Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોંડલના મોવિયામાં ₹7.95 લાખની ચોરીમાં 'ઘાંટવડિયા ગેંગ'ના 3 ઝડપાયા:દિવસે બંધ વાડી-મકાનોની રેકી કરીને ચોરી કરતાં, ચાંદીના દાગીના અને રોકડ જપ્ત

    4 days ago

    ગોંડલ તાલુકાના મોવિયા ગામની સીમમાં આવેલી વાડીના મકાનમાંથી દિવસ દરમિયાન થયેલી ₹7.95 લાખની ઘરફોડ ચોરીનો ભેદ રાજકોટ ગ્રામ્ય LCBએ ઉકેલી નાખ્યો છે. પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે 'ઘાંટવડિયા ગેંગ'ના ત્રણ સાગરીતોને ઝડપી પાડી ₹8.17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઘઉં ભરવાની કોઢીમાંથી ચોરી મોવિયા-કંટોલિયા રોડ પર આવેલી વાડીમાં રહેતા નનેશભાઈ માવી અને તેમનો પરિવાર 11 ઓગસ્ટના રોજ ખેતીકામ માટે ગયા હતા. સાંજે પરત ફરતાં ઘઉં ભરવાની કોઠીના તાળાના મીજાગરા તૂટેલા જણાયા હતા. કોઠીમાં રાખેલા ₹3 લાખ રોકડા અને ₹4.95 લાખની કિંમતના ચાંદીના દાગીના ગાયબ હોવાથી 14 ઓગસ્ટે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. CCTV તપાસમાં 3 પુરુષ અને 1 મહિલાની શંકાસ્પદ અવરજવર જોવા મળી હતી. ભુણાવા ગામના પાટિયા પાસેથી 3ની અટકાયત પોલીસે ઘાંટવડિયા ગેંગની સક્રિયતા અંગે બાતમી મેળવી ભુણાવા ગામના પાટિયા પાસેથી લખન વિજયભાઈ રાઠોડ, ચેતન વિજયભાઈ રાઠોડ અને નિશા વિજયભાઈ રાઠોડ (મૂળ રહે. ઘાંટવડ, તા. કોડીનાર, જિ. ગીર સોમનાથ)ની અટકાયત કરી હતી. જ્યારે ફરાર આરોપી રૂપસંગ રાઠોડની શોધખોળ ચાલુ છે. પોલીસે ચાંદીના વિવિધ દાગીના (વાઘ, કમરપટ્ટા, સાંકળી, મઠીયા, બંગડીઓ વગેરે) અને રોકડ મળી કુલ ₹8,17,250નો મુદ્દામાલ કબજે કર્યો છે. ગેંગની મોડસ ઓપરેન્ડી આ ગેંગના સભ્યો દિવસ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં પગપાળા ફરીને બંધ વાડી-મકાનોની રેકી કરતા હતા. તક મળતાં જ મકાનના તાળાં તોડી રોકડ અને દાગીના ચોરીને ફરાર થઈ જતા હતા. ગોંડલ તાલુકા પોલીસે ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી અન્ય ગુનાઓના ભેદ ઉકેલવા તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નકલી ઇંગ્લિશ દારૂની ફોર્મ્યુલા આપનાર 'ડૉક્ટર'નું જ મોત:શિક્ષકનું ઘરમાં લોહીની ઊલટી કરીને મોત, રોયલ સ્ટેગની બોટલ મળી; સુરતનો યુવક 3 દિવસથી બેભાન; ભાવનગર લઠ્ઠાકાંડમાં 9 મોત
    Next Article
    ગીર સોમનાથના જળાશયોમાં ઘટ્યું જળસ્તર, પાણીની સ્થિતિ ચિંતાજનક:હિરણ-02 ડેમમાં માત્ર 23.51 ટકા પાણી; ઉદ્યોગોને 25 ટકા પાણીકાપ, આગામી દિવસોમાં કાપ વધારવાની વિચારણા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment