Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનેડાના વિઝાના નામે નવસારીના ક્રિકેટ કોચ સાથે ₹16.80 લાખની ઠગાઈ:અમદાવાદના એજન્ટે ₹23 લાખમાં 6 માસના વર્ક પરમિટ વિઝાની લાલચ આપી ટુકડે-ટુકડે નાણાં પડાવ્યા

    19 hours ago

    નવસારીમાં રહેતા અને બરોડા ક્રિકેટ એસોસિએશનમાં કોચ તરીકે ફરજ બજાવતા રાજેશ પંચાલ તથા તેમના પરિવાર સાથે કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ₹16.80 લાખની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદના શ્યામલ વિસ્તારમાં ઓફિસ ધરાવતા એજન્ટે ₹23 લાખમાં વિઝા અપાવવાની ખાતરી આપી હતી. જોકે, તબક્કાવાર નાણાં વસૂલ્યા બાદ પણ વિઝા ન આપતાં પરિવારે સેટેલાઇટ પોલીસનો સંપર્ક કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઈ એજન્ટનો સંપર્ક કર્યો રાજેશ પંચાલનાં પત્ની રાજેશ્રીબેને ઇન્સ્ટાગ્રામ પર 'બ્રાઇટ વે ઇમિગ્રેશન' નામની જાહેરાત જોઈ હતી. ત્યારબાદ દંપતી અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલી ઓફિસે પહોંચ્યું હતું, જ્યાં તેમની મુલાકાત દીપક ઉપાધ્યાય નામના એજન્ટ સાથે થઈ હતી. એજન્ટે છ મહિનામાં પરિવારના કેનેડા વર્ક પરમિટ વિઝા આવી જશે તેમ જણાવી કુલ ₹23 લાખનો ખર્ચ કહ્યો હતો. આ ખાતરીના આધારે દંપતીએ એજન્ટને તબક્કાવાર નાણાં આપ્યાં હતાં. બાયોમેટ્રિક માટે મુંબઈ મોકલ્યા, છતાં વિઝા ન મળ્યા ફરિયાદ મુજબ, એજન્ટે વિવિધ પ્રોસેસિંગ ફી અને અન્ય ખર્ચના બહાને કુલ ₹16.80 લાખ મેળવી લીધા હતા. બાયોમેટ્રિક પ્રક્રિયા માટે પરિવારને મુંબઈ પણ મોકલવામાં આવ્યો હતો, પરંતુ બે વખત બાયોમેટ્રિકની પ્રક્રિયા રદ થઈ હતી. ત્યારબાદ બાયોમેટ્રિક પૂર્ણ થયા છતાં લાંબા સમય સુધી વિઝા ન મળતાં અને એજન્ટ સંતોષકારક જવાબ ન આપતાં પરિવારને છેતરપિંડી થઈ હોવાની આશંકા ગઈ હતી. સેટેલાઇટ પોલીસમાં ફરિયાદ, તપાસ શરૂ વિઝા નહીં મળતાં અને નાણાં પણ પરત નહીં મળતાં રાજેશ્રીબેન પંચાલે અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં દીપક ઉપાધ્યાય વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી એજન્ટને પકડવા અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રિમાં માણસો જ નહીં, હવે ચાર પગવાળા ‘ખેલૈયાઓ’ ગરબે ઘૂમ્યા:વેસુમાં ‘Pawraas’નું ખાસ આયોજન, સુરતીલાલાઓનો અનોખો અંદાજ
    Next Article
    Delhi Police To Speak With CJP's Abhijeet Dipke, May Detain From Airport: Sources

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment