Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ મહિલા મોરચાના રાજીવ ગાંધી ભવન ખાતે ધરણા:JNUના પ્રોફેસર અને કોંગ્રેસના સાંસદે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી કરી હોવાનો આક્ષેપ, કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ

    20 hours ago

    આજે ફરી એક વખત ભાજપ અમદાવાદના પાલડીમાં આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસના સાંસદ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઈજાન સામે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીના આરોપોને લઈને ભાજપ મહિલા મોરચાનું વિરોધ પ્રદર્શન યોજાશે. ભાજપ મહિલા મોરચાનાં પ્રદેશ અધ્યક્ષ અંજુબેન વેકરિયાની ઉપસ્થિતિમાં બપોરે 12 વાગ્યે મોટી સંખ્યામાં મહિલાઓ અને ભાજપના કાર્યકર્તાઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન સામે ધરણાં યોજશે. ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે ભાજપ મહિલા મોરચાના વિરોધ પ્રદર્શનમાં દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે આક્રોશ વ્યક્ત કરશે. ભાજપ મહિલા મોરચા દ્વારા આક્ષેપો મામલે કોંગ્રેસના નેતૃત્વની જવાબદારી નક્કી કરવાની માગ સાથે વિરોધ નોંધાવવામાં આવશે. જેમાં મહિલા મોરચાના આગેવાનો સહિત વિવિધ કાર્યકર્તાઓ ડીજે અને સાઉન્ડ સિસ્ટમ સાથે વિરોધ કરી ધરણા પ્રદર્શન કરશે. જેના કારણે રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ધ્રુવ રાઠી સહિત CJPના 600 કાર્યકરો કસ્ટડીમાં:પોલીસે રસ્તાઓ પર ખીલાં લગાવ્યાં, જંતર-મંતર જવાની કોશિશમાં પ્રદર્શનકારીઓ, દીપકેએ કહ્યું- મોદીએ હાર સ્વીકારી લીધી
    Next Article
    ચલણ ભરવાની લિંક ક્લિક કરતાં જ ખાતામાંથી ₹80 હજાર ગાયબ:કેડિલા ફાર્માના મેનેજર સાથે સાયબર ઠગાઈ, વોટ્સએપ પર ‘Moto Instruct’ નામથી શંકાસ્પદ લિંક આવી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment