Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘શોર્ટકટથી મળેલી સંપત્તિ સુખેથી જીવવા દેતી નથી’:12th ફેલ અને 3000 કરોડની કંપનીના માલિક બિપિન હદવાણીએ કહ્યું-સાચા દિલથી કરેલી મહેનતના ધનથી જીવવાની મજા આવશે

    1 day ago

    જ્યારે હું વર્ષ 1990માં રાજકોટ આવ્યો ત્યારે મારા કઝીન સાથે અમે પાર્ટનરશિપમાં 4 વર્ષ બિઝનેસ ચલાવ્યો પછી એ ધંધો એમને સોંપ્યો અને મેં 1994માં ગોપાલ બ્રાન્ડની શરૂઆત કરી. તે વખતે એક પણ પૈસો નહોતો અને બધું ઉધાર લાવી અને જાતે બનાવીને નવું જ માર્કેટ કરવાનું હતું. 25 વર્ષની ઉંમરમાં આ બધું મારા પર આવી પડ્યું હતું. આ શબ્દો છે ગોપાલ સ્નેક્સના એમડી અને 12 ધોરણ ફેલ એવા બિપિન હદવાણીના. ઉધાર લઈને શરૂ કરેલી ગોપાલ સ્નેક્સનું માર્કેટ કેપ આજે 3000 કરોડ છે અને બિપિન હદવાણીની નેટવર્થ 1000 કરોડથી પણ વધુ છે. કંપની આજે USA-UAE, UK, કેનેડા સહિત 10 દેશોમાં 80થી વધુ પ્રોડક્ટની નિકાસ કરે છે. જ્યારે 250 જેટલા SKU (સ્ટોક કીપિંગ યુનિટ) ધરાવે છે. ધનતેરસ અને દિવાળીના પાવન પર્વે લક્ષ્મી પૂજનનું વિશેષ મહત્વ છે, ત્યારે સંઘર્ષ વેઠીનો સફળતાના શિખર સુધી પહોંચેલા 5 ઉદ્યોગપતિની ભાસ્કર સિરિઝ 'સંપત્તિનું સિક્રેટ'ના બીજા એપિસોડમાં વાંચો બિપિનભાઈ હદવાણી સાથેની વાતચીત… ગોપાલ નમકીનના સ્થાપક બિપિન હદવાણી કહે છે કે, અમે જીવનની સફરમાં તો સતત સંઘર્ષ જ કર્યો છે અને સલાહ આપીએ કે સતત સંઘર્ષથી આપણને જે પણ સંપત્તિ મળે એ જ આપણને સુખ આપે છે. જેથી કઠોર પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ જ નથી તો પરિશ્રમ જ કરવો જોઈએ. સફળતા અને સંપત્તિ એ બંને એકબીજાના પૂરક તો છે જ પણ બધાના પેરામીટર અલગ અલગ હોય છે. જેથી આપણને જેમાં સંતોષ મળે એ જ સાચી સફળતા ગણી શકાય. ‘શોર્ટકટથી મળેલી સંપત્તિ આપણને ક્યારેય સુખેથી જીવવા દેતી નથી’ લક્ષ્મીનો અર્થ આમ તો પર તો બધા પૈસા જ કરતા હોય છે પણ ઘણા અર્થમાં કોઈને ત્યાં દીકરીનો જન્મ થાય તો એમને પણ લક્ષ્મીજી કહેતા હોય છે. એટલે જે આ બધાના પોતપોતાના વિચારો હોય એ પ્રમાણે લક્ષ્મીનો અર્થ કરતા હોય છે. સંપત્તિનું સર્જન કરવું એ તો જીવન માટે ઉપયોગી છે અને જીવન જીવવા માટે સંપત્તિની તો જરૂર પડે જ છે પણ સાચા રસ્તેથી સંપત્તિ મળે એવા પ્રયત્નો હોવા જોઈએ. શોર્ટકટથી મળેલી સંપત્તિ આપણને ક્યારેય સુખેથી જીવવા દેતી નથી. મારા મત પ્રમાણે કાયદેસર રીતે આપણને હકની સંપત્તિ મળે એ જ મેળવવી જોઈએ. બિઝનેસ બાબતે ગુરુ મંત્ર આપતા જણાવ્યું કે, સાચા દિલથી વેપાર કે નોકરી માટે મહેનત કરો અને એ માર્ગે જે પણ ધન આવે એ જ આપણને ઉપયોગી થાય અને શાંતિથી આપણને જિંદગી જીવવાની મજા આવે. ‘નાના ઉદ્યોગકારનો બિઝનેસ ચાલતો હોય તો એ પણ મુકેશ અંબાણીની જેમ સફળ ગણાય’ મુકેશ અંબાણી પણ સફળ ગણાય અને નાનો ઉદ્યોગકાર હોય અને તેનો બિઝનેસ વ્યવસ્થિત ચાલતો હોય તો એ પણ સફળ ગણાય. સફળતા જે છે એ પચાવવાની વાત આપ કરો છો તો પચાવવા માટે તો કુદરતની કૃપા હોય તો જ એ બધું મળ્યું હોય છે. આપણને જે મળ્યું હોય એ આપણી હોશિયારીથી નહીં પણ કુદરતની કૃપાથી મળ્યું છે એવું સમજીએ એટલે એ પાચન થઈ જાય. શૂન્યમાંથી સર્જન કરેલું છે એટલે લક્ષ્મીજીની કૃપા પહેલેથી ઉત્તરોત્તર વધતી ગઈ છે. પહેલા તો કાંઈ હતું જ નહીં એટલે જે પણ અત્યારે મળ્યું છે એ બધું લક્ષ્મીજીની અને ભગવાનની કૃપાથી જ મળ્યું છે એટલે ક્યારેય લક્ષ્મીજી રૂઠયા હોય એવું જીવનમાં લાગ્યું નથી અને લક્ષ્મીજી તો બધાના પોતપોતાના કર્મો હોય એ જ પ્રમાણે એમને મળતા હોય છે. ‘મારા પત્ની મારા ઘરના લકી લક્ષ્મી છે’ જ્યારે ગોપાલ બ્રાન્ડની શરૂઆત કરી ત્યારે ઝીરો પૈસો હતો. કંઈ હતું જ નહીં. બધું ઉધાર લઈ આવી અને જાતે બનાવીને જાત મહેનત કરીને પેકિંગ કરી અને શરૂઆત કરી અને આજે ભગવાનની કૃપાથી ઘણો બધો બિઝનેસ મોટો થઈ ગયો છે તો એ પ્રમાણે અમને ઘણો બધો સંતોષ છે. ઘરના લકી લક્ષ્મીજી કહ્યું કે, અમારા ઘરના લકી લક્ષ્મીજી તો મારા વાઈફ છે. જે પણ બિઝનેસમાં સાથે છે. આ ઉપરાંત મારા પુત્રના ઘરમાં એક લક્ષ્મીજી આવ્યા. જે શિવાંગીજી છે. જેણે અમને વધારે બરકત આપી હોય એવું લાગ્યું છે. આજે મારી પાસે પાંચ-સાત કાર છે. જેમાં 2 BMW, 2 ઇનોવા, એક ઓડી, ફોર્ચ્યુનર, બ્રિઓ અને ટાઈગુન છે. જ્યારે ઘરેણાં અને હીરા અંગે પૂછતા તેમણે જણાવ્યું કે, ઘરેણાં અને હીરા તો બહેનોનો વિષય છે. હું એક પણ ઘરેણું પહેરતો નથી અને મને ઘરેણાંનો જરાય શોખ નથી. 'બીજાનું ભલું ઈચ્છીએ ત્યારે લક્ષ્મીજી આપણી ઉપર પ્રસન્ન થાય' સંઘર્ષ દરમિયાન લક્ષ્મીજીને કેવી રીતે જોતા તેવા સવાલના જવાબમાં કહે છે કે, સંઘર્ષમાં લક્ષ્મીજીને મેળવવા માટેના અમે ખાસ પ્રયત્નો નથી કર્યા. આપણે બીજાનું ભલું ઈચ્છીએ ત્યારે લક્ષ્મીજી આપણી ઉપર પ્રસન્ન થાય છે એવું મને લાગે છે. અમે કાયમી અમારી સાથે જેટલા પણ માણસો કામ કરે એને ફેમિલી તરીકે જ જોઈએ છીએ. જેથી અમને ક્યારેય એવું ખાસ નથી થયું કે માણસોની અછત છે. પોતાની ઝેન-Z જેટલી ઉંમરે શું વિચારતા તેને લઈ કહ્યું કે, પૈસાને લઈને ક્યારેય કાંઈ વિચાર્યું નથી એટલા માટે ક્યારેય કોઈ પાસે કાંઈ એવા બધા પૈસા હતા જ નહીં અને આપણા સર્કલમાં બધાય આપણા જેવા જ હોય એટલે બધા સખત મહેનત કરતા હોય તો મેં પણ વિચાર્યું કે મહેનત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી, એટલે ખૂબ જ જાત મહેનત કરીને જ અમે આગળ આવ્યા છીએ. હવે જાણો બિપિન હદવાણીની સંઘર્ષમય સફર બિપિન હદવાણીની આ સફરની શરૂઆત રાજકોટ જિલ્લાના જામકંડોરણાના ભાદરા ગામમાંથી થઈ હતી. તેમના પિતાને એક દુકાન હતી અને તેમાં ફરસાણનું પણ વેચાણ થતું હતું. તેમના પિતા જાતે ફરસાણ બનાવતા અને પછી બિપિનભાઈના મોટા ભાઈ મહેન્દ્રભાઈને નમકીન બનાવતા શીખવ્યું. મોટા ભાઈએ બિપિનભાઈ અને પ્રફુલભાઈને અલગ અલગ નમકીન બનાવતા શીખવ્યું. તેઓ 13 વર્ષની ઉંમરથી જ ધંધામાં આ બધું કરી રહ્યા હોવાથી આ ધંધામાં જ આગળ વધાવાનો વિચાર આવ્યો. શરૂઆતના તબક્કે કોઈપણ નામ વગર ગામડામાં અને ત્યાર બાદ આજુબાજુના વિસ્તારમાં ચવાણું બનાવી વેચતા હતા. ગામડામાં વેપાર સીમિત હોય છે એટલે પછી રાજકોટ જવાનો વિચાર કર્યો. રાજકોટમાં વર્ષ 1990માં પિતરાઈ ભાઈ સાથે ધંધો શરુ કર્યો હતો. એ સમયે બંને ભાઈઓએ ભાગીદારીમાં રૂ. 8500નું રોકાણ કર્યું હતું અને ગોકુલ નામથી ચવાણું વેચવાની શરૂઆત કરી. બાદમાં આ બ્રાન્ડને કઝિનને સોંપી અને 1994માં રાજકોટના રાજનગરમાં તેમના ઘરે નવી શરૂઆત કરી. તે સમયે ઉધાર કરી તેલ અને બેસન લીધાં અને આ રીતે ઘરમાં શરૂ થયું ગોપાલ નમકીન.નમકીન વેચવા માટે સાઇકલવાળા ફેરિયાઓ રાખ્યા અને 2 રૂપિયાના કમિશનથી માલ આપતા. જેટલું વેચાય એમાંથી 2% કમિશન એમનું. એમાંથી જે પૈસા આવે એનાથી નવું રૉ-મટિરિયલ ખરીદતા. આમને આમ 4 વર્ષ સુધી અમે ગૃહઉદ્યોગ ચલાવ્યો. ચાર વર્ષમાં તો બિપિનભાઈની મહેનત રંગ લાવવા લાગી. 1998માં હરિપર પાડમાં એક પ્લોટ લીધો, બાંધકામ કર્યું. બિપિનભાઈને એમ કે, ધંધો બહારગામ એક્સપોર્ટ પણ થશે. પણ એવું કશું થયું નહીં. અંતે ફરીવાર 2001માં રાજકોટ શહેરમાં શિફ્ટ થવું પડ્યું. જૂની જગ્યા આખી વેચી ફરી વાર રાજકોટમાં જ જગ્યા લઈ બિઝનેસ શરૂ કર્યો. 7 વર્ષ સુધી ધંધો એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલ્યો એટલે ફરીવાર બિઝનેસ ડેવલપ કરવાનું વિચાર્યું અને આ વડવાજડીમાં 2000 સ્ક્વેરફીટ જગ્યા લઈ ત્યાં ફેક્ટરી ઊભી કરી. જેમ જેમ ધંધો વધતો ગયો તેમ તેમ મુજબ મશીનરી પણ વસાવી અને સાથે સાથે જગ્યા લઈને સેમી-ઓટોમેટિક અને ઓટોમેટિક પ્લાન્ટ્સ પણ બનાવ્યા. ત્યાર બાદ 2024માં ગોપાલ સ્નેક્સને શેર બજારમાં લિસ્ટ પણ કરાવી. બ્રાન્ડનું નામ 'ગોપાલ' જ કેમ? આ બધી વાતો તો બરાબર, પણ ગોપાલ નામ કઈ રીતે પડ્યું? કોઈ દીકરાના નામ પરથી? બિપીનભાઈ કહે, 'આ પહેલાં અમારી બ્રાન્ડ 'ગોકુલ' હતી. એ પછી આ જ્યારે શરૂ કરવાનું થયું ત્યારે એ ગોકુલ પરથી જ 'ગોપાલ' નામ પાડ્યું. અમે શ્રી કૃષ્ણ ભગવાનમાં વધારે માનીએ છીએ, એટલે નક્કી હતું કે, નામ તો શ્રી કૃષ્ણ પરથી જ રાખીશું. એટલે મારા મગજમાં ત્યારે 'ગોપાલ' નામ આવ્યું અને રાખી દીધું.'
    Click here to Read More
    Previous Article
    ₹30,000નો એક ફટાકડો, મશીનગનની જેમ ધડાધડ 1000 શોર્ટ્સ ફૂટે:દિવાળીના તહેવારને લઈ બજારમાં ફટાકડા ખરીદવા ધૂમ, પાણીમાં ફૂટતા અને આખો રસ્તો બ્લોક કરતા ફાયર ક્રેકર ટ્રેન્ડમાં
    Next Article
    4 લાખ સરકારી કર્મચારીઓના DAમાં 3% વધારાની તૈયારી:CMની લીલી ઝંડી બાદ આજે કેબિનેટમાં નિર્ણયની શક્યતા, કર્મચારી સંગઠનોની લાંબા સમયથી માંગણીને પગલે સરકારનો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment