Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 લાખ સરકારી કર્મચારીઓના DAમાં 3% વધારાની તૈયારી:CMની લીલી ઝંડી બાદ આજે કેબિનેટમાં નિર્ણયની શક્યતા, કર્મચારી સંગઠનોની લાંબા સમયથી માંગણીને પગલે સરકારનો નિર્ણય

    1 day ago

    ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાના વધારાની જાહેરાત થઈ શકે છે. રાજ્યના આશરે 4 લાખ સરકારી કર્મચારીઓને આ વધારાનો લાભ મળવાની શક્યતા છે. કર્મચારી સંગઠનો દ્વારા લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી હતી. આ માંગને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હવે આ દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે DA વધારાને લગતી ફાઈલને લીલી ઝંડી આપી દીધી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. આજે 4 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 3 ટકાનો વધારો કરીને દર 60 ટકાથી વધારીને 63 ટકા કર્યો છે. ત્યારબાદ ગુજરાતના કર્મચારી સંગઠનોએ પણ કેન્દ્રના ધોરણે રાજ્યના કર્મચારીઓને 3 ટકા DA વધારો આપવાની રજૂઆત કરી હતી. 4 લાખ કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનર્સને લાભની શક્યતા રાજ્ય સરકારના અગાઉ જાહેર કરાયેલા આંકડા મુજબ, ગુજરાતના 4 લાખ કાર્યરત કર્મચારીઓ અને આશરે 4.82 લાખ પેન્શનર્સને DA વધારાનો લાભ મળી શકે છે. તેમાં રાજ્ય સરકાર, પંચાયત સેવા સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જોકે, હાલની નવી દરખાસ્તમાં 3 ટકાના વધારાનો લાભ કોને અને કઈ તારીખથી મળશે તે અંગે કેબિનેટના નિર્ણય બાદ સ્પષ્ટતા થશે. DA એટલે શું? DA એટલે મોંઘવારી ભથ્થું (Dearness Allowance). મોંઘવારી વધવાથી કર્મચારીઓના ઘરખર્ચ પર પડતી અસરને ઓછી કરવા માટે સરકાર મૂળ પગારના ચોક્કસ ટકાના દરે આ ભથ્થું આપે છે. આ રકમ કર્મચારીના મૂળ પગારના આધારે નક્કી થાય છે. સામાન્ય રીતે મોંઘવારીના આંકડાઓને ધ્યાનમાં રાખીને દર છ મહિને DAમાં સુધારો કરવામાં આવે છે. પેન્શનર્સને પણ આ જ રીતે મોંઘવારી રાહત (DR) આપવામાં આવે છે. અગાઉ કેટલું DA મળતું હતું? ગુજરાત સરકારે મે 2026માં 7મા પગારપંચ હેઠળના કર્મચારીઓના DAમાં 2 ટકાનો વધારો કર્યો હતો. આ વધારા બાદ DAનો દર 58 ટકાથી વધીને 60 ટકા થયો હતો. હવે જો વધુ 3 ટકાનો વધારો મંજૂર થાય તો DAનો દર 60 ટકાથી વધીને 63 ટકા થઈ શકે છે. એટલે કર્મચારીઓને મૂળ પગારના દરે વધારાના 3 ટકા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. ઉદાહરણ તરીકે કર્મચારીનો મૂળ પગાર ₹30,000 હોય તો 60% DA મુજબ ₹18,000 મળે છે. 63% DA થયા બાદ ₹18,900 મળશે, એટલે દર મહિને ₹900નો વધારો થશે. કર્મચારીઓની નજર કેબિનેટના નિર્ણય પર DAમાં વધારો થવાથી કર્મચારીઓના મૂળ પગારના આધારે દર મહિને મળતા પગારમાં વધારો થશે. જો સરકાર જુલાઈ 2026થી આ વધારો અમલી બનાવે તો કર્મચારીઓને બાકી સમયગાળાનું એરિયર્સ પણ મળી શકે છે. જોકે, એરિયર્સની ચુકવણી અંગે પણ સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે. આજની કેબિનેટ બેઠકમાં સરકાર શું નિર્ણય લે છે તેના પર રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સની નજર રહેશે. 9 નવેમ્બરે સોમવારે જાહેર રજાની શક્યતા ગુજરાત સરકાર દ્વારા 9 નવેમ્બર, સોમવારના રોજ જાહેર રજા જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. આ રજાના બદલામાં 12 ડિસેમ્બર, શનિવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ રાખવાનો પ્રસ્તાવ છે. આ અંગે આજે યોજાનારી રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચા કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ‘શોર્ટકટથી મળેલી સંપત્તિ સુખેથી જીવવા દેતી નથી’:12th ફેલ અને 3000 કરોડની કંપનીના માલિક બિપિન હદવાણીએ કહ્યું-સાચા દિલથી કરેલી મહેનતના ધનથી જીવવાની મજા આવશે
    Next Article
    મહંમદપુરામાં અન્ય વિસ્તારના પશુ છોડાતાં હોબાળો:રોષે ભરાયેલા પશ્ચિમ વિસ્તારના રહીશો તરફથી પુરાવા તરીકે સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment