડાઓ તરફ પણ આકર્ષાઈ રહ્યાં છે. અત્યારે અમારે ત્યાં ₹20થી લઈને ₹10,000 સુધીના ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે. ફટાકડાની ખરીદી કરવા આવતા પરિવારોમાં બાળકોની પસંદગી પણ મહત્તવની બની રહી છે. બીજી તરફ વાલીઓ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફટાકડાની પસંદગી કરી રહ્યા છે. પાણીમાં નાખો તો પણ ફટાકડા ફૂટશે રાજકોટની વર્ષો જૂની સદર બજારમાં મંદી અને મોંઘવારી વચ્ચે ફટાકડાની ખરીદી શરૂ થઈ ગઈ છે, જેમાં આ વખતે બજારમાં રોડ બ્લોક કરી દેતા મેગા મોર ફટાકડા આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત સિલિન્ડર બોમ્બ, પપેટ, ક્રિસ્ટલ, ક્રેકલિંગવાળા, મ્યુઝિકલ ફંકશનવાળા ફડાકડાની સાથે પાણીમાં નાખો તો પણ ફૂટે એવા ફટાકડાની વેરાઈટી બજારમાં જોવા મળી રહી છે. 'ફટાકડાના ભાવમાં 25થી 30 ટકાનો વધારો': ઈમરાનભાઈ ફટાકડાના વેપારી ઈમરાનભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ વર્ષે ફટાકડાની બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના હિસાબે ગામડાની ઘરાકી હજુ સુધી નીકળી નથી, જેના કારણે વેપારીઓમાં મંદી પ્રવર્તી રહી છે. આ વર્ષે ફટાકડાના ભાવમાં 25થી 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. મોંઘવારી ખૂબ વધુ હોવાના કારણે ગ્રાહકોને પણ મુશ્કેલી પડી રહી છે અને હજુ પણ ઘરાકી ઓછી થઈ રહી છે. હોલસેલ વેપારીઓ માટે ભાવ વધારો લાગુ પડે છે પરંતુ છૂટક (રિટેલ) ગ્રાહકો તો દિવાળી મનાવવા માટે ખરીદી કરશે જ. મેગા મોર ફોડતા આખો રોડ બ્લોક થઈ જાય બજારમાં અનેક નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં મુખ્યત્વે સિલિન્ડર બોમ, પપેટ અને ક્રિસ્ટલ ફટાકડા. ક્રેકલિંગવાળા, સવારી અને મ્યૂઝિકલ ફંક્શનવાળા ફટાકડા પણ છે. તો મોર ફટાકડાની 4થી 5 જાતની વેરાયટી ઉપલબ્ધ છે. નાનાથી લઈને મેગા મોર સુધીની આઇટમ સામેલ છે. મેગા મોર એટલો મોટો હોય છે કે, રોડ ઉપર ચાલુ કરતાં આખો રોડ બ્લોક થઈ જાય છે. બજારમાં ₹10થી શરૂ કરીને ₹50,000 સુધીના ફટાકડા ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં આખું માર્કેટ ફટાકડા બજાર બની જશે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટવાળાને મંદી નડતી નથી. જેથી હવે રિટેલ બજારમાં સારો ટ્રાફિક રહેવાની પૂરેપૂરી શક્યતા છે. ફટાકડા લેવા લોકો ચારથી પાંચ કલાક લાઈનમાં ઊભા વડોદરાથી 15 કિમી દૂર દિવાળીપુરા ગામ હવે ફટાકડા બજારનું હબ બની ગયું છે. ઠેર ઠેર ફટાકડાની હાટડીઓ લાગી ગઈ છે. આ સાથે અહીંયા મુખ્ય હોલસેલર અને ફેક્ટરી આઉટ લેટ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો ચારથી પાંચ કલાક લાઈનમાં ઊભા રહીને ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. અહીંયા ન માત્ર વડોદરા શહેર જિલ્લાના લોકો, પરંતુ મહારાષ્ટ્ર, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકો પણ જથ્થાબંધ અને છૂટક ખરીદી માટે આવે છે. RK 47 ફાયર ગન, ફેન્સી ડોન સહિતના ફટાકડા આકર્ષણનું કેન્દ્ર આ વર્ષે ફટાકડાના ભાવોમાં 25 ટકા જેટલો ભાવ વધારો છે, ત્યારે મોડી રાત સુધી લોકો દ્વારા ફટાકડાની ધૂમ ખરીદી કરવામાં આવી રહી છે. હાલમાં દર વર્ષ કરતા અલગ અલગ વિવિધ વેરાયટીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે, જેમાં ફૂટી ટીન કોઠી, ફેન્સી ડોન, RK 47 ફાયર ગન, લોલીપોપ, ફ્લાવલ વિલ (ચકેડી સાથે કોઠી), પીકોક કલ ફાઉન્ટેન, મિક્કી માઉસ સ્ટીક, એક મિનિટ સુધી ચાલે તેવી પેન્સિલ જેવા ફટાકડા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ વર્ષે બાળકોના ફટાકડામાં અવ નવી વેરાયટીઓ જોવા મળી રહી છે. સ્કાય શોર્ટમાં નવી વેરાયટીમાં સેલિબ્રેશન મૂવમેન્ટ એક મિનિટ સુધી સત્તત બેગ્રાઉન્ડમાં ફટાકડા ફૂટે છે. 300થી 350 ફૂટ સુધી ઉપર જઈ શકે તેવા સ્કાય શોર્ટ સહિતના ફટાકડા જોવા મળી રહ્યા છે. 'અહીં મળતા ફટાકડાનું સ્ટાન્ડર્ડ ખૂબ જ ઊંચું હોય છે' ફટાકડા ખરીદી કરવા આવેલી મહિલાએ જણાવ્યું હતું કે, અહીં મળતા ફટાકડાનું સ્ટાન્ડર્ડ ખૂબ જ ઊંચું હોય છે જેથી તેને સળગાવતી વખતે ફુટવાની કે અન્ય કોઈ સમસ્યા ઊભી થતી નથી. જો કે આ વર્ષે તેમણે હજુ સુધી ખરીદી માટેનું કોઈ ચોક્કસ બજેટ નક્કી કર્યું નથી. નડિયાદથી ફટાકડા ખરીદવા માટે આવેલા કિરણ પટેલે જણાવ્યું હતું કે, અહીં ગ્રાહકો માટે ફટાકડાની વિવિધ પ્રકારની સારી વેરાયટીઓ અને ઉત્તમ ગુણવત્તા ઉપલબ્ધ છે, જેના કારણે ખરીદીનો અનુભવ ખૂબ જ સરસ રહે છે. 'ફટાકડાના ભાવમાં 30 ટકા સુધીનો વધારો': ઈસ્માઈલભાઈ રેઈન્બો ક્રિકર્સન ઓનર ઈસ્માઈલભાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે ફટાકડાના રો-મટીરિયલ્સ મોંઘા થવા અને વૈશ્વિક સ્તરે સર્જાયેલા વિવાદો તેમજ યુદ્ધની પરિસ્થિતિને કારણે કેટલાક કેમિકલ મોંઘા મળવાના કારણે ફટાકડાના ભાવમાં 30 ટકા સુધીનો વધારો થયો છે. શિવાકાશીમાં પણ રો-મટીરિયલના ભાવ વધવાને લીધે આ વર્ષે ઉત્પાદન ઓછું થયું છે, તેમ છતાં સામાન્ય જનતા આરામથી ખરીદીને ફટાકડા ફોડી શકે તેવા જ મધ્યમ પ્રમાણમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ક્રેકલિંગ અસરો વાળા ફાઉન્ટન બજારમાં આવ્યા બીજી બાજુ, આ વર્ષે ફટાકડાની વિવિધ વેરાયટીઓમાં નવા આકર્ષણો જોવા મળી રહ્યા છે, જેમાં બાળકો માટે લોલીપોપ, પેન્સિલ ફાઉન્ટન, કાર અને મિક્કી માઉસ જેવા નવા રંગબેરંગી તથા ક્રેકલિંગ અસરો વાળા ફાઉન્ટન બજારમાં આવ્યા છે. આકાશમાં મોટા બ્લાસ્ટ કરતા 6થી 7 ઇંચના બાંબુ જેવી સ્કાય આઇટમો અને એક જ વાર સળગાવવાથી 3૦થી 500 વાર સુધી સતત ફૂટતી કંટીન્યુસ આઇટમોની માંગમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. 'બાળકો માટે સ્ટાર ગન નામની ઈલેક્ટ્રિગ ગન': સિમંતલાલ સાખમ્બે સુરતના ફટાકડાની બજારોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ અને તેજી જોવા મળી રહી છે. ફટાકડાના હોલસેલના વેપારી સિમંતલાલ સાખમ્બેએ જણાવ્યું હતું કે, આ વર્ષે બજારમાં વિવિધ અવનવા ફટાકડા ઉપલબ્ધ છે. ખાસ કરીને બાળકો માટે સ્ટાર ગન નામની ઈલેક્ટ્રિગ ગન આવી છે, જે હાથમાં પકડીને ફોડી શકાય છે અને તેમાંથી અલગ અલગ રંગો નીકળે છે. આ સ્ટાર ગનના એક પેકેટમાં બે પિસ આવે છે અને તે અંદાજે 30 સેકન્ડ સુધી ચાલે છે. રંબેરંગી કોઠીઓ, મોર પીંછ આકારના ફટાકડા આ સ્ટાર ગનની હોલસેલ કિંમત માત્ર ₹180 રાખવામાં આવી છે, જ્યારે માર્કેટમાં અંદાજે ₹400 સુધીમાં વેચાય છે. આ ઉપરાંત બજારમાં પોપટ ચક્કર પણ આવ્યા છે, જેને હાથમાં પકડીને સલામત રીતે ફોડી શકાય છે. અલગ-અલગ વેરાયટી અને રંબેરંગી કોઠીઓ, મોર પીંછ આકારના ફટાકડા જેમાં 12 અલગ અલગ રંગો નીકળે છે, તેમજ વિવિધ શેડ અને ડક પ્રકારના ફટાકડા પણ ઉપલબ્ધ છે. દુકાનમાં બાળકોની નવી આઇટમો અને પિસ્તોલ જેવા ફટાકડા પણ ટ્રેન્ડમાં છે. નવીન વેરાયટીઓ અને આકર્ષક કિંમતોને કારણે ગ્રાહકોમાં પણ ભારે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ₹800ના કિલો ભજીયા પચી ગયા પણ ડીંડોલીના ખાડા ન પુરાયા:સ્માર્ટ સિટી સુરતમાં 'વિકાસ' ખાડામાં સૂતો, 5 મહિનાથી પ્રજા ત્રાહિમામ; લોકો લાકડા મૂકીને ચેતવણી આપવા મજબૂર
    Next Article
    ‘શોર્ટકટથી મળેલી સંપત્તિ સુખેથી જીવવા દેતી નથી’:12th ફેલ અને 3000 કરોડની કંપનીના માલિક બિપિન હદવાણીએ કહ્યું-સાચા દિલથી કરેલી મહેનતના ધનથી જીવવાની મજા આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment