Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નકલી ઇંગ્લિશ દારૂની ફોર્મ્યુલા આપનાર 'ડૉક્ટર'નું જ મોત:શિક્ષકનું ઘરમાં લોહીની ઊલટી કરીને મોત, રોયલ સ્ટેગની બોટલ મળી; સુરતનો યુવક 3 દિવસથી બેભાન; ભાવનગર લઠ્ઠાકાંડમાં 9 મોત

    3 days ago

    ભાવનગરના લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 9 લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકોને અસર થતાં સારવાર હેઠળ છે. 19 ઓગસ્ટની રાત્રે શહેરના ગાંધી કોલોની સામે ગિલ્બર્ટ એપાર્ટમેન્ટના બીજા માળેથી સોનગઢની સરકારી સ્કૂલના શિક્ષક હિતેશ પરમારની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. ઘરના રસોડામાં રોયલ સ્ટેગની અડધી ભરેલી બોટલ પણ પોલીસે જપ્ત કરી છે. કાળિયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે રહેતા 35 વર્ષીય યુવક જયેશ જીતેન્દ્રભાઈ ભટ્ટીનું મોત નિપજ્યું છે. પરિણીત એવા જયેશભાઈને સંતાનમાં આઠ વર્ષનો એક દીકરો અને ચાર વર્ષની એક દીકરી છે. દારૂ બનાવવા માટે ખાસ ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડૉક્ટરને બોલાવાયો હતો. જેણે સારસ, ગણેશ અને અમન સાથે મળી ગૌતમ સોલંકીના ઘરે આ મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો હતો. ઝેરી દારૂ બનાવનાર નરેન્દ્રસિંહ યાદવે પણ પોતે બનાવેલા દારૂનું સેવન કર્યું હતું. બીજા જ દિવસે તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૂળ ભાવનગરના પીપળી ગામનો 35 વર્ષીય સંજય ડોડીયા સુરતના અઠવામાં પરિવાર સાથે રહે છે. તે વતન પીપળી ગામથી દારૂ પીને સુરત આવતા જ બીમાર પડતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યાં તે 3 દિવસથી બેભાન છે. જિલ્લામાં સ્થિતિ એવી વણસી છે કે બોટાદ અને અમરેલીથી 100 પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં તહેનાત કરાયા છે. ભાવનગરનો દારૂ પીધા બાદ સુરતનો યુવક ગંભીર આ દારૂ પીધા બાદ એક સુરતનો યુવક પણ ગંભીર હાલતમાં આવી ગયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, મૂળ ભાવનગરના પીપળી ગામ અને સુરતના અઠવા વિસ્તારમાં 35 વર્ષીય સંજય ડોડીયા પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે. સંજય અર્ધ સરકારી સિક્યુરિટી કંપનીમાં ફરજ બજાવે છે. વતન પીપળી ગામથી દારૂ પીને સુરત આવ્યો સંજય થોડા દિવસ પહેલા વતન ગયો હતો. 16 કે 17 ઓગસ્ટે સંજય વતનથી પરત સુરત આવી રહ્યો હતો. દરમિયાન તેણે એક દારૂની બોટલ મંગાવી હતી અને તે પીને સુરત પહોંચ્યો હતો. સુરત પહોંચતા તેની તબિયત લથડી હતી. શરૂઆતમાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારબાદ અન્ય એક ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવાયો હતો. જ્યાં પણ તેની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહોતો. જેથી તેને દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ન્યુરોલોજિસ્ટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 3 દિવસથી બેભાન સંજય જ્યારે સુરત આવ્યો ત્યારે તેની તબિયત લથડી હતી અને પહેલા તેની આંખો બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ તેના અલગ અલગ રિપોર્ટ કરાવી રહ્યા હતા ત્યારે તેને સિરિયસ એટેક આવી ગયો હતો. ત્યારથી જ તે બેભાન અવસ્થામાં છે. હાલ પણ સંજય બેભાન અવસ્થામાં છે અને સારવાર હેઠળ છે. સંજય છેલ્લા ત્રણ દિવસથી આજ અવસ્થામાં હોવાથી પરિવાર પણ ચિંતિત થઈ ગયું છે. દારૂ પીધાના આઠથી દસ કલાકમાં જ તબિયત લથડી સંજયની તબિયત લથડતા અલગ અલગ ડૉક્ટરોએ રિપોર્ટો કરાવ્યા હતા. દારૂનો નશો કર્યો હોવાથી તેનો એક અલગથી રિપોર્ટ પણ કરાયો હતો. જેમાં ઇથેનોલ મિથેનોલ પોઈઝનની અસર હોવાનો રિપોર્ટ પણ આવ્યો છે. દારૂ પીધાના આઠથી દસ કલાકમાં જ સંજયની તબિયત લથડી હતી અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે રો-મટિરિયલ અમદાવાદથી લાવ્યાં, ફોર્મ્યુલા આપનારનું તે જ દારૂથી મોત બુટલેગર ગૌતમ સોલંકીએ દારૂ બનાવવા માટે મધ્યપ્રદેશથી ગેંગ બોલાવી હતી. તમામ આરોપીઓએ ભેગા મળી ત્રણ તબક્કામાં દારૂ બનાવ્યો હતો. જેના માટે મિથેનોલ અને રો-મટીરીયલ અમદાવાદથી ખરીદ્યું હતું. ભાવનગર પોલીસે ગૌતમ સોલંકી સહિત 21 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. જોકે, આ નકલી દારૂની ફોર્મ્યુલા આપનાર 'ડોક્ટર'નું તે જ દારૂથી મોત નિપજ્યું છે. ગૌતમ સોલંકીના ઘરે આ મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો ગૌતમ સોલંકી અને ઉજ્જૈનના રઇસ નામના શખ્સે ભેગા મળી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી મિથેનોલ, વ્હાઈટ લિક્વિડ મટિરિયલ, ખાલી બોટલો, ઢાંકણાં અને રોયલ સ્ટેગના સ્ટીકરો ખરીદીને ટ્રાન્સપોર્ટથી વરતેજ લાવ્યા હતા. દારૂ બનાવવા માટે ખાસ ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડૉક્ટરને બોલાવવામાં આવ્યો હતો. જેણે સારસ, ગણેશ અને અમન સાથે મળી ગૌતમ સોલંકીના ઘરે આ મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો હતો. બીજી વખત દારૂ ખરાબ બનતા નાશ કરી દીધો પહેલા પ્રયાસમાં 51 પેટી દારૂ તૈયાર કરી ગૌતમ અને તેના સાળાએ વેચી દીધો હતો. બીજી વખત બનાવેલો દારૂ અત્યંત ખરાબ બનતાં તેનો સ્થળ પર જ નાશ કરી દેવાયો હતો. ત્રીજી વખત 25 પેટી દારૂ બનાવીને ભાવનગર અને આસપાસના ગામડાઓમાં છૂટક વેચાણ માટે મોકલ્યો હતો, જેમાં સંજય ચાવડા નામના શખ્સને વેચેલી 36 પેટીઓ નીલમબાગ પોલીસે દરોડો પાડીને કબજે કરી હતી. ઝેરી દારૂ બનાવનારનું જ કરૂણ મોત મિથેનોલયુક્ત આ ઝેરી દારૂ બનાવનાર નરેન્દ્રસિંહ યાદવે પણ પોતે બનાવેલા દારૂનું સેવન કર્યું હતું. બીજા જ દિવસે તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ રીતે લોકો માટે તૈયાર કરાયેલો ઝેરી દારૂ ખુદ બનાવનાર માટે પણ કાળ સાબિત થયો હતો. સર ટી. હોસ્પિ.માં મુંબઈથી ખાસ ઇન્જેક્શન મંગાવાયા ભાવનગર શહેર અને જિલ્લામાંથી નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી તબિયત લથડી હોય તેવા અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ દિવસમાં વધારો થયો છે. જેમાં ખાસ કરીને ભાવનગર સર ટી. હોસ્પિટલમાં અસરગ્રસ્ત દર્દીઓ વધી રહ્યા છે, ત્યારે સર ટી. હોસ્પિટલમાં સ્થાનિક કક્ષાએથી મુંબઈથી ફોમેપિઝોલ ઇન્જેક્શન મંગાવવાની તજવીજ હાથ ધરાઈ છે. પ્રારંભિક તબક્કામાં 10 ઇન્જેક્શન મંગાવવા વહીવટી પ્રક્રિયા શરૂ કરાઈ હોવાનું સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું. ‘સર ટી. હોસ્પિટલમાં બે દિવસમાં અસરગ્રસ્તોની સંખ્યા વધી’ ભાવનગર સર ટી. હોસ્પિટલના ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.કૈરવી દેસાઈએ જણાવ્યું કે, નકલી નશીલા પીણાના કારણે સર ટી. હોસ્પિટલમાં બે દિવસમાં અસરગ્રસ્તોની સંખ્યા વધી છે, જેને ધ્યાનમાં લઈ તબીબોની 4 ટીમો રાઉન્ડ ધ ક્લોક સારવારમાં તહેનાત છે. વધુમાં અસરગ્રસ્તોની સારવાર માટે અમદાવાદ આઈ.કે.ડી.આર.સી. હોસ્પિટલમાંથી કિડની અને લીવરના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને પણ બોલાવાયા છે. મિથેનોલનું કેટલું પ્રમાણ જોખમી હોય છે? મિથેનોલનાં વધુ પ્રમાણથી દારૂ ટોક્સિક બની જાય છે. ત્યારબાદ મિથેનોલ જ્યારે શરીરમાં મેટાબોલાઇઝ થાય તો તે ફાર્મેલ્ડિહાઇડ બનાવે છે અને પછી ફોર્મિક એસિડ બની જાય છે, જે ઝેર છે. આ શરીરમાં જતાં જ મગજ અને આંખને પહેલાં અસર કરે છે. ત્યારબાદ શરીરના બીજો અંગો કામ કરવાનું બંધ થઈ જાય છે અને વ્યક્તિ મરી જાય છે. 15થી 500 ml સુધીનું પ્રમાણ લેવા પર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. લઠ્ઠાકાંડમાં ભાવનગરના મુખ્ય બુટલેગર ગૌતમ સહિત 21 સામે FIR ભાવનગરના ઘોઘાના ખરકડી ગામમાં 7 મિત્રોએ 16 ઓગસ્ટે રાત્રે દારૂ પાર્ટી કરી હતી, જેમાં નકલી દારૂ પીવાથી ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ રાતે લઠ્ઠાકાંડ થયો હોવાનું સામે આવ્યું હતું. વાંચો સંપૂર્ણ અહેવાલ 4 વર્ષ પહેલાં થયો હતો બરવાળા લઠ્ઠાકાંડ 4 વર્ષ પહેલાં ઝેરી કેમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલા પણ હતી. ઝેરી દારુના કારણે 48 કલાકમાં 57 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં પાક હાઈ કમિશનની બહાર JCB ચાલ્યું:બેરિકેડ-ફેન્સિંગ હટાવવામાં આવ્યા, બે દિવસ પહેલા ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનની બહાર કાર્યવાહી થઈ હતી
    Next Article
    ગોંડલના મોવિયામાં ₹7.95 લાખની ચોરીમાં 'ઘાંટવડિયા ગેંગ'ના 3 ઝડપાયા:દિવસે બંધ વાડી-મકાનોની રેકી કરીને ચોરી કરતાં, ચાંદીના દાગીના અને રોકડ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment