Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચલણ ભરવાની લિંક ક્લિક કરતાં જ ખાતામાંથી ₹80 હજાર ગાયબ:કેડિલા ફાર્માના મેનેજર સાથે સાયબર ઠગાઈ, વોટ્સએપ પર ‘Moto Instruct’ નામથી શંકાસ્પદ લિંક આવી હતી

    20 hours ago

    અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા અને કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા 41 વર્ષીય સંદીપ હસમુખભાઈ પટેલ સાથે ₹80 હજારની ઓનલાઈન નાણાકીય છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. કારના ચલણની વિગતો જોવા અને ભરવા માટે વોટ્સએપ પર આવેલી શંકાસ્પદ લિંક પર ક્લિક કર્યા બાદ તેમના બેંક ખાતામાંથી નાણાં કપાઈ ગયા હતા. આ મામલે તેમણે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ટ્રેનિંગ માટે યુનિવર્સિટી ગયા હતા, વોટ્સએપ પર આવી લિંક સંદીપભાઈ 5 ઓક્ટોબર, 2026ના રોજ કંપનીના કામકાજ અર્થે રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં ટ્રેનિંગ આપવા ગયા હતા અને રાત્રે ત્યાં જ રોકાયા હતા. રાત્રે આશરે પોણા નવ વાગ્યે તેમના વોટ્સએપ પર ‘Moto Instruct’ નામના આઈડી પરથી તેમની મહિન્દ્રા બોલેરો નિયો કારના નંબરનો ઉલ્લેખ કરતી એક લિંક આવી હતી. આ લિંકમાં કારનું ચલણ જોવા અને ભરવા માટેના વિકલ્પો દર્શાવવામાં આવ્યા હતા. લિંક ખોલી, પરંતુ પેજ ન દેખાયું સંદીપભાઈએ ચલણ અંગેની લિંક પર ક્લિક કર્યું હતું, પરંતુ મોબાઈલમાં કોઈ પેજ ખુલ્યું નહોતું કે અન્ય કોઈ પ્રતિક્રિયા જોવા મળી નહોતી. તેથી તેઓ ફોન મૂકીને સૂઈ ગયા હતા. જોકે, 6 ઓક્ટોબરની વહેલી સવારે આશરે ત્રણ વાગ્યે જાગતાં તેમના મોબાઈલમાં આરબીએલ બેંક તરફથી ખાતામાંથી ₹80 હજાર કપાઈ ગયાનો મેસેજ આવ્યો હતો. બેંકનો સંપર્ક કરી સાયબર હેલ્પલાઇનમાં ફરિયાદ કરી ખાતામાંથી નાણાં ઉપડી ગયાની જાણ થતાં સંદીપભાઈએ તાત્કાલિક બેંકના કસ્ટમર કેરનો સંપર્ક કર્યો હતો. ત્યાંથી સાયબર છેતરપિંડી થઈ હોવાનું જણાવી 1930 સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ તેમણે હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી અને બેંકની શાખામાં જઈ ખાતાના વ્યવહારો બંધ કરાવ્યા હતા. નંદાસણ પોલીસે તપાસ હાથ ધરી આખરે સંદીપભાઈએ નંદાસણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સાયબર ઠગ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી શંકાસ્પદ લિંક દ્વારા થયેલી નાણાકીય છેતરપિંડીના મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ મહિલા મોરચાના રાજીવ ગાંધી ભવન ખાતે ધરણા:JNUના પ્રોફેસર અને કોંગ્રેસના સાંસદે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી કરી હોવાનો આક્ષેપ, કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ
    Next Article
    નવરાત્રિમાં માણસો જ નહીં, હવે ચાર પગવાળા ‘ખેલૈયાઓ’ ગરબે ઘૂમ્યા:વેસુમાં ‘Pawraas’નું ખાસ આયોજન, સુરતીલાલાઓનો અનોખો અંદાજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment