Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિમાં માણસો જ નહીં, હવે ચાર પગવાળા ‘ખેલૈયાઓ’ ગરબે ઘૂમ્યા:વેસુમાં ‘Pawraas’નું ખાસ આયોજન, સુરતીલાલાઓનો અનોખો અંદાજ

    19 hours ago

    સુરત હંમેશાં તેના ખાણી-પીણીના શોખ અને અવનવા ઉત્સવોની ઉજવણી માટે જાણીતું છે. નવરાત્રિના તહેવારમાં જ્યાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમતા હોય છે, ત્યારે આ વખતે સુરતમાં કંઈક નવું અને અનોખું જોવા મળ્યું છે. સુરતમાં પેટ લવર્સ માટે ખાસ પોતાના પાલતુ શ્વાન સાથે ગરબા રમવાનો એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો છે, જેમાં ચાર પગવાળા ખેલૈયાઓ ટ્રેડિશનલ અંદાજમાં ગરબે ઝૂમતા જોવા મળ્યા છે. પેટડોગ માટે ટ્રેડિશનલ આઉટફિટ: ચણિયાચોળી અને કેડિયા સાથે સજ્યા પેટ્સ આ આયોજનમાં સૌથી મોટું આકર્ષણ પાલતુ શ્વાનનો શણગાર રહ્યો છે. પેટ-ઓનર્સે પોતાના લાડકા ડોગ્સને રંગબેરંગી ભરતકામવાળા કેડિયા, ચણિયાચોળી, ખાસ ટ્રેડિશનલ જેકેટ અને ફેસ્ટિવ એક્સેસરીઝ પહેરાવીને સંપૂર્ણ ઉત્સવનો લુક આપ્યો છે. ગોલ્ડન રીટ્રીવર, લેબ્રાડોર, શિહ ત્ઝુ, પગ જેવી વિવિધ બ્રીડના શ્વાન પણ પોતાના માલિકો સાથે રંગબેરંગી પરિધાનોમાં તાલ મિલાવતા નજરે પડ્યા છે. વેસુ ખાતે ‘Pawraas’ ગરબા નાઈટનું આયોજન આ અનોખી ગરબા નાઈટનું નામ ‘Pawraas’ રાખવામાં આવ્યું હતું. સુરતના પોશ વિસ્તાર ગણાતા વેસુ ખાતે આવેલા ક્રેવ્સ કાફે ખાતે આ ખાસ ‘પેટ ગરબા નાઈટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં લોકો પોતાના 'પૉ-પાર્ટનર' સાથે પહોંચ્યા હતા અને ગ્રાઉન્ડ પર ગરબાની રમઝટ માણી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ, લોકોએ કહ્યું- 'આ માત્ર સુરતમાં જ શક્ય છે!' આ અનોખા આયોજનના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. લોકો પેટ્સ માટેના આવા સંવેદનશીલ અને મનોરંજક આયોજનની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. શ્વાનપ્રેમીઓનું કહેવું છે કે, તહેવારોમાં પેટ્સ ઘણીવાર ઘરમાં એકલા પડી જતા હોય છે અથવા ફટાકડા-ઘોંઘાટથી ડરતા હોય છે, પરંતુ આવું ફ્રેન્ડલી વાતાવરણ તેમને પણ ખુશી અને પરિવાર સાથે ઉત્સવ માણવાની સુંદર તક આપે છે.
    Click here to Read More
    Previous Article
    ચલણ ભરવાની લિંક ક્લિક કરતાં જ ખાતામાંથી ₹80 હજાર ગાયબ:કેડિલા ફાર્માના મેનેજર સાથે સાયબર ઠગાઈ, વોટ્સએપ પર ‘Moto Instruct’ નામથી શંકાસ્પદ લિંક આવી હતી
    Next Article
    કેનેડાના વિઝાના નામે નવસારીના ક્રિકેટ કોચ સાથે ₹16.80 લાખની ઠગાઈ:અમદાવાદના એજન્ટે ₹23 લાખમાં 6 માસના વર્ક પરમિટ વિઝાની લાલચ આપી ટુકડે-ટુકડે નાણાં પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment